બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / 'Shakti' came to Congress but it is old: Youth president Harpal Singh Vedhak questions former MLA Rajesh Gohil's serious allegations

આક્ષેપબાજી / કોંગ્રેસમાં 'શક્તિ' આવ્યા પણ આ ડખો જૂનો: પૂર્વ MLA રાજેશ ગોહિલના ગંભીર આરોપ પર યુથ પ્રમુખ હરપાલસિંહના વેધક સવાલ

Vishal Khamar

Last Updated: 04:41 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સત્ય શોધક સમિતીનાં રિપોર્ટ બાદ કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આજે યુથ કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, તેમને 2017 માં ટીકિટ મળી હતી તે કેવી રીતે મળી હતી. તેમજ પાર્ટીએ પૂર્વ ધારાસભ્યનાં આક્ષેપોની ગંભીર નોંધી લીધી છે.

  • કોંગ્રેસમાં અંદરો અંદર ચાલી રહેલ વિખવાદ વધુ વકર્યો
  • યુથ કોંગ્રેસ પ્રમુખે પૂર્વ ધારાસભ્યનાં આક્ષેપોના પાયા વિહોણા ગણાવ્યુ
  • સત્યશોધક સમિતિનાં રિપોર્ટ બાદ પૂર્વ ધારાસભ્યએ કર્યા હતા આક્ષેપો

એકબાજુ પ્રદેશ પ્રમુખને બદલીને ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવાનાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસમાં અંદરો અંદર ચાલી રહેલ વિખવાદનાં કારણે રોજ મીડિયામાં એકબીજી પર કોંગ્રેસનાં નેતાઓ દ્વારા આક્ષેપબાજી કરવામાં આવી રહી છે. સત્ય શોધ સમિતીનાં રિપોર્ટ બાદ પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલ દ્વારા ટિકીટ વેચાણ કર્યાનાં આક્ષેપ બાદ આજે યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ દ્વારા રાજેશ ગોહિલનાંઆક્ષેપોનો વળતો જવાબ આપ્યો હતો. 

2017 માં તેમને ટિકીટ કેવી રીતે મળીઃ હરપાલસિંહ ચુડાસમા 
આ બાબતે યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલે લગાવેલ આક્ષેપો બાબતે યુથ કોંગ્રેસનાં હરપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આ મુદ્દા પર એક આખું ઈન્ટરવ્યું કરવું હોય તો પણ થઈ શકે.  ત્યારે પૂર્વ ધારાસભ્ય દ્વારા જે આરોપો લગાવ્યા છે. ત્યારે સૌથી પહેલા તો એમણે જવાબ આપવો જોઈએ કે એમને જ્યારે 2017 માં ટિકીટ મળી તો અમને ટિકીટ કેવી રીતે મળી.  પ્રદેશની જે નેતાગીરી છે જેમાં જગદીશભાઈ હોય કે અમિતભાઈ ચાવડા હોય ત્યારે કોઈની પર આક્ષેપ લગાવતા પહેલા પાર્ટીએ  વિશ્વાસ મુકી એમને જે ટિકીટ આપવામાં આવી હતી.  
પાર્ટીનાં આગેવાનો પર પાયા વિહોણા આક્ષેપો કરવાએ બરાબર નથીઃ હરપાલસિંહ ચૂડાસમા
તેમજ 2017 થી લઈને 2022 સુધી જે એમની કામગીરી હતી એનું ક્યાંયને ક્યાંક મૂલ્યાંકન કરવું જોઈએ. અને પરિવર્તનએ  સંસારનો નિયમ છે. ત્યારે આજે હું કોઈ પણ સારા પદ ઉપર હોઉ અને સારી કામગીરી ન કરતો હોઈ તો મને પણ બદલવામાં આવે. જ્યારે આપણને કંઈ ન મળે અને પાર્ટીનાં આગેવાનો પર આપણે પાયા વિહોણા આક્ષેપએ પણ બરાબર નથી.  અને પાર્ટીએ પણ આની ગંભીર નોંધી લીધી છે.  જે કંઈ પણ નિર્ણય હશે તે આગામી દિવસોમાં પાર્ટી લેશે.  

હરપાલસિંહ ચુડાસમાં (અધ્યક્ષ, યુથ કોંગ્રેસ પ્રમુખ)

સત્યશોધ સમિતીનો રિપોર્ટ બાદ રાજકારણ ગરમાયું
ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને લઈ સૌથી મોટો ખુલાસો સામે આવતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના રકાસ અંગે સત્યશોધક રિપોર્ટમાં સૌથી મોટો ખુલાસો થયો છે. કોંગ્રેસની સત્ય શોધક કમિટીના રિપોર્ટમાં ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ ટિકિટનો વેપલો કર્યો હોવાનું સામે આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે. રિપોર્ટમાં ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ 35 બેઠકોની ટિકિટો વેચી ખાધી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ MLA રાજેશ ગોહિલે પણ સત્યશોધક સમિતિનો રિપોર્ટ સાચો ગણાવ્યો છે. સાથે જ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર પાછળ પ્રદેશ પ્રમુખને જવાબદાર ઠેરાવ્યા છે. 
પ્રભારી અને પ્રમુખે વહીવટ કરીને ટિકિટ આપીઃ  પૂર્વ MLA રાજેશ ગોહિલ
કોંગ્રેસની સત્યશોધક સમિતિના રિપોર્ટ બાદ કોંગ્રેસના પૂર્વ MLA રાજેશ ગોહિલે કહ્યું કે, સત્યશોધક સમિતિનો રિપોર્ટ સાચો છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ટિકિટનું વેચાણ કર્યું છે. જેના કારણોસર સારા આગેવાનોની ટિકિટ કપાઈ હતી. તેમણે જણાવ્યું છે કે, 2022માં કોંગ્રેસનું ધોવાણ થયું તેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જવાબદાર છે. તમામ નેતાઓએ મોટામોટા વહીવટ કરી ટિકિટ આપી છે. તો રાજેશ ગોહિલે પ્રદેશ પ્રમુખ અને પ્રભારીને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ