બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Shanidev margi to Kumbh Rashi from 4 november will might affect some people

શનિમાર્ગી / શનિદેવ આ રાશિના જાતકોના જીવનમાં ભૂચાલ મચાવશે! આ રાશિવાળાઓને ચિંતા નહીં, મોટા પરિવર્તનના સંકેત

Vaidehi

Last Updated: 08:22 PM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિદેવ જે વ્યક્તિ પર પ્રસન્ન થાય છે તેમને શુભ ફળ પ્રદાન કરે છે. 4 નવેમ્બરથી શનિદેવ કુંભ રાશિમાં માર્ગી થશે જેની સકારાત્મક અસર કેટલીક રાશીઓ પર શુભ અને અશુભ અસર થઈ શકે છે.

  • શનિદેવ 4 નવેમ્બરથી કુંભ રાશિમાં માર્ગી થશે
  • માર્ગી થવાની અસર અનેક રાશીઓ પર થઈ શકે છે
  • શુભ-અશુભ અસરથી સાવેચત રહેવું જોઈએ

શનિદેનને જ્યોતિષ શાસ્ત્રમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. શનિદેવને પાપી અને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે. શનિદેવનાં ક્રોધિત થવા પર વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ એવું નથી કે શનિદેવ માત્ર અશુભ ફળ જ પ્રદાન કરે છે. શનિદેવ શુભ ફળ પણ પ્રદાન કરે છે. શનિદેવ પ્રસન્ન થઈને જેને શુભ ફળ પ્રદાન કરે છે તે માણસનો ભાગ્યોદય થઈ જાય છે.  4 નવેમ્બરથી શનિદેવ કુંભ રાશિમાં માર્ગી થશે જેની સકારાત્મક અસર કેટલીક રાશીઓ પર થશે. જ્યારે કેટલીક રાશીઓએ સાવધાની રાખવી પડશે.

મેષ રાશિ- મન અશાંત રહેશે. મનમાં નકારાત્મક વિચારોથી બચવું. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. નોકરી માટે વિદેશ જવાના ચાન્સ બની રહ્યાં છે. તમારે પરિવારથી દૂર પણ રહેવું પડી શકે છે.

વૃષભ- મનમાં નિરાશા અને અસંતોષ શક્ય છે. નોકરી બદલાવની તક મળી શકે છે. કાર્યક્ષેત્રમાં પ્રમોશન પણ શક્ય છે. તમને વાહન પણ પ્રાપ્ત થઈ શકે છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું.

મિથુન- મન ચિંતિત રહી શકે છે. આત્મવિશ્વાસનો અભાવ રહી શકે છે. પિતા તરફથી સહયોગ મળશે અને તમને મિત્રોનો સહયોગ પણ મળી શકે છે. આ સમયગાળા દરમિયાન ભાગગોડ રહી શકે છે.

કર્ક- માનસિક શાંતિ મળશે.નોકરી બદલવાની તકો પણ મળી શકે છે જેથી કાર્યક્ષેત્રમાં બદલાવ પણ આવી શકે છે. 

સિંહ- ધૈર્યનો અભાવ રહેશે તેથી ધીરજ રાખવી. તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ પણ મળશે. પરિવારમાં ધાર્મિક કાર્યો વધી શકે છે. 

કન્યા - મન ચિંતિત રહી શકે છે. ધીરજ જાળવી રાખવાનો પ્રયાસ કરવો. સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું.

તુલા- મન અશાંત રહેશે તેવામાં આત્મસંયમ રાખવો. વ્યર્થ ગુસ્સો કે વાદવિવાદથી બચવું. શૈક્ષણિક કામોમાં મુશ્કેલીઓ શક્ય છે.

વૃશ્ચિક - આ સમયગાળો આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કાર્યોમાં પિતા તરફથી સહયોગ મળશે. વધારાનો ખર્ચ થવાની શક્યતા છે.

ધનુ - નોકરીની પરીક્ષાઓ અને ઇન્ટરવ્યૂ વગેરેમાં તમને સફળતા મળશે. તમને માન-સન્માન પણ મળશે.

મકર - આત્મવિશ્વાસ વધશે. પરંતુ ચિંતામાં વધારો શક્ય. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળ પર જઈ શકો છો. 

કુંભ- નોકરીમાં તમને અધિકારીઓનો સહયોગ મળશે.  અને નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે.

મીન- મનમાં ચિંતા વધશે પણ સંયમ રાખવો. વધુ પડતા ગુસ્સાથી બચવું. નોકરીમાં સ્થાન પરિવર્તનની સંભાવના છે જેથી આવકમાં પણ વધારો થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ