બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / કૃષ્ણ જન્મોત્સવ પર બની રહ્યો છે દ્વાપર યુગ જેવો દુર્લભ સંયોગ, આ કરવાથી ધાર્યું ફળ થશે પ્રાપ્ત
Last Updated: 08:47 PM, 23 August 2024
વર્ષોથી જન્માષ્ટમીના તહેવારને ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. જેમાં આજે માત્ર ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં જન્માષ્ટમીને એક મહોત્સવની જેમ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હોવાથી એક મોટા તહેવાર રૂપે ઉજવવામાં આવે છે. જન્માષ્ટમી 2024 તેના ટાયમિંગને લઈને ઘણી રીતે ખાસ રહેશે. આ જન્માષ્ટમીનાં દિવસે એવા સેમ યોગ બની રહ્યા છે કે જેવા દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણનાં જન્મનાં દિવસે બન્યા હતા. જેથી આ વર્ષે જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણની પૂજા કરવાથી ખુબ લાભ મળી શકે છે.
ADVERTISEMENT

જન્માષ્ટમી કયારે છે?
ADVERTISEMENT
જન્માષ્ટમીને દર વર્ષે ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની આઠમી તિથિના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની તિથીની શરૂઆત 26 ઓગસ્ટે સવારે 3:40 મીનીટથી લઈને 27 ઓગસ્ટે સવારમાં 2:20 મીનીટ સુધી રહેશે.

ADVERTISEMENT
પૂજા માટે શું મુહૂર્ત છે?
દરેક તહેવારની જેમ જ જન્માષ્ટમીની તિથિ, યોગ અને મુહુર્તનું ખુબ મહત્વ હોય છે. આ વર્ષે જન્માષ્ટમી પર પૂજા કરવા માટે મુહુર્ત 27 ઓગસ્ટ 11:59 મીનીટથી લઈને 12:43 મિનિટ સુધી ચાલશે. આ વખતે પૂજા કરવા માટે સમયમર્યાદા 44 મીનીટની રહેશે. અને રોહિણી નક્ષત્રની શરૂઆત 26 ઓગસ્ટના રોજ સાંજે 3:55 મિનિટે થશે જે 27 ઓગસ્ટની સાંજે 3:38 મિનિટ સુધી ચાલશે.
ADVERTISEMENT
વધુ વાંચો: આ જન્માષ્ટમીએ જો તમારી રાશિ મુજબ અપનાવશો આ ઉપાય, તો થશે ભગવાન શ્રીકૃષ્ણની અપાર કૃપા
કેવો સંયોગ બનશે?
ADVERTISEMENT
આ વર્ષની જન્માષ્ટમી ખુબ જ મહત્વપૂર્ણ રહેવાની છે. કારણકે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દ્વાપર યુગમાં ભદ્રપદ મહિનાનાં કૃષ્ણ પક્ષની આઠમી તિથિ અને રોહિણી નક્ષત્રમાં રાત્રે 12 વાગ્યે થયો હતો. તે સાથે સૂર્ય સિંહ રાશીમાં અને ચંદ્રમાં વૃષભ રાશીમાં હતા, સેમ આવો જ સંયોગ શ્રી કૃષ્ણનાં જન્મ સમયે પણ હતો. એટલું જ નહિ આ વર્ષે 26 ઓગસ્ટનાં રોજ હર્ષણ યોગ અને જયંત યોગ પણ બની રહ્યો છે. જે એમ દર્શાવે છે કે, જો આ જન્માષ્ટમી પર તમે કૃષ્ણ ભગવાનની પૂજા કરો છો તો તમારી દરેક મનોકામના પૂરી થશે. આ એક અત્યંત દુર્લભ યોગ છે જે વારંવાર નથી જોવા મળતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.