બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Sikandar Raza won his team with bowling and batting In the match against Lucknow Supergiants

IPL 2023 / 62 મિનિટમાં જ IPLના આ પ્લેયરે જે કર્યું, એવું ક્યારેય નથી થયું, પંજાબ કિંગ્સ માટે ફાયદાકારક

Megha

Last Updated: 09:46 AM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લખનૌમાં શનિવાર 15 એપ્રિલની સાંજ સિકંદર રઝાના નામે હતી. 36 વર્ષીય સ્પિન ઓલરાઉન્ડરે લખનૌને તેમના જ ઘરમાં હરાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

  • સિકંદરે બોલિંગ અને બેટિંગથી ટીમને જીત અપાવી
  • લખનૌમાં શનિવાર 15 એપ્રિલની સાંજ સિકંદર રઝાના નામે રહી 
  • સિકંદરે 41 બોલમાં 57 રન બનાવ્યા હતા

મોટી અપેક્ષાઓ અને રાહ જોયા બાદ આખરે IPL 2023 માં ઝિમ્બાબ્વેના સ્ટાર ઓલરાઉન્ડર સિકંદર રઝાનો રંગ જોવા મળ્યો. ક્રિકેટ ચાહકો છેલ્લા દોઢ વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેનો અંદાજ બતાવી રહેલા સિકંદર રઝાને IPLમાં રમતા જોવા માંગતા હતા. હવે થોડી રાહ જોયા બાદ સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરે તેની ક્ષમતાનો નમૂનો રજૂ કરીને પંજાબ કિંગ્સને જીત અપાવી.

સિકંદરે બોલિંગ અને બેટિંગથી ટીમને જીત અપાવી
જણાવી દઈએ કે લખનૌમાં શનિવાર 15 એપ્રિલની સાંજ સિકંદર રઝાના નામે હતી. 36 વર્ષીય સ્પિન ઓલરાઉન્ડરે લખનૌને તેમના જ ઘરમાં હરાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. પંજાબ આ જીત પહેલા સતત 2 મેચ હારી ગયું હતું અને આ મેચમાં પણ પંજાબ માટે સ્થિતિ સારી દેખાઈ રહી ન હતી. એવી સ્થિતિમાં સિકંદરે આગેવાની લીધી અને પહેલા પોતાની બોલિંગ અને પછી બેટિંગથી ટીમને જીત અપાવી.

બોલિંગમાં બતાવ્યું કમાલ 
આ મેચ ખરેખર સિકંદર માટે ઓલરાઉન્ડ પ્રદર્શન હતી. તેણે પહેલા બોલિંગમાં પોતાનું કમાલ બતાવ્યું. જમણા હાથના સ્પિનરે લખનૌ માટે સારી શરૂઆત કર્યા બાદ બેટ્સમેન દીપક હુડાની વિકેટ લીધી પછી તેણે એક કેચ પણ લીધો. જોકે, સિકંદરે ખરું કામ પોતાના બેટથી કર્યું હતું.

પંજાબને 160 રનનો લક્ષ્યાંક મળ્યો હતો પરંતુ ટીમે 45 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં સિકંદર પર મોટી જવાબદારી હતી. સેમ કરણ અને રઝા સિવાય પંજાબના મિડલ અને લોઅર મિડલ ઓર્ડરમાં કોઈ વધુ અનુભવી નહોતું. આવી સ્થિતિમાં સિકંદરે ટીમને સંભાળી હતી અને 35 બોલમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી હતી. સિકંદરે 41 બોલમાં 57 રન બનાવ્યા હતા અને 62 મિનિટની તેની ઇનિંગમાં તેને જીત અપાવી હતી, જો કે તે 18મી ઓવરના પાંચમા બોલ પર આઉટ થયો હતો. 

આ સાથે તેણે કંઈક એવું કર્યું જે IPLમાં પહેલા ક્યારેય બન્યું ન હતું. સિકંદર રઝા આ ટૂર્નામેન્ટમાં અડધી સદી ફટકારનાર પ્રથમ ઝિમ્બાબ્વેનો ક્રિકેટર બન્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ