બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / shani gochar 2023 saturn transit in kumbh or aquarius on diwali these zodiac signs or rashi will be lucky

શનિ ગોચર / દિવાળી પહેલા શનિદેવ બદલશે ચાલ, આ રાશિના જાતકોને થશે અપાર લાભ

Manisha Jogi

Last Updated: 12:18 PM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈદિક જ્યોતિષ અનુસાર શનિ ગ્રહને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. શનિની બદલાતી ચાલના કારણે તમામ રાશિના જાતકો પર અસર થાય છે.

  • શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે
  • શનિદેવ દિવાળી પહેલા પોતાની ચાલ બદલશે
  • આ રાશિના જાતકોને થશે અપરંપાર લાભ

શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિદેવ દિવાળી પહેલા પોતાની ચાલ બદલશે. આ વર્ષે 12 નવેમ્બરના રોજ શનિવારે દિવાળી ઊજવવામાં આવશે અને 4 નવેમ્બરના રોજ શનિદેવ કુંભ રાશિમાં માર્ગી થશે. હાલમાં શનિદેવ કુંભ રાશિમાં વક્રી ચાલ ચાલી રહ્યા છે. વૈદિક જ્યોતિષ અનુસાર શનિ ગ્રહને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. શનિની બદલાતી ચાલના કારણે તમામ રાશિના જાતકો પર અસર થાય છે. દિવાળી પર શનિદેવની બદલાતી ચાલના કારણે કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

મેષ- સમાજમાં માન સમ્માન પ્રાપ્ત થશે. આરોગ્ય સારું રહેશે. બિઝનેસમાં તરક્કીનો યોગ બની રહ્યો છે. બિઝનેસમાં ધનનું આગમન થઈ શકે છે. નવા મિત્રો બનશે, જેનાથી લાભ થશે. ઓફિસમાં સારી પરિસ્થિતિ રહેશે. જે પણ ધન અટકેલું છે, તે પરત મળશે. 

વૃષભ- ભાગ્ય સાથ આપશે. આર્થિક પરિસ્થિતિ સારી રહેશે. પરિવાર સાથે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. કોઈ સારા સમાચાર મળી શકે છે. ઓફિસમાં સહકર્મીઓનો સાથ પ્રાપ્ત થશે. જે પણ કામ અટકેલા છે, તે કામ પૂર્ણ થશે. 

મિથુન- શનિની બદલાતી સ્થિતિને કારણે આ રાશિના જાતકોને આર્થિક લાભ થઈ શકે છે. ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનું રહેશે. કળા અને કૌશલ્ય સાથે સંકળાયેલા લોકો માટે હાલનો સમય સારો છે. કોઈ સારા સમાચાર મળી શકે છે. 

ધન- તમામ કામમાં સફળતા પ્રાપ્ત થશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. મહેનતનું સારું પરિણામ પ્રાપ્ત થશે. નોકરીમાં નવી તક મળશે, જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળશે, ઘરમાં ખુશીઓનો સંચાર થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ