બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / બોલિવૂડ / singer actor swanand kirkire furious to watch animal slammed ranbir kapoor character

મનોરંજન / ફિલ્મ 'એનિમલ' પર ભડક્યા આ સિંગર, રણબીરના પાત્રને ગણાવ્યું 'મહિલા વિરોધી', કહ્યું- દયા આવે છે....

Arohi

Last Updated: 07:01 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Singer Slammed Ranbir Kapoor: સ્વાનંદ કિરકિરેએ સંદીપ રેડી વાંગાના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ 'એનિમલ' જોઈ અને તેમાં ખૂબ જ ખામીઓ પણ કાઢી છે. સ્વાનંદના અનુસાર ડાયરેક્ટરે આ નવી પેઢીનો મર્દ તૈયાર કર્યો છે. જે મહિલાઓ પર હાથ ઉપાડે છે અને તેને પોતાની મર્દાનગી સમજે છે.

  • 'એનિમલ'ને મળી રહ્યો છે શાનદાર રિસ્પોન્સ 
  • પરંતુ રણબીરના પાત્ર પર ભડક્યા આ સિંગર 
  • કહ્યું- દયા આવે છે કે....

રણબીર કપૂર સ્ટારર એનિમલ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચુકી છે. ફિલ્મને મિક્સ્ડ રિવ્યૂ મળી રહ્યા છે. રણવિજયના કેરેક્ટરમાં રણબીરને જ્યાં ઘણા લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે ત્યાં જ ઘણા લોકો તેની ખૂબ જ આલોચના પણ કરી રહ્યા છે. રણબીરના કેરેક્ટરને મહિલા વિરોધી જણાવવામાં આવી રહ્યું છે. સિંગર-એક્ટર સ્વાનંદ કિરકિરે પણ ફિલ્મમાં રણબીરના કેરેક્ટરથી નાખુશ જોવા મળ્યા. તેમણે ટ્વીટ કરી લખ્યું- "આજે એનિમલ ફિલ્મ જોઈને મને હકીકતે આજની પેઠીની સ્ત્રીઓ પર દવા આવી."

મહિલાઓને નીચી બતાવતા 'રણવિજય'
સ્વાનંદ કિરકિરેએ સંદીપ રેડી વાંગાના ડાયરેક્શનમાં બનેલી એનિમલ ફિલ્મ જોઈ અને તેમાં ખૂબ ખામીઓ કાઢી. સ્વાનંદે જણાવ્યા અનુસાર ડાયરેક્ટરે નવી પીઢીઓનો મર્દ તૈયાર કર્યો છે જે મહિલાઓ પર હાથ ઉઠાવે છે અને તેને પોતાની મર્દાનગી સમજે છે. સ્વાનંદે લખ્યું- મહેબૂબ ખાનની- ઔરત, ગુરૂદુત્ત કી- સાહબ બીબી ઔર ગુલામ, હૃષીકેશ મુખર્જીની- અનુપમા, શ્યામ બેનેગલની અંકુર અને ભૂમિકા, કેતન મેહતાની મિર્ચ મસાલા, સુધીર મિશ્રાની મેં જીંદા હૂં, ગૌરી શિંદેની ઈંગ્લિશ વિંગલિશ, બહલની ક્વીન, શૂજીત સરકારની પીકૂ વગેરે હિંદુસ્તાની સિનેમાની એવી ફિલ્મો છે જેમણે મને શિખવાડ્યું કે સ્ત્રી, તેમના અધિકાર, તેમની સ્વાયત્તતાની રિસ્પેક્ટ કેવી રીતે કરવી જોઈએ અને બધુ જ સમજીને પણ સદીઓ જુની આ વિચારધારામાં હજુ પણ કેટલી કમીઓ છે. ખબર નહીં સફળ થયા કે નહીં પરંતુ સતત પોતાને સુધારવાનો પ્રયત્ન આજે પણ કરી રહ્યો છું. બધુ ફિલ્મના કારણે. 

પરંતુ આજે એનિમલ ફિલ્મ જોઈને મને હકીકતે આજની પેઢીની સ્ત્રીઓ પર દયા આવી. તમારા માટે ફરી એક વખત નવો પુરૂષ તૈયાર કરવામાં આવ્યો છે જે વધારે ડરામણો છે તમારી જરા પણ રિસ્પેક્ટ નથી કરતો અને જે તમને ઝુકવવા, દબાવવા અને તેના પર ગર્વ કરવાને પોતાનો પુરૂષાર્થ સમજે છે. આજની પેઠીની યુવતીઓ, જ્યારે તમે થિએટર્સમાં રશ્મિકાને મારવા પર તાલિઓ વગાડી રહી હતી તો મેં મનમાં ને મનમાં સમાનતાના વિચારને શ્રદ્ધાંજલી આપી દીધી. હું ઘરે આવી ગયો છું. હતાશ, નિરાશ અને દુર્બલ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ