બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / shukra ketu gochar 2023 in kanya rashi these zodiac people including virgo sagittarius luck will shine

શુક્ર ગોચર / 10 વર્ષ બાદ આવો યોગ, કન્યા-ધનુ સહિત આ રાશિના જાતકોના જીવનમાં આવશે છપ્પરફાડ ધનની આવક

Manisha Jogi

Last Updated: 09:38 AM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ ગ્રહ યોગ્ય સમયે અન્ય ગ્રહો સાથે મળીને યુતિનું નિર્માણ કરે છે. શુક્ર ગ્રહે નવેમ્બર મહિનાની શરૂઆતમાં કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે, કેતુ પહેલેથી જ આ રાશિમાં બિરાજમાન છે.

  • તમામ ગ્રહ અન્ય ગ્રહો સાથે મળીને યુતિનું નિર્માણ કરે છે
  • શુક્ર ગ્રહે કન્યા રાશિમાં પ્રવેશ કર્યો
  • શુક્ર અને કેતુની યુતિથી આ રાશિના જાતકોને થશે લાભ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ ગ્રહ યોગ્ય સમયે અન્ય ગ્રહો સાથે મળીને યુતિનું નિર્માણ કરે છે. આ ગ્રહોની યુતિના કારણે શુભ અને અશુભ યોગનું નિર્માણ થાય છે. જેની તમામ રાશિના જાતકો પર અસર થાય છે. શુક્ર ગ્રહે નવેમ્બર મહિનાની શરૂઆતમાં કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે, કેતુ પહેલેથી જ આ રાશિમાં બિરાજમાન છે. શુક્ર અને કેતુના આ યુતિ કેટલીક રાશિના જાતકો માટે લાભકારી સિદ્ધ થશે. 10 વર્ષ પછી શુક્ર અને કેતુની આ પ્રકારની યુતિનું નિર્માણ થઈ રહ્યું છે. 

આ રાશિના જાતકોને થશે લાભ
કન્યા-
શુક્ર અને કેતુની યુતિ કન્યા રાશિના જાતકો માટે લાભકારી સિદ્ધ થશે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. વિચારો અને કાર્યો બાબતે બિલકુલ ક્લિઅર રહેશો. આ દરમિયાન તમને યોજનાબદ્ધ રીતે કામ કરવું વધુ ગમશે, જેનાથી ભવિષ્યમાં લાભ થશે. બિઝનેસમેન માટે યુતિ ફાયદાકારક રહેશે. વૈવાહિક જીવન સુખમયી રહેશે અને જીવનસાથીનો સાથ મળશે. 

ધન- શુક્ર અને કેતુની યુતિનું નિર્માણ થવાથી ધન રાશિના જાતકો માટે અનુકૂળ સમય રહેશે. આ દરમિયાન કાર્યક્ષેત્રે પરિસ્થિતિ વધુ મજબૂત બનશે. પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. ભાઈ બહેનનો સહ્યોગ પ્રાપ્ત થશે. ઓફિસમાં આગળ વધવાની તક મળશે અને આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. વેપારીઓને અનેક ઓર્ડર મળી શકે છે. પિતાના આરોગ્યમાં સુધારો થશે. 

મકર- આ રાશિના જાતકોની કુંડળીમાં યાત્રાનો યોગ બની રહ્યો છે. આ દરમિયાન જે પણ કાર્ય કરશો, તેમાં સફળતાનો યોગ બની રહ્યો છે. પિતાની મદદથી નવી સંપત્તિ ખરીદવાની ઈચ્છા પૂર્ણ થશે. કારોબાર સંબંધિત યાત્રા પણ કરી શકો છો, જે તમારા માટે શુભ સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થવાનો યોગ બની રહ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ