બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / shani dev in aquarius saturn retrograde 2023 time these people will face challenge

ઉપાય / ખરાબ સમય થઈ રહ્યો છે શરૂ, અઢી વર્ષ સુધી આ રાશિના જાતકોને રહેશે પરેશાની: કુંભ રાશિમાં રહેશે શનિદેવ

Arohi

Last Updated: 04:19 PM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shani Upay: શનિદેવની કૃપાથી વ્યક્તિ રંકથી રાજા બની શકે છે. શનિ દેવના આશીર્વાદથી બધા કામ થઈ શકે છે. ત્યાં જ શનિની અશુભ સ્થિતિ જીવનમાં મુશ્કેલીઓ વધારી પણ શકે છે.

  • કુંભ રાશિમાં રહેશે શનિદેવ
  • અઢી વર્ષ સુધી આ રાશિના લોકોને થશે મુશ્કેલી 
  • ખરાબ સમય થઈ રહ્યો છે શરૂ

શનિ ગ્રહને એક ક્રૂર ગ્રહ માનવામાં આવે છે જે લોકોને તેમના કર્મોના આધાર પર ફળ આપે છે. માટે આ ગ્રહને કર્મ કારક ગ્રહ કહેવામાં આવે છે. તેને મકર અને કુંભ રાશિનું સ્વામિત્વ પ્રાપ્ત છે. માટે સૌથી ધીમી ગતિથી ચાલતો ગ્રહ છે. શનિ દેવ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. શનિ આ સમયે કુંભ રાશિમાં છે. આવો જાણીએ કે શનિ દેવ કુંભ રાશિમાં ક્યા સુધી રહેશે અને તે સમયે તમારે કેવી કેવી સાવચેતી રાખવી જોઈએ. 

શનિની ચાલ 
શનિદેવ 17 જાન્યુઆરીએ કુંબ રાશિમાં પ્રવેશ કરી ચુક્યા હતા. હવા તે 30 માર્ચ 2025 સુધી આ રાશિમાં રહેશે. તેના બાદ ગુરૂની રાશિ મીનમાં પ્રવેશ કરી જશે. જોકે 17 જૂનથી શનિ કુંભ રાશિમાં વક્રી અવસ્થામાં છે અને 4 નવેમ્બર 2023 સુધી શનિ કુંભ રાશિમાં વક્રી જ રહેશે. ત્યાર બાદ 4 નવેમ્બરથી માર્ગી થઈ જશે. ત્યાર બાદ 29 જૂન 2024થી 14 નવેમ્બર 2024 સુધી શનિ ફરી વક્રી થઈ જશે. 

આ લોકોને વધશે મુશ્કેલીઓ 
શનિની આ ચાલથી કુંભ રાશિના લોકોને ખાસ સાવધાની રાખવાની જરૂર છે. ખાસ કરીને જે લોકો પર શિનની સાડેસાતી ચાલી રહી હોય તેમના જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. શનિની સાડેસાતીના ત્રણ તબક્કા હોય છે જેમાં તેમનો બીજો તબક્કો સૌથી મુશ્કેલ હોય છે. જે આ સમયે કુભ રાશિના લોકો પર ચાલી રહ્યો છે. આ સમયે કુંભ રાશિના જાતકોએ આવતા અઢી વર્ષ સુધી સતર્ક રહેવું પડશે. 

શનિના ઉપાય 
કુંભ રાશિના લોકોને દર મંગળવારે અને શનિવારે હનુમાનજીને બુંદીના લાડવા ચડાવવા જોઈએ. આ રાશિના લોકોને હનુમાન ચાલીસા અને બજરંગ બલીનો પાઠ કરવો જોઈએ. તમારે દરેક અમાસે કુષ્ઠ રોગિઓને ભોજન કરાવવું જોઈએ. જરૂરીયાત મંદોને કપડા અને કાળા અડદની દાળ દાન કરો. સાંજના સમયે પીપળના ઝાડમાં જળ, દૂધ, મધ, સાકર, ગોળ, ગંગાજળમાં સાકર અને કાળા તલ અર્પિત કરો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ