બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Shah Rukh Khan's birthday celebration begins, Diwali-like atmosphere outside Mannat at midnight, watch VIDEO

મનોરંજન / શાહરૂખ ખાનના બર્થ ડેનું સેલિબ્રેશન શરૂ, અડધી રાત્રે મન્નતની બહાર દિવાળી જેવો માહોલ, જુઓ VIDEO

Megha

Last Updated: 09:25 AM, 2 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખના જન્મદિવસની ઉજવણી બુધવારે રાતથી જ શરૂ થઈ ગઈ હતી. હજારો ચાહકો એમના બંગલાની બહાર એકઠા થયા જે બાદ SRKએ બાલ્કનીમાં આવીને ફેન્સનો આભાર માન્યો

  • શાહરૂખ ખાન આજે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યા છે
  • મન્નતની બહાર અડધી રાત્રે ચાહકોની ભીડ એકઠી થઈ હતી 
  • પોતાના બંગલાની બાલ્કનીમાં આવીને ફેન્સનો આભાર માન્યો

બોલિવૂડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાન આજે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ અવસર પર ફેન્સની સાથે સેલેબ્સ પણ તેને અભિનંદન આપી રહ્યા છે. ઈન્ડસ્ટ્રીના કિંગ ખાનના જન્મદિવસ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના ઘર મન્નતની બહાર અડધી રાત્રે ચાહકોની ભીડ એકઠી થઈ હતી અને ચાહકો તેમના સુપરસ્ટારની એક ઝલક મેળવવા માટે બેતાબ હતા. 

અડધી રાત્રે મન્નતની બહાર ચાહકોની ભીડ એકઠી થઈ
શાહરૂખ ખાન 58 વર્ષનો થઈ ગયો છે. 1965માં દિલ્હીમાં જન્મેલા શાહરૂખના જન્મદિવસની ઉજવણી બુધવારે રાતથી જ શરૂ થઈ ગઈ હતી. મધરાત સુધીમાં હજારો ચાહકો તેના બંગલાની બહાર એકઠા થઈ ગયા હતા. ફેન્સનો પ્રેમ જોઈને શાહરૂખ પોતાની જાતને રોકી શક્યો નહીં અને તેણે પોતાના બંગલાની બાલ્કનીમાં આવીને ફેન્સનો આભાર માન્યો. હવે શાહરૂખ ખાનની આ તસવીરો વાયરલ થઈ રહી છે.  

શાહરૂખે બાલ્કનીમાં આવીને ફેન્સનો આભાર માન્યો
આ અવસર પર શાહરૂખે પણ પોતાનો સિગ્નેચર પોઝ આપીને ચાહકોની ખુશી બમણી કરી હતી. આ દરમિયાન તે બ્લેક ટી-શર્ટ, કેપ અને ગોગલ્સ પહેરેલો જોવા મળ્યો હતો. પુત્રી સુહાનાએ ઇન્સ્ટા સ્ટોરી પર તેના બાળપણના ફોટા શેર કરીને શાહરૂખને શુભેચ્છા પાઠવી હતી. ફોટો શેર કરીને લખ્યું- હું તને સૌથી વધુ પ્રેમ કરું છું. 

દિવાળી જેવો માહોલ સર્જાયો
શાહરૂખ ખાનને જોઈને ફેન્સ પાગલ થઈ રહ્યા છે. તેના જન્મદિવસ પર વિવિધ શહેરોમાંથી ચાહકો તેને પોતપોતાની રીતે શુભેચ્છા પાઠવવા આવ્યા હતા. કોઈ તેમના બંગલાની બહાર મિઠાઈ, કોઈ ગિફ્ટ અને કોઈ ટી-શર્ટ અને મોટા પોસ્ટર લઈને ઊભેલા જોવા મળ્યા. આટલું જ નહીં, અડધી રાત્રે શાહરૂખના ઘરની બહાર ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા, જેનાથી દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. 

શાહરૂખે પણ ટ્વીટ કરીને બધાનો આભાર માન્યો હતો. તેણે લખ્યું- આ અવિશ્વસનીય છે કે આટલા બધા લોકો મોડી રાત્રે મને શુભેચ્છા આપવા આવ્યા. હું માત્ર એક અભિનેતા છું. હું તમારું થોડું મનોરંજન કરી શકું એ હકીકત કરતાં મને કંઈ વધુ ખુશ કરતું નથી. હું તમારા સપનામાં જીવું છું. મને તમારું મનોરંજન કરવાની મંજૂરી આપવા બદલ આભાર. હું તમને સવારે મળીશ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ