બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Share Market Today Like Chandrayaan, the stock market also flew: Sensex crossed 65 thousand

માર્કેટ મજામાં / ચંદ્રયાનની જેમ શેરબજારે પણ ઉડાન ભરી: સેન્સેક્સ 65 હજારને પાર, જાણો કઈ કઈ કંપનીના શેરમાં રોકાણકારો થયા માલામાલ

Megha

Last Updated: 10:33 AM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Share Market Today: આજે ભારતીય શેરબજાર પણ ચંદ્રયાન-3ની સફળતાની ઉજવણી કરી રહ્યું છે. BSE સેન્સેક્સ 333.95 પોઈન્ટ ઉછળીને 65,767.25 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.

  • ચંદ્રયાનની આ સિદ્ધિને કારણે આજે શેરોમાં પણ ઉડાન જોવા મળી 
  • શેરબજાર પણ ચંદ્રયાન-3ની સફળતાની ઉજવણી કરી રહ્યું છે
  • ભારતીય બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે

Stock Market Opening: બુધવારે ભારતના ચંદ્રયાને ચંદ્ર પર પગ મૂકતાં સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું હતું. ચંદ્રયાનની આ સિદ્ધિને કારણે આજે શેરોમાં પણ ઉડાન જોવા મળી રહી છે. આજે અદાણીના શેરમાં અને IT શેરમાં સાથે પણ તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે.

ભારતીય શેરબજારમાં જોરદાર તેજી 
શેરબજાર પણ ચંદ્રયાન-3ની સફળતાની ઉજવણી કરી રહ્યું છે. લાંબા સમય બાદ ભારતીય બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. BSE સેન્સેક્સ 333.95 પોઈન્ટ ઉછળીને 65,767.25 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. તે જ સમયે NSE નિફ્ટી ફરી એકવાર 101.65 પોઈન્ટના વધારા સાથે 19,545.65 પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે લાંબા સમય બાદ માર્કેટમાં આટલી સારી તેજી જોવા મળી રહી છે. દરેક ઈન્ડેક્સ શરૂઆતના વેપારમાં લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે. 

સેન્સેક્સમાં સમાવિષ્ટ શેરો પર નજર કરીએ તો અદાણી પાવર, ટાટા એલ્ક્સી, અદાણી એન્ટરપ્રાઇઝિસ અને ટેક મહિન્દ્રામાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે. સેન્સેક્સના 30માંથી 29 શેરોમાં તેજી જોવા મળી માત્ર Jio ફાયનાન્સિયલ સર્વિસના શેર જ ઘટાડો દેખાય રહ્યો છે. બીજી તરફ નિફ્ટીની વાત કરીએ તો 50માંથી 48 શેરો લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. માત્ર 2માં ઘટાડો જોવા મળી રહ્યો છે.  

લિસ્ટિંગના ચોથા દિવસે પણ Jio ફાયનાન્સિયલ સર્વિસિસનો શેર ઘટી રહ્યો છે અને આજે પણ તેમાં લોઅર સર્કિટ લાગી છે. 5 ટકાના ઘટાડા સાથે તે રૂ. 215.90 પ્રતિ શેર ટ્રેડ રહ્યો છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Chandrayaan-3 news Share Market Open Share Market Today share market news stock market opening ચંદ્રયાન-3 શેરબજાર ન્યૂઝ શેરબજારમાં તેજી Share Market News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ