બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 'Sex bans' imposed on people in China to curb corona, not sleeping together, not even kissing

ક્રૂર ડ્રેગન / સાથે ન સુતા, કીસ પણ ન કરતા, કોરોનાને નાથવા ચીનમાં લોકો પર લાગ્યા 'સેક્સ પ્રતિબંધો'

Hiralal

Last Updated: 03:55 PM, 7 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનના બીજા નંબરના મોટા શહેર શંઘાઈમાં કોરોના કાબુ બહાર જતા હવે પ્રશાસન દ્વારા લોકોની અંગત જીવન પર પ્રતિબંધો લાદવાનું શરુ થયું છે.

  • ચીનમાં કોરોનાની નવી લહેરનો હાહાકાર
  • શંઘાઈમાં સૌથી વધારે અસર
  • શંઘાઈના લોકો માટે પ્રશાસનના નવા પ્રતિબંધો
  • લોકોને કહેવાયું, રાતે એક બેડ પર ન સુઓ, કીસ કરવાનું પણ ટાળો

ચીનમાં કોરોનાની નવી લહેરે સામાન્ય લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. સરકારે શંઘાઇમાં રહેતા લોકો પર પ્રતિબંધ લગાવી દીધો છે, ખાસ કરીને દેશના એક મોટા શહેરમાં. કોરોના લોકડાઉન હેઠળ, સરકારે 2.5 કરોડની વસ્તીવાળા શાંઘાઈ શહેરમાં નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. આ પ્રતિબંધોનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શંઘાઈમાં પ્રશાસન દ્વારા હવે લોકોની અંગત જીવન પર પણ તરાપ મારવામાં આવતા પગલાં ભરાઈ રહ્યાં છે. 

એક બેડ પર સાથે સુવાનું ટાળે કપલ 
શાંઘાઈના રસ્તા પર આરોગ્ય કર્મીઓ માઈક લઈને ફરી રહ્યાં છે અને તેની પરથી મોટા મોટા અવાજે લોકોને ચેતવણી અપાઈ રહી છે તેઓ રાતે એક બેડ પર ન સુવે અને કીસ કરવાનું પણ ટાળે, કારણ કે આનાથી કોરોના વધારે ફેલાઈ શકે છે. લોકોને આવી અજીબ સૂચનાઓ આપતો આરોગ્યકર્મીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

બારી ન ખોલતા અને અંદર જ રહેજો
કોરોનાના નવા નિયમો હેઠળ પ્રશાસન દ્વારા શંઘાઈના લોકો પર જુલમ ગુજારવામાં આવી રહ્યો છે. લોકોને બારી ન ખોલવાની અને ઘરની અંદર જ રહેવાની સલાહ અપાઈ છે. હાલમાં લોકો પાસે ખાવા-પીવાની કોઈ વસ્તુ બચી નથી. દુકાનો બંધ હોવાથી ઘરમાં સામાન પણ ખૂટ્યો છે. 

આવા અંગત પ્રતિબંધોને કારણે શંઘાઈના લોકોનું જીવન નર્કાગાર

આવા અંગત પ્રતિબંધોને કારણે શંઘાઈના લોકોનું જીવન નર્કાગાર બની રહ્યું છે પરંતુ ચીન જરા પણ દયા ખાવા તૈયાર નથી કારણ કે તેણે ઝીરો કોવિડ પોલિસી અપનાવી છે, આ હેઠળ જો ક્યાંય પણ કોરોનાનો એક પણ કેસ નોંધાય તો કડકમાં કડક પ્રતિબંધો લાગુ પાડી દેવાય છે પછી ભલેને લોકોનું જે થવાનું હોય તે થાય. 

શાંઘાઇમાં મોલ અને સુપરમાર્કેટ પણ બંધ
શાંઘાઇ શહેર ચીનમાં હાલની કોરોના મહામારીનું હોટસ્પોટ છે. જો કે છેલ્લા કેટલાક દિવસોમાં શહેરમાં દૈનિક ચેપની સંખ્યામાં ઘટાડો થયો છે, તે હજી પણ દેશના અન્ય શહેરોની તુલનામાં નોંધપાત્ર રીતે વધારે છે. વહીવટીતંત્રે શહેરની ૨.૫ કરોડ વસ્તીને ઘરે રહેવાની મંજૂરી આપી છે.પ્રશાસને શાંઘાઈ શહેર પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા શહેરના તમામ મોલ અને સુપર માર્કેટ બંધ કરી દેવામાં આવ્યા છે. પ્રશાસનનું કહેવું છે કે, જ્યાં સુધી દરેકના કોરોના ટેસ્ટ નહીં થાય ત્યાં સુધી પ્રતિબંધોમાં છૂટછાટ આપવામાં આવશે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ