બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Shah Rukh Khan poses with Sunny Deol at the success party of 'Gadar 2', did not talk for 16 years, video viral

ગપશપ / ગદર 2'ની સક્સેસ પાર્ટીમાં પંહોચ્યાં કિંગ ખાન, 16 વર્ષથી હતા અબોલા, સની-શાહરુખની મુલાકાતનો વીડિયો વાયરલ

Megha

Last Updated: 02:15 PM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'ગદર 2'ની સક્સેસ પાર્ટીમાં કિંગ ખાન શાહરૂખે હાજરી આપી હતી.1993માં રિલીઝ થયેલી ફિલ્મ 'ડર' બાદથી બંને એ એકબીજા સાથે વાત કરી ન હતી. સની-શાહરુખનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

  • મુંબઈમાં 'ગદર 2'ની સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું
  • સની દેઓલની 'ગદર 2'ની સક્સેસ પાર્ટીમાં શાહરૂખ ખાનની એન્ટ્રી
  • બંને એ 16 વર્ષથી એકબીજા સાથે વાત કરી ન હતી

Gadar 2 Success Party: 'ગદર 2' એ કમાણીના મામલામાં બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 493.65 કરોડ રૂપિયાની જોરદાર કમાણી કરી છે. ગદર 2 તેના શાનદાર પ્રદર્શન સાથે હિન્દી સિનેમાની બ્લોકબસ્ટર હિટ ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગયું છે. આવી સ્થિતિમાં ગઈકાલે રાત્રે મુંબઈમાં 'ગદર 2'ની ભવ્ય સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. 

'ગદર 2'ની સક્સેસ પાર્ટીમાં શાહરૂખની એન્ટ્રી
'ગદર 2'ની આ સક્સેસ પાર્ટીમાં બી-ટાઉનની તમામ સેલિબ્રિટી જોવા મળી હતી. દબંગ સલમાન ખાનથી લઈને અજય દેવગન-કાજોલ અને બોલિવૂડના નવા લવ બર્ડ્સ આદિત્ય રોય કપૂર-અનન્યા પાંડે બધાએ 'ગદર 2'ની સક્સેસ પાર્ટીમાં હાજરી આપી હતી. પરંતુ આ સક્સેસ પાર્ટીમાં સૌથી વધુ લાઈમલાઈટ લૂંટનાર એક એન્ટ્રી બોલીવુડના 'જવાન' શાહરૂખ ખાનની હતી. કિંગ ખાન શાહરૂખ આ પાર્ટીમાં તેની પત્ની ગૌરી ખાન સાથે અહીં પહોંચ્યો હતો. શાહરૂખ અને ગૌરી એકબીજાનો હાથ પકડીને કપલ ગોલ કરતા જોવા મળ્યા હતા. પાર્ટીમાં શાહરૂખની એન્ટ્રી થતા જ બધાની નજર તેના પર ટકેલી હતી. 

ગદર 2ની સક્સેસ પાર્ટીના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. ગદર 2 ની સક્સેસ પાર્ટીમાં શાહરૂખ ખાન અને સની દેઓલ એક બીજા સાથે નજર આવ્યા હતા. સની-શાહરુખનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

16 વર્ષથી એકબીજા સાથે વાત કરી ન હતી
શાહરૂખ ખાન અને સની દેઓલે 16 વર્ષથી એકબીજા સાથે વાત કરી ન હતી. તેનું કારણ હતું 1993માં રિલીઝ થયેલી ફિલ્મ 'ડર'. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં સની અને શાહરૂખે સાથે કામ કર્યું હતું. પરંતુ આ ફિલ્મમાં શાહરૂખ ખાને વિલનની ભૂમિકા ભજવીને તમામ લાઈમલાઈટ લૂંટી લીધી હતી અને સની દેઓલને લાગ્યું કે તેને સઇદ કરી દેવામાં આવ્યા છે. આ કારણે બંને કલાકારો વચ્ચે અણબનાવ થયો અને સની દેઓલે શાહરૂખ ખાન સાથે કામ ન કરવાનો નિર્ણય લીધો હતો. આ અણબનાવ એટલો લાંબો ચાલ્યો કે બંનેએ 16 વર્ષ સુધી એકબીજા સાથે વાત પણ ન કરી. પરંતુ હવે બંને વચ્ચે બધુ બરાબર છે. બંને ગદર 2ની સક્સેસ પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. આનાથી બોલિવૂડ પ્રેમીઓ ખૂબ જ ખુશ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ