બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Shiv Sena leader Uddhav Thackeray accused the central government in a public meeting in Mumbai

નિવેદન / અમે નામર્દોની ઔલાદ નથી, 'મુંબઈ તમારા બાપની છે'? ઉદ્ધવ ઠાકરે-સંજય રાઉત બરાબરના ગરજ્યાં

Kishor

Last Updated: 06:42 PM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાં શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે જાહેર સભામા કેન્દ્ર સરકાર પર ચાબખા મારી 'અમે નામર્દોની ઓલાદ નથી. જો તમારે ઈડી સીબીઆઈનો ડર અને તાકાત બતાવવી હોય તો મણીપુર જઈને બતાવો' તેવું કહ્યું હતું.

  • મુંબઈમાં શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે એક જાહેર સભાનું સંબોધન કર્યું
  • કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી
  • તમામ લોકોનો ઉત્સાહ જોઈને હું આનંદ અનુભવું છું : ઉદ્ધવ ઠાકરે

મુંબઈમાં શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે એક જાહેર સભાનું સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. તેમણે શિંદે જૂથ પર નિશાન સાંધતા કહ્યું હતું કે તમામ લોકોનો ઉત્સાહ જોઈને હું આનંદ અનુભવું છું. મારી પાસે કોઈ પોસ્ટ કે પ્રતીક ન હોવા છતાં પણ તમે બધા મારી સાથે છો તેનો મને આનંદ છે. હવે ગમે તેટલા અફઝલખાનને આવવા દ્યો કોઈ ફર્ક પડતો નથી!

ભાજપે વચન નિભાવ્યું હોત તો CMની ખુરશી પર હું નહીં પણ આ વ્યક્તિ હોત: ઉદ્ધવ  ઠાકરે | maharashtra chief minister uddhav thackeray attacks bjp says he did  not ask for moon and

શિક્ષણનો વ્યાપ વધારવો જોઈએ
તેઓએ હુંકાર કરતા કહ્યું કે અમે નામર્દોની ઓલાદ નથી. જો તમારે ઈડી સીબીઆઈનો ડર અને તાકાત બતાવવી હોય તો મણીપુર જઈને બતાવો. સાથે સાથે વડાપ્રધાનને ટોણો મારતા એવું કહ્યું હતું કે અમે સાંભળ્યું છે કે મોદીજી અમેરિકા જઈ રહ્યા છે. તે અમેરિકા જઈ શકશે પરંતુ મણીપુર નહીં જાય! તેમ પણ કહ્યું હતું. બીજી બાજુ આ રેલીમાં મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી આદિત્ય ઠાકોર પણ જોડાયા હતા તેમણે કહ્યું હતું કે જો સમાજને આગળ વધવું હોય તો શિક્ષણનો વ્યાપ વધારવો જોઈએ. અને તેમના કામના યશપરિણામ સ્વરૂપે જ ઉદ્ધવ ઠાકરેનું નામ દેશના ટોપ 3 મુખ્યમંત્રીઓની યાદીમાં સામેલ હતું.

હિમ્મત હોય તો મુંબઈ સહિત 14 મહાનગરપાલિકાની ચૂંટણી જીતો
શિંદે સરકારને ઘેરાવમાં લઈને આક્ષેપો કરતા જણાવ્યું હતું કે અમે જનતાના હિત માટે જે કામો શરૂ કર્યા હતા. તે તમામ કામો આ દેશ વિરોધી સરકારે બંધ કરી દીધા છે. હું પડકાર ફેંકું છું કે દેશ અને દુનિયામાં મુંબઈ મહાનગરપાલિકા કરતા વધુ સારી આરોગ્યની સુવિધાઓ અન્ય કોઈ જગ્યાએ નહીં હોય! વધુમાં નાણાકીય સ્થિતિમાં પણ સારો વધારો કરે એ મુંબઈ મહાનગરપાલિકાની રકમ 650 કરોડની ખોટમાંથી વધારીને 92,000 કરોડની કરી હોવાનું કહ્યું હતું. સંજય રાઉતે પડકાર ફેંકતા કહ્યું કે જો હિમ્મત હોય તો મુંબઈ સહિત 14 મહાનગરપાલિકાની ચૂંટણી જીતીને બતાવો પછી મુંબઈ કબજે કરવાની વાત કરજો!

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ