બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 suryakumar yadav gives his fitness update share video

IPL 2024 / શું સૂર્યકુમાર યાદવ મેદાન પર વાપસી માટે તૈયાર! વીડિયો શેર કરી ફેન્સને આપી અપડેટ

Arohi

Last Updated: 04:00 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Suryakumar yadav: સુર્યકુમાર યાદવ સાઉથ આફ્રીકા પ્રવાસ પર ફિલ્ડિંગ વખતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ત્યારે તેમને સ્પોર્ટ્સ હર્નિયા ઈન્જરી પણ ડિટેક્ટ થઈ હતી. જેના કારણે તેમને સર્જરી પણ કરાવવી પડી હતી.

ટીમ ઈન્ડિયાના મિસ્ટર 360 ડિગ્રી બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ક્રિકેટ મેદાન પર પરત ફરવા માટે તૈયાર છે. તે સ્પોર્ટ્સ હર્નિયાની ઈન્જરીથી હવે ઠીક થઈ ચુક્યા છે. તેમણે જાન્યુઆરીમાં સર્જરી કરાવી હતી. તેના પહેલા ડાબા પગના ઘૂંટણમાં પણ ઈજા પહોંચી હતી. જ્યારે તે સાઉથ આફ્રીકા પ્રવાસ પર ફિલ્ડિંગ કરતા ઈજાગ્રસ્ત થયા હતા. 

આઈપીએલ રમવા માટે એકદમ ફિટ છે સૂર્યા 
સૂર્યા સર્જરી અને રિહૈબ બાદ હવે બિલકુલ ફિટ છે અને આઈપીએલ ક્રિકેટના મેદાન પર વાપસી માટે તૈયાર છે. તેમણે પોતાના વર્કઆઉટનો એક વીડિયો પોસ્ટ કરતા ફેન્સને આ જાણકારી આપી છે. તેમણે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું, "કામ ચાલું છે મિત્રો ટૂંક સમયમાં જ મળીશું."

તેમના આ વીડિયોને લાખો ફેંસ લાઈક કરી ચુક્યા છે તેમને જલ્દી ફિટ થવાની દૂઆ આપી રહ્યા છે. જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં જ્યારે ભારતીય ટીમ સાઉથ આફ્રીકા પ્રવાસ પર હતી ત્યારે સૂર્યકુમાર ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમનો ઘૂંટણ ઈજાગ્રસ્ત થયો હતો. આ ઈજાના કારણે તેમને સાઉથ આફ્રિકા પ્રવાસને વચ્ચે જ છોડવો પડ્યો હતો. એ સમયે તેમને સ્પોર્ટ્સ હર્નિયાની ઈન્જરીની જાણકારી મળી. 

સર્જરી માટે ગયા હતા જર્મની 
આ ઈજાની સર્જરી માટે તે જર્મનીમાં ગયા હતા. આ ઈજાના કારણે તે પોતાની ઘરેલુ ટીમ મુંબઈ માટે રણજી ટ્રોફીનો ભાગ ન બની શક્યા. તેના ઉપરાંત તેમણે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાનની સામે ટી20 સીરિઝ પણ મિસ કરી હતી. પહેલા જાણવા મળ્યું હતું કે સૂર્યાને આ ઈજાથી સાજા થવા માટે થોડો સમય લાગી શકે છે અને એવામાં તે આઈપીએલની અમુક મેચ મિસ કરી શકે છે. 

વધુ વાંચો: ડોમેસ્ટિક ક્રિકેટ ન રમવા પર પૂર્વ ક્રિકેટરનો હાર્દિક પંડ્યા પર કટાક્ષ, કહ્યું 'શું તે ચંદ્ર પરથી આવ્યો છે?'

પરંતુ હવે તેમની ફિટનેસ અને વર્કઆઉટનો વીડિયો જોઈને લાગી રહ્યું છે કે તે તૂફાની બેટિંગ માટે શરૂઆતી મેચોમાં પણ રમવા માટે તૈયાર છે.  IPLની શરૂઆત આ વખતે 22 માર્ચથી થઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોતાના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં 24 માર્ચે અમદાવારમાં સીઝનની શરૂઆથ કરવા મેદાન પર ઉતરશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ