બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / shahid kapoor talked about his role in padmaavat

મનોરંજન / હું ખુદને એ રોલમાં પસંદ નથી કરતો: 'પદ્માવત' ફિલ્મને લઈને શાહિદ કપૂર આ શું બોલ્યો!

Manisha Jogi

Last Updated: 04:14 PM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દીપિકા પાદુકોણ અને રણવીરની સિંહની સાથે શાહિદ કપૂરના રોલના પણ વખાણ કરવામાં આવ્યા હતા. શાહિદ કપૂર ખુદને રાજા રતન સિંહના રોલમાં બિલ્કુલ પણ પસંદ કરતા નહોતા.

  • આ ફિલ્મમાં શાહિદ કપૂરે રાજા રતન સિંહનું પાત્ર ભજવ્યું હતું
  • શાહિદ કપૂર ખુદને આ રોલમાં પસંદ કરતા નહોતા
  • જાણો શાહિદ કપૂરે શું નિવેદન આપ્યું

વર્ષ 2018માં સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘પદ્માવત’ આવી હતી. આ ફિલ્મમાં શાહિદ કપૂર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને અદિતી રાવ હૈદરીએ મુખ્ય પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં શાહિદ કપૂરે રાજા રતન સિંહનું પાત્ર ભજવ્યું હતું. દીપિકા પાદુકોણ અને રણવીરની સિંહની સાથે શાહિદ કપૂરના રોલના પણ વખાણ કરવામાં આવ્યા હતા. શાહિદ કપૂર ખુદને રાજા રતન સિંહના રોલમાં બિલ્કુલ પણ પસંદ કરતા નહોતા.

શાહિદ કપૂર હાલમાં ફિલ્મ ‘બ્લડી ડેડી’નું પ્રમોશન કરી રહ્યા છે. આ ફિલ્મ 9 જૂનના રોજ જિયો સિનેમાં પર રિલીઝ થશે. શાહિદ કપૂરે આ ફિલ્મના પ્રમોશન દરમિયાન જણાવ્યું હતું કે, ‘જો તક મળશે તો ફિલ્મ ‘પદ્માવત’ના રાજા રતન સિંહનું પાત્ર ફરી એકવાર અલગ પ્રકારે ભજવવા માંગશે.’ શાહિદ કપૂર જણાવે છે કે, ‘હું ખુદને તે રોલમાં પસંદ કરતો નથી. મેં આ પાત્ર માત્ર એક જ પ્રકારે ભજવ્યું છે અને એક્સ્પ્લોર કર્યું નથી. અન્ય લોકોને મારું આ પાત્ર પસંદ આવ્યું હશે, પરંતુ હું ખુદને આ રોલમાં પસંદ કરતો નથી.’

શાહિદ કપૂર જણાવે છે કે, ફિલ્મ ‘પદ્માવત’ના સેટ પર તે ખુદને આઉટસાઈડર તરીકે ફીલ કરતો હતો. ‘હું મારી તમામ ફિલ્મમાં ફિલ્મ મેકર્સનો ફેવરિટ રહ્યો છું, પહેલી વાર મને ફિલ્મ ‘પદ્માવત’ના સેટ પર આઉટસાઈડર હોવાનું ફીલ થઈ રહ્યું હતું.’

શાહિદ કપૂર હોલીવુડમાં જવા બાબતે જણાવે છે કે, ‘હું આ ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષથી કામ કરી રહ્યો છું અને મને મારી ફિલ્મો પસંદ છે. હું અહીંયા ખૂબ જ સહજ ફીલ કરું છું. મને હોલીવુડ ફિલ્મોમાં કામ મળશે તથા તમિલ અથવા તેલુગ, મલયાલમ ફિલ્મ માટે શાનદાર પાત્ર ઓફર કરવામાં આવશે, તો હું હોલીવુડ જોઈન નહીં કરું. હું સાઉથ પ્રોજેક્ટ પર વધુ ફોકસ કરીશ. હોલીવુડમાં જઈને કચરા જેવો રોલ કરવા માંગતો નથી. અહીંયા જ રહીને સારો રોલ ભજવવા માંગુ છું.’

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ