બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL praveen kumar said about hardik pandya not playing in ranji trophy

સ્પોર્ટ્સ / ડોમેસ્ટિક ક્રિકેટ ન રમવા પર પૂર્વ ક્રિકેટરનો હાર્દિક પંડ્યા પર કટાક્ષ, કહ્યું 'શું તે ચંદ્ર પરથી આવ્યો છે?'

Arohi

Last Updated: 12:36 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hardik Pandya IPL 2024: ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને ડોમેસ્ટિક ક્રિકેટમાં ન રમવાને લઈને ખૂબ જ આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હાર્દિક પંડ્યાનો ઉલ્લેખ ન થયો.

હાર્દિક પંડ્યા વિશ્વ કપ 2023 વખતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ત્યાર બાદ તે ઘણા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યા. પરંતુ હવે પંડ્યા મેદાન પર વાપસી કરી ચુક્યા છે. પરંતુ તે ડોમેસ્ટિક ક્રિકેટમાં નહીં રમે. ત્યાં જ શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને ડોમેસ્ટિક ક્રિકેટ ન રમવાના કારણે ખૂબ જ આલોચનાનો સામનો કરવો પડ્યો. આટલું જ નહીં આ ખેલાડીઓને બીસીસીઆઈએ કોન્ટ્રેક્સમાં પણ નથી જોયા. 

હાલમાં જ પૂર્વ ભારતીય ક્રિકેટર પ્રવીણ કુમારે પંડ્યા પર પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે બધા ખેલાડીઓની સાથે સમાન વ્યવહાર થવો જોઈએ. પંડ્યા અલગ નથી. તેમણે પણ ઘરેલુ ક્રિકેટમાં રમવું જોઈએ. 

પ્રવીણ કુમારે શુભાંકર મિશ્રા યુટ્યુબ ચેનલ પર કહ્યું, "હાર્દિક પંડ્યા શું ચંદ્ર પરથી ઉતરીને આવ્યા છે? તેમને પણ રમવું પડશે. શું તેમના માટે અલગ નિયમ છે? બોર્ડને તેમને પણ ધમકાવવા જોઈએ. તેમણે ત્રણેય ફોર્મેટ્સમાં રમવું જોઈએ."

મહત્વનું છે કે પંડ્યાએ ટીમ ઈન્ડિયા માટે છેલ્લી ટેસ્ટ મેચ સપ્ટેમ્બર 2018માં ઈંગ્લેન્ડના સામે રમી હતી. ત્યાં જ છેલ્લી વનડે મેચ ઓક્ટોબર 2023માં રમાશે. તે તેના બાદ ઈજાના કારણે ટીમ ઈન્ડિયાથી બહાર થઈ ગયા. 

વધુ વાંચો: કોઇ કોમેન્ટેટર તો કોઇ રાજનેતા..., ક્યાં છે 2008ના એ IPL વિજેતા, જેમનો એકસમયે હતો દબદબો

હાર્દિક પંડ્યા 2024માં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમશે. તેમને ટીમના કેપ્ટન બનાવી દેવામાં આવ્યા છે. પંડ્યા તેના પહેલા ગુજરાત ટાઈટન્સ માટે રમતા હતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ