બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / મનોરંજન / વિશ્વ / Shakira can be jailed for 8 years, Allegations of tax evasion worth crores

પોપ સ્ટાર / કરોડોની ટેક્સચોરીના આરોપમાં આ સિંગરને થઈ શકે છે 8 વર્ષની જેલ, ગ્લોબલ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં છે ઘણું મોટું નામ

Megha

Last Updated: 11:32 AM, 30 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વકીલે કહ્યું હતું કે એ નિર્દોષ છે એ વાત નિશ્ચિત છે અને એટલા માટે સિંગર અદાલતમાં પંહોચી હતી પણ હવે કેસ ઊંધો પડી રહ્યો છે.

  • સુપરસ્ટાર શકીરા માટે આઠ વર્ષની સજા સંભળાવવામાં આવી શકે છે.
  • શકીરા પર 24 મિલિયન યુરોનો ફાઇન લાગવો જોઈએ
  • સ્પેન ટેક્સ ઓથોરીટીને શકીરાએ 17.2 મિલિયન યુરો ટેક્સ આપ્યો હતો

પોપ સિંગર શકીરાને લઈને ખરાબ સમાચાર આવી રહ્યા છે. સિંગરને આઠ વર્ષની સજા મળી શકે છે. એમના પર લગભગ 117 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીનો આરોપ સિંગર પર લાગ્યો છે. સ્પેનિશ પ્રોસિક્યુટરે શુક્રવારે મ્યુઝિક સુપરસ્ટાર શકીરા માટે આઠ વર્ષની સજા સંભળાવવામાં આવી શકે છે. 

બાર્સિલોનાના પ્રોસિક્યુટરે ડિમાન્ડ કરી છે કે શકીરા પર 24 મિલિયન યુરોનો ફાઇન લાગવો જોઈએ. શકીરાએ વર્ષ 2012 થી 2014 સુધી જે કમાણી કરી હતી તેના પર લગભગ 14.5 મિલિયન યુરો એમને ટેક્સ તરીકે નહતા આપ્યા. બુધવારે શકીરાએ યાચિકાને નકારી હતી જે પછી એમને હવે સજા ભોગવવી પડી શકે છે. શકીરાએ લગભગ 60 મિલિયન આલ્બમ્સ વેચ્યા છે. શકીરાના વકીલે કહ્યું હતું કે એ નિર્દોષ છે એ વાત નિશ્ચિત છે અને એટલા માટે સિંગર અદાલતમાં પંહોચી હતી પણ હવે કેસ ઊંધો પડી રહ્યો છે. 

જો કે અદાલત તરફથી હજુ કોઈ ઘોષણા થઈ નથી. શકીરા ગ્લોબલ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ઘણું મોટું નામ છે. શકીરા વકીલે કહ્યું છે અદાલતનો નિર્ણય આવે એ પહેલા સમજોતાની સંભાવના છે. પ્રોસિક્યુટરનું કહેવું છે શકીરા સ્પેનમાં વર્ષ 2011માં શિફ્ટ થઈ હતી. એ સમયે એમનો બાર્સિલોનાના ફૂટબોલર ગેરાર્ડ પિક સાથે રિલેશનમાં આવી હતી. કપલના બે બાળકો છે અને આ વર્ષે જ જૂનમાં બંનેએ અલગ પડવાનો નિર્ણય લીધો હતો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shakira (@shakira)

શકિરાના વકીલે કહ્યું હતું કે વર્ષ 2014 સુધી શકીરાએ ઇન્ટરનેશનલ ટુરથી ઘણા પૈસા કમાયા હતા અને 2015માં તે સ્પેન શિફ્ટ થઈ હતી. એ સમયે એમને બધો ટેક્સ ચૂકવી દીધો હતો. સ્પેન ટેક્સ ઓથોરીટીને શકીરાએ 17.2 મિલિયન યુરો ટેક્સ આપ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ