બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Shukra gochar is from july 7, vrishab karka kanya tula kumbh rashi can get benefits

જ્યોતિષ શાસ્ત્ર / બસ બે જ દિવસ બાકી, પછી આ 5 રાશિના જાતકો પર થશે શુક્રની કૃપા: બની રહ્યા છે જોરદાર ધનલાભના યોગ

Vaidehi

Last Updated: 06:29 PM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

7 જૂલાઈથી થનાર શુક્ર ગોચર અનેક રાશિનાં જાતકો માટે લાભદાયી રહેશે. ધનલાભથી લઈને અનેક બાબતોમાં નસીબ ચમકી શકે છે.

  • 7 જૂલાઈનાં રોજ બનશે શુભ યોગ
  • શુક્રનું સિંહ રાશિમાં થશે ગોચર
  • 5 રાશિનાં જાતકો માટે આ ગોચર લાભદાયી

7 જૂલાઈનાં શુક્ર સિંહ રાશિમાં ગોચર કરશે. શુક્રને પ્રેમ અને સૌંદર્યનો કારક માનવામાં આવે છે. જ્યોતિષો માને છે કે આ ગોચર એકાએક ભાગ્યને સાથ આપી શકે છે અને આવતા મહિને કેટલીક રાશિનાં જાતકોની કમાણીમાં વૃદ્ધિ થઈ શકે છે. 

આ રાશિઓને થઈ શકે છે લાભ:

વૃષભ રાશિ
વૃષભ રાશિમાં શુક્રનું ગોચર જાતકોનાં પારિવારિક જીવનમાં ખુશીઓ લઈને આવશે. આ ગોચર તમારા જીવનમાં સમૃદ્ધિ લાવવાની સાથે-સાથે સૌભાગ્ય પણ લાવશે. એટલું જ નહીં તમારી ઉંમરમાં પણ વૃદ્ધિ થશે. આ સમયગાળામાં તમે નવું વાહન અથવા સંપત્તિમાં રોકાણ કરવા પર પણ વિચાર કરી શખો છો. વિદ્યાર્થીઓને સફળતા મળવાની સંભાવના છે જ્યારે કેટલાક લોકો બેંકથી લોન લઈને વ્યવસાય પણ શરૂ કરી શકે છે. નોકરીની સ્થિતિમાં સુધાર થશે.

કર્ક રાશિ
શુક્રનાં ગોચરથી આ રાશિનાં જાતકોનાં જીવનમાં ખુશીઓ વધશે. આર્થિક લાભનાં નવા અવસર પેદા થશે જેના લીધે આવકમાં વૃદ્ધિ થશે. આવકનાં નવા સ્ત્રોત સામે આવવાથી તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે અને રોજગાર સંબંધિત સકારાત્મક સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.

કન્યા રાશિ
કન્યા રાશિમાં જન્મેલા લોકો માટે શુક્રનું ગોચર શુભ સાબિત થશે. વેપાર સાથે સંકળાયેલા લોકો માટે આ ગોચર અત્યંત લાભદાયી માનવામાં આવી રહ્યું છે. તમારી વિદેશ યાત્રા સારી રીતે પૂર્ણ થઈ શકે છે. તમે પૈસા ખરચીને તમારા શોખ પણ પૂરા કરી શકશો. આવકમાં એકાએક વૃદ્ધિ શક્ય છે અને તમારું જીવન સંતુલિત રહેશે. ઘરનો માહોલ આનંદિત રહેશે.

તુલા રાશિ
શુક્રનું તુલા રાશિમાં ગોચર થવાથી આ રાશિનાં જાતકોનાં જીવન પર શુભ પ્રભાવ પડશે. આર્થિક રૂપે આ સમયગાળામાં તમે ઉન્નતિ કરશો. લાંબા સમયથી અટકાયેલા કામ પૂર્ણ થઈ શકે જેનાથી તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો આવશે. તમારા કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારી તમારા કામનાં વખાણ કરશે.

કુંભ રાશિ
કુંભ રાશિનાં જાતકો માટે શુક્રનું ગોચર આર્થિક સમૃદ્ધિ લઈને આવી શકે છે. જીવનસાથીની સાથેની ગેરસમજ દૂર થશે અને બંને એકબીજાની નજીક આવશે. પરિવારનાં સદસ્યો તમને ભરપૂર સહયોગ આપશે અને પરિવાર સાથે સારો સમય પણ વ્યતિત કરી શકશો. આવકનાં નવા રસ્તાઓ ખુલી શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ