બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / singer anuradha paudwal azaan loudspeakers ban muslim countries

નિવેદન / મુસ્લિમ દેશોમાં અઝાન લાઉડસ્પીકર પર નથી થતી તો પછી ભારતમાં કેમ? : દિગ્ગજ સિંગર અનુરાધા પૌડવાલનો સવાલ

Hiren

Last Updated: 10:30 PM, 7 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હજારો લોકપ્રિય ગીતોને પોતાનો અવાજ આપનારા દિગ્ગજ ગાયિકા અનુરાધા પૌડવાલે અઝાન પર મોટું નિવેદન આપ્યું છે.

  • અનુરાધા પૌડવાલે લાઉડસ્પીકર પર કર્યા સવાલ
  • મુસ્લિમ દેશોમાં અઝાન લાઉડસ્પીકર પર નથી થતીઃ અનુરાધા પૌડવાલ
  • આમ જ અઝાન ચલાવતા રહેશે તો લોકો હનુમાન ચાલીસાઃ અનુરાધા

પ્લેબેક સિંગર સોનૂ નિગમની અઝાન કન્ટ્રોવર્સી તો તમને યાદ જ હશે. મસ્જિદોમાં લાઉડસ્પીકર પર અઝાનને લઇને કરવામાં આવેલી પોતાની કોમેન્ટના કારણે સોનૂએ મૂંડન કરાવવું પડ્યું હતું. આ વિવાદ પર હવે દિગ્ગજ સિંગર અનુરાધા પૌડવાલે કોમેન્ડ કરી છે. તેમણે લાઉડસ્પીકર પર અઝાન થવા પર સવાલ ઉઠાવ્યા છે.

અઝાન વિવાદ પર શું બોલ્યા અનુરાધા પૌડવાલ?
અનુરાધા પૌડવાલે કહ્યું કે, હું દેશ-વિદેશમાં અનેક જગ્યાઓ પર ફરી છું. પરંતુ મેં ક્યાંય એવું થતું નથી જોયું. જેવું અહીં પર થાય છે. અનુરાધાએ સ્પષ્ટ કહ્યું કે તેઓ કોઇ ધર્મની વિરુદ્ધ નથી. પરંતુ ભારતમાં આવી જબરદસ્તીને પ્રોત્સાહન મળે છે. મસ્જિદોમાં લાઉડસ્પીકર પર અઝાન ચલાવવામાં આવે છે. જેના કારણે બાકીના લોકો પણ સ્પીકર ચલાવે છે. મિડલ ઈસ્ટમાં તો લાઉડસ્પીકરપર અઝાન પર પ્રતિબંધ છે. જ્યારે મુસ્લિમ દેશોમાં અઝાન લાઉડસ્પીકર પર નથી થતી તો પછી ભારતમાં કેમ આવું થાય છે?

અનુરાધા પૌડવાલે ખુલ્લીને આ મુદ્દે પોતાની વાત રાખતા કહ્યું કે જો દેશમાં લોકો લાઉડસ્પીકર પર આમ જ અઝાન ચલાવતા રહેશે તો લોકો હનુમાન ચાલીસા પણ એવી જ રીતે ચલાવશે. આનાથી શું ફાયદો થશે, વિવાદ વધતો જશે બસ, એવું થવું ખુબ જ દુઃખદ છે. હવે રમઝાનના મહિનામાં લેજેન્ડરી સિંગર અનુરાધા પૌડવાલનું આ નિવેદન તૂલ પકડી રહ્યું છે. સોનૂ નિગમના સમયે પણ કેટલાક મુસ્લિમ ધર્મગુરૂઓએ સિંગરને આડે હાથ લીધા હતા.

શું કહ્યું હતું સોનૂ નિગમે?
2017માં જ્યારે સોનૂ નિગમે એક ટ્વિટ કર્યું જેનાથી આખા દેશમાં હડકંપ મચ્યો હતો. તેમણે ટ્વિટ કરીને લાઉડસ્પીકર પર અઝાન ચલાવવા પર ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે ગુંડાગર્દી ગણાવી હતી. સોનૂએ લખ્યું હતું કે, હું મુસ્લિમ નથી. છતા પણ નારે અઝાનના કારણે સવારે ઉઠવું પડે છે. ભારતમાં જબરદસ્તી ધર્મ થોપવાનું ક્યારે બંધ થશે ? સોનૂના આ ટ્વિટે હોબાળો મચાવી દીધો હતો. તેમના વિરૂદ્ધ ફતવો જાહેર થઇ ગયો હતો. જ્યારબાદ તેમણે મૂંડન કરાવી લીધું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ