બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / સ્પોર્ટસ / Cricket / Shock to Australia before T20 World Cup veteran player announces retirement

ક્રિકેટ / T20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાને ઝટકો, દિગ્ગજ ખેલાડીએ કર્યું સંન્યાસનું એલાન

Vishal Khamar

Last Updated: 05:11 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયાનાં સ્ટાર ખેલાાડી જેણે 2024 માં T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સ્ટાર ખેલાડી અચાનક જ પરિવારજનોને યાદ કરીને ભાવુક થયા બાદ સંન્યાસની જાહેરાત કરતા ક્રિકેટરનાં ચાહકોમાં નારાજગી વ્યાપી જવા પામી હતી.

ઓસ્ટ્રેલિયન વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડે અચાનક નિવૃત્તિ જાહેર કરી છે. જોકે, વેડે માત્ર લાલ બોલની ક્રિકેટને અલવિદા કહી દીધું છે. એટલે કે તે ઓસ્ટ્રેલિયા માટે મર્યાદિત ઓવરની ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. આ સિવાય તે IPLમાં પણ રમતા જોવા મળશે. 

36 વર્ષના વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. હવે તે ઓસ્ટ્રેલિયા માટે ક્યારેય ટેસ્ટ ક્રિકેટ નહીં રમે. વેડે ઓસ્ટ્રેલિયા માટે 36 ટેસ્ટ રમી હતી. આ ખેલાડીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 165 મેચ રમી હતી. આ દરમિયાન વેડે અંદાજે 10 હજાર રન બનાવ્યા હતા. 

વેડે લાલ બોલની ક્રિકેટને અલવિદા કહી દીધું છે, પરંતુ તે સફેદ બોલની ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. મેથ્યુ વેડ આ વર્ષે જૂનમાં રમાનાર 2024 T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાનો વિકેટકીપર બની શકે છે. તેણે 2021 T20 વર્લ્ડ કપમાં શાહીન આફ્રિદીને હરાવીને ઓસ્ટ્રેલિયા માટે હારી ગયેલી રમત જીતી હતી. વેડ IPLમાં ગુજરાત ટાઇટન્સ ટીમનો ભાગ છે. 

મેથ્યુ વેડે શું કહ્યું?

મેથ્યુ વેડે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, "સૌથી પહેલા હું મારા પરિવાર, મારી પત્ની અને બાળકોનો મારા ક્રિકેટ કરિયર દરમિયાન આપેલા બલિદાન માટે આભાર માનું છું, કારણ કે મેં એક રેડ બોલ ક્રિકેટર તરીકે ઓસ્ટ્રેલિયા અને વિશ્વનું પ્રતિનિધિત્વ કર્યું છે. પ્રવાસ કર્યો છે. લાંબા ફોર્મેટની રમત જે પડકારો પ્રદાન કરે છે તેનો મેં સારી રીતે આનંદ માણ્યો છે. જોકે હું સફેદ બોલની ક્રિકેટ રમવાનું ચાલુ રાખીશ, પરંતુ મારા દેશ માટે રમતી વખતે બેગી ગ્રીન પહેરવું એ મારી કારકિર્દીની વિશેષતા રહી છે."

વધુ વાંચોઃ શું સૂર્યકુમાર યાદવ મેદાન પર વાપસી માટે તૈયાર! વીડિયો શેર કરી ફેન્સને આપી અપડેટ

મેથ્યુ વેડની કારકિર્દી આવી હતી 

વેડે ઓસ્ટ્રેલિયા માટે 36 ટેસ્ટમાં લગભગ 30ની એવરેજથી 1613 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી ચાર સદી અને પાંચ અડધી સદી આવી હતી. જ્યારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 165 મેચોમાં વેડના નામે 41ની એવરેજથી 9183 રન છે. આ દરમિયાન તેના બેટમાંથી 19 સદી અને 54 અડધી સદી આવી. વેડે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 442 કેચ અને 21 સ્ટમ્પિંગ કર્યા હતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ