બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Shame on you man, this is the World Cup, Mohammad Shami's anger exploded on ex-Pakistani cricketer

સ્પોર્ટ્સ / 'યાર શરમ કરો, આ વર્લ્ડ કપ છે, ક્યારેક તો બીજાની સક્સેસને...', પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર પર ફૂટ્યો મોહમ્મદ શમીનો ગુસ્સો

Megha

Last Updated: 11:28 AM, 9 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શમીએ ઈન્સ્ટાગ્રામ પર હસન રઝાની ટીકા કરતા કહ્યું કે તેને થોડી શરમ આવવી જોઈએ. જો રઝા કોઈની વાત સાંભળવા માંગતા ન હોય તો પાકિસ્તાનના ફાસ્ટ બોલર વસીમ અકરમની વાત તો સાંભળવી જોઈએ.

  • પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર હસન રઝાએ ICC અને BCCI પર આરોપ લગાવ્યા  
  • કહ્યું હતું કે ભારતને બોલનો અલગ સેટ આપવામાં આવી રહ્યો છે
  • શમીએ ઈન્સ્ટાગ્રામ પર હસન રઝાની ટીકા કરતા કહ્યું ' થોડી શરમ કરો'

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ બુધવારે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર હસન રઝાની ભારત સામે બોલના અલગ-અલગ સેટનો ઉપયોગ કરવાના શરમજનક દાવા બદલ ટીકા કરી હતી. રઝાએ એક પાકિસ્તાની ચેનલ પર બોલતા આરોપ લગાવ્યો હતો કે ICC અને BCCI દ્વારા ભારતને બોલનો અલગ સેટ આપવામાં આવી રહ્યો છે, જેનાથી તેમને ચાલી રહેલા ODI વર્લ્ડ કપ 2023માં બોલથી વધુ સારી અસર કરવાની તક મળે છે.

રઝાએ કહ્યું હતું કે, 'અમે જોઈ રહ્યા છીએ કે જ્યારે તેઓ બેટિંગ કરે છે, ત્યારે તેઓ ખરેખર સારી બેટિંગ કરે છે અને જ્યારે ભારત બોલિંગ કરે છે, ત્યારે અચાનક બોલ ચાલવા લાગે છે. 7-8 ક્લોઝ ડીઆરએસ કોલ તેમની તરફેણમાં ગયા છે, સિરાજ અને શમી જે રીતે બોલને સ્વિંગ કરી રહ્યા હતા, એવું લાગી રહ્યું હતું કે ICC અથવા BCCI તેમને બીજા દાવમાં અલગ અને શંકાસ્પદ બોલ આપી રહ્યા છે. બોલની તપાસ કરવાની જરૂર છે.

શમીએ ઈન્સ્ટાગ્રામ પર હસન રઝાની ટીકા કરતા કહ્યું કે તેને થોડી શરમ આવવી જોઈએ. જો રઝા કોઈની વાત સાંભળવા માંગતા ન હોય તો તેમણે પાકિસ્તાનના મહાન ફાસ્ટ બોલર વસીમ અકરમની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ. શમીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કહ્યું, શેમ ઓન યુ મેન, રમત પર ધ્યાન આપો અને બિનજરૂરી બકવાસ પર નહીં. ક્યારેક અન્યની સફળતાનો આનંદ માણો. આ ICC વર્લ્ડ કપ છે, તમારી સ્થાનિક ટુર્નામેન્ટ નથી.

તેણે આગળ કહ્યું, 'તમે ખેલાડી હતા ને? વસીમભાઈએ સમજાવ્યું,તમને તમારા ખેલાડી વસીમ અકરમ પર વિશ્વાસ નથી.' જણાવી દઈએ કે આ પહેલા વસીમ અકરમે પણ મેચ બાદ રઝાની ટિપ્પણીની ટીકા કરી હતી અને તેને થોડી શરમ રાખવાનું કહ્યું હતું. 

શમીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે. તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમીએ આ વર્લ્ડ કપમાં શાનદાર બોલિંગ કરી છે અને 4 મેચમાં 16 વિકેટ લેવામાં સફળતા મેળવી છે. શમી વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારો બોલર પણ બની ગયો છે. શમીએ અત્યાર સુધી વર્લ્ડ કપમાં ભારત માટે કુલ 47 વિકેટ લીધી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ