બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / side effects of eating tea sugar fish paneer and soya milk before and after eggs

હેલ્થ / Eggની સાથે ભૂલથી પણ ન ખાતા આ 5 વસ્તુઓ, શરીરને થતા નુકસાન જાણીને ચોંકી ઉઠશો

Arohi

Last Updated: 05:55 PM, 8 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો કે ઘણી એવી વસ્તુઓ છે જેનું સેવન ઈંડા સાથે ન કરવું જોઈએ.

  • ઈંડા સાથે ભૂલથી પણ ન કરો આ વસ્તુઓનું સેવન 
  • ચાની સાથે ન ખાઓ ઈંડા 
  • જાણો શું થાય છે નુકસાન 

દુનિયાભરમાં 8 ઓક્ટોબરે વર્લ્ડ એગ ડે ઉજવવામાં આવે છે. ઈંડાના ફાયદા ખૂબ છે. નાશ્તાથી લઈને લંચમાં ઘણા લોકો તેને ખાવાનું પસંદ કરે છે. પ્રોટીનથી ભરપુર હોવાની સાથે ઈંડા શરીરને ફિટ રાખવામાં પણ મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ઈંડા સાથે ઘણી એવી વસ્તુઓ છે જેનું સેવન ન કરવું જોઈએ. કારણ તે તેનાથી ઘણી બિમારીઓનો ખતરો વધી જાય છે. 

ચાની સાથે ઈંડુ ખાવું 
આ એક એવી વસ્તુ છે જેની સાથે લોતો અલગ અલગ પ્રયોગ કરે છે. અમુક લોકો ઈંડાની બનેલી વસ્તુઓ ખાધા બાદ તેને પચાવવા માટે ચા પીવે છે. એક્સપર્ટ્સ અનુસાર  આ આદત તમારા શરીરને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. ઈંડા ખાધા બાદ ચા પીવાથી કબજીયાતની સમસ્યા થાય છે. 

ખાંડની સાથે ઈંડુ ખાવું 
ઈંડાને ક્યારેય ખાંડ સાથે ન ખાવું જોઈએ. જો તમે ઈંડા અને ખાંડને એક સાથે પકવો છો તો બન્નેમાંથી નિકળતા અમીનો એસિડ શરીર માટે ઝેરી બની શકે છે.  આ કોમ્બિનેશનના કારણે તમને બ્લડ ક્લોટિંગની સમસ્યા પણ થઈ શકે છે.

માછલીની સાથે ઈંડુ 
બાફેલા ઈંડા અને માછલીનું કોમ્બિનેશન શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. માટે તેને ક્યારેય સાથે ન ખાવું જોઈએ. હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર, આ કોમ્બિનેશન એલર્જીની સાથે ઘણી બિમારીઓને જન્મ આપી શકે છે. 

પનીરની સાથે ઈંડું 
ઈંડા અને પનીર, બન્ને પ્રોટીનના સારા સ્ત્રોત છે. પરંતુ તમે ધ્યાન રાખો કે ઈંડા અને પનીરને એક સાથે અથવા બાદમાં ન ખાવ કારણ કે તેનાથી તમારી પાચન ક્રિયા બગડી શકે છે. 

સોયા મિલ્કની સાથે ઈંડા ખાવા 
સોયા મિલ્ક અને ઈંડા અલગ અલગ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ તેમને એક સાથે ખાવું સારૂ નથી માનવામાં આવતુ. એક્સપર્ટ્સ અનુસાર, સોયા મિલ્કની સાથે ઈંડુ ખાવું શરીરમાં પ્રોટીનનો Absorption રોકાઈ જાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ