બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / shaiza have a mustache harnam kaur used a beard on her face in modeling know more

ના હોય! / લોકોની ટિપ્પણીઓને અવગણી આ મહિલાઓએ પસંદ કર્યુ પોતે છે તેવા રહેવાનું, દાઢી-મૂછને બનાવી પોતાની ઓળખ

Arohi

Last Updated: 05:13 PM, 25 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરળ અને બ્રિટનની બે મહિલાઓએ તેમના ચહેરા પર ઉગતા વાળને પોતાના જીવનનો એક ભાગ જ બનાવી લીધો છે ને દુનિયામાં ઓળખ બનાવી છે.

  • દાઢી-મૂછોના કારણે આ મહિલાઓ ચર્ચામાં 
  • કેરળની શાઈઝા મૂછોના કારણે ઘરાવે છે અલગ ઓળખ 
  • બ્રિટનમાં પંજાબી મહિલા રાખે છે ચહેરા પર દાઢી અને મૂછ 

દાઢી-મૂછ વાળી મહિલા.... આસાંભળીને જ અજીબ લાગે છેને?  પરંતુ કેરળ અને બ્રિટનમાં આવી જ મહિલાઓ છે જેમને આ પ્રકારના કમેન્ટ બિલકૂલ અજીબ નથી લાગતા. કારણ કે તેમાં તેમને કોઈ શરમ નથી અને કોઈ ફરક પણ નથી પડતો કે લોકો તેમના વિશે શું કહી રહ્યા છે. કેરળ અને બ્રિટનની બે મહિલાઓએ તેમના ચહેરા પર ઉગતા વાળને પોતાના જીવનનો એક ભાગ જ બનાવી લીધો છે ને દુનિયામાં ઓળખ બનાવી છે. 

શાઈઝાને પસંદ છે પોતાની મૂછો 
કેરળના કન્નૂર જિલ્લાની શાઈજા 35 વર્ષની છે. શાઈજાએ તેની મૂછોનો મઝાક ઉડાવતી બધી કમેન્ટ્સને ઈગનોર કરી. તેણે પોતાના વોટ્સએપ સ્ટેટસ પર મૂછોની સાથે પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો અને નોટ લખી કે તેને પોતાની મૂછો પસંદ છે. 

આઈબ્રોઝ કરાવે છે પણ મૂછ પર બ્લેડ નથી મરાવી 
ઘણી સ્ત્રીઓની જેમ તેણીના નાકની નીચે હળવા વાળ હતા. શાઈઝા ઘણીવાર તેની આઈબ્રોને થ્રેડિંગ કરાવે છે. પરંતુ તેણે ક્યારેય તેના ઉપરના હોઠ ઉપરના વાળ દૂર કરવાનું વિચાર્યું ન હતું. પરંતુ લગભગ 5 વર્ષ પહેલા તેના વાળ અચાનક જાડી મૂછમાં ફેરવાવા લાગ્યા. શાઈઝાને પરવા નહોતી. તેણે તેને મૂછ તરીકે રાખવાનું નક્કી કર્યું. 

ઘણા લોકોએ શાઈઝાને મૂછો હટાવવાની સલાહ આપી પરંતુ તેણે તેમને ના પાડી દીધી. શાઈઝા કહે છે, "મને નથી લાગતુ કે મૂછ કે બીજુ કંઈ પણ હોવાના કારણે મારી સુંદરતા પ્રભાવિત થાય છે."

શાઈઝાએ એક દશકથી વધારે સમયમાં હેલ્થ સાથે જોડાયેલી ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો. પહેલા તેને પોતાની બ્રેસ્ટમાં એક લંપને હટાવ્યો પછી પોતાની ઓવરીમાં શિસ્ટને બહાર કરાવ્યું. પાંચ વર્ષ પહેલા તેને હિસ્ટરક્ટોમીની સર્જરી કરાવી હતી. 

દિકરીમાં લાવવા માંગે છે તેના જેવો એટીટ્યૂડ 
જ્યારે શાઈઝાના લગ્ન થયા ત્યારે તે તમિલનાડુમાં રહેવા ગઈ જ્યાં તેને એક અલગ પ્રકારની સ્વતંત્રતાનો અનુભવ થયો. હવે શાઈઝા કહે છે - નવી જગ્યાએ કોઈ મને ઓળખશે કે અટકાવશે નહીં. હું રાત્રે આરામથી ફરી શકતી હતી. હવે હું મારી દીકરીમાં પણ આવો જ એટીટ્યુડ લાવવાનો પ્રયાસ કરી રહી છું.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Harnaam Kaur (@harnaamkaur)

બ્રિટનમાં પંજાબી મહિલા રાખે છે ચહેરા પર દાઢી અને મૂછ 
શાઈઝા પહેલા વિદેશમાં રહેતી હરનામ નામની મહિલા પ્રખ્યાત થઈ ચૂકી છે. હરનામ કૌર ભારતીય મૂળની મહિલા છે અને ઈંગ્લેન્ડમાં રહે છે. હરનામને તેની દાઢી મૂછના કારણે કોઈ સમસ્યા નથી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Harnaam Kaur (@harnaamkaur)

11 વર્ષની ઉંમરે ચહેરા પર વાળ આવવા લાગ્યા
જ્યારે તે સ્કૂલમાં હતી ત્યારે 11 વર્ષની ઉંમરે તેના શરીર પર વાળ ઉગવા લાગ્યા હતા. તેના ચહેરા પર દાઢી અને મૂછ વધવા લાગી. પછી ધીમે ધીમે વાળ છાતી સુધી ફેલાવવા લાગ્યા હતા. આ બધું જોઈને હરનામ અને તેનો પરિવાર પરેશાન થઈ ગયો. તેને સમજાતું નહોતું કે આ બધું અચાનક કેવી રીતે થવા લાગ્યું. હરનામના મિત્રો તેમનાથી અંતર રાખવા લાગ્યા.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Harnaam Kaur (@harnaamkaur)

આ બીમારીથી પીડિત છે હરમન
બાદમાં ડૉક્ટરને બતાવવા પર જાણવા મળ્યું કે હરનામ પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ નામની બીમારીથી પીડિત છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ બીમારીમાં શરીરમાં હોર્મોનલ ઈનબેલેન્સના કારણે હોર્મોનલ ચેન્જ થાય છે. આ કારણે કેટલીકવાર મહિલાઓના શરીર પરના વાળ પણ ઝડપથી વધવા લાગે છે. હરનામને બાળપણથી જ આ બીમારી હતી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Harnaam Kaur (@harnaamkaur)

મોડેલિંગની દુનિયામાં કમાવ્યું નામ 
શરૂઆતમાં તે તેના વધતા વાળથી ખૂબ જ પરેશાન હતી. પરંતુ બાદમાં તેણે વાળ સાથે મોડલિંગ કરવાનું નક્કી કર્યું. 27 વર્ષીય હરનામ હવે સંપૂર્ણ રીતે શીખ લાગે છે. તેને જોઈને કોઈપણ કહેશે કે હરનામ એક શીખ છે. આજે હરનામને મોટી સંખ્યામાં લોકો ઓળખે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ