ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Sessions court of Rajkot has sentenced the lawyer to 10 years in the fake note case

રાજકોટ / 100નું પેટ્રોલ પુરાવી 1 હજારની ડુપ્લીકેટ નોટ પધરાવવી વકીલને ભારે પડી, 10 વર્ષની સજા, 50 હજારનો દંડ

Published By: Malay

Last Updated: 09:07 AM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટની સેશન્સ કોર્ટે વર્ષ 2011ના નકલી નોટ કેસમાં વાંકાનેરના એડવોકેટ અબ્દુલ દલપોતરાને 10 વર્ષની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો છે. આરોપીએ મોટર સાયકલમાં 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવી 1000 રૂપિયાની નકલી નોટ આપી હતી

ADVERTISEMENT

 

  • 2011ના નકલી નોટ કેસમાં વકીલને સજા
  • સેશન્સ કોર્ટે વકીલેને ફટકારી 10 વર્ષની સજા
  • 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવી આપી હતી નકલી નોટ 

12 વર્ષ જૂના કેસમાં વાંકાનેરના વકીલને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. રાજકોટની સેશન્સ કોર્ટે નકલી નોટ કેસમાં વકીલને 50 હજારનો દંડ પણ ફટકાર્યો છે.  જો આરોપી દંડ ન ભરે તો વધારાની 1 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે. સેશન્સ કોર્ટે 23 દસ્તાવેજી પુરાવા અને 11 સાક્ષીઓને તપાસ્યા બાદ આ ચુકાદો આપ્યો છે.  

સુરેન્દ્રનગર જિલ્લાના 50 હજાર જેટલા ખેડૂતો માટે ખુશખબરઃ મળશે પાકવીમાનું  વ્યાજ સાથે વળતર, ગ્રાહક તકરાર નિવારણનો ચુકાદો | 50 thousand farmers of ...

શું છે સમગ્ર મામલો?
રાજકોટ-અમદાવાદ હાવે પર આવેલા યાતાયાત સંગમ પેટ્રોલ પંપ ખાતે ગત 07-12-2011ના રોજ આરોપી અબ્દુલ જમાલ દલપોતરા તેના મોટર સાયકલમાં  પેટ્રોલ ભરાવવા ગયો હતો. પેટ્રોલ પંપ ખાતે તેણે રૂ.100નું પેટ્રોલ પૂરાવ્યા બાદ રૂ. 1000ની નોટ આપી હતી. જોકે, પેટ્રોલપંપના કર્મચારીને આ નોટ ખોટી હોવાનું જણાઈ આવતા તેણે આરોપી (અબ્દુલ જમાલ દલપોતરા)ને પકડી લીધો હતો અને સમગ્ર મામલે કુવાડવા પોલીસને જાણ કરી હતી. 

પેટ્રોલ પંપના કર્મચારીઓએ નોંધાવી હતી ફરિયાદ
જે બાદ  પેટ્રોલ પંપના કર્મચારી ભાવેશભાઈ નડીયાદીએ આરોપી વિરુદ્ધ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નોટની ખરાઈ કરાવતા 1000ની ચલણી નોટ બનાવટી અને ખોટી હોવાનું માલુમ પડ્યું હતું. તપાસ કરતા આરોપી વાંકાનેરનો રહેવાસી હોવાનું અને વકીલ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ આરોપીની ધરપકડ પછી ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. 

મોરબીમાં ડોકટરોને જ ટાર્ગેટ કરી ભેજાબાજો BSNLના નામે આ રીતે ઉતારતા હતા  બાટલીમાં, અંતે ત્રિપુટી ઝબ્બે | The police arrested three men of the gang  who cheated the doctors in ...

પેટ્રોલ પૂરાવ્યા બાદ આપી હતી નકલી નોટ
રાજકોટની સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ પરાગભાઈ શાહ હાજર રહ્યા હતા. તેઓએ કુલ 23 દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ હતા અને 11 સાક્ષીઓને તપાસેલા હતા. તેમણે દલીલો કરેલ કે, આરોપી સામે પ્રાઈમાફેસી કેસ છે. આરોપી સામે ભૂતકાળમાં પણ આ પ્રકારના ગુન્હાના કેસો નોંધાયેલા છે જે પણ ધ્યાને લેવા જોઈએ.

સેશન્સ કોર્ટે ફટકારી 10 વર્ષની સજા
તમામ દલીલો ધ્યાને લઇ રાજકોટની સેશન્સ કોર્ટે આરોપી અબ્દુલ જમાલ દોલપાત્રાને 10 વર્ષની સખત કેદની સજા તથા રૂ.50,000 નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત કોર્ટે કહ્યું છે કે જો આરોપી દંડ ન ભરે તો વધારાની 1 વર્ષની સખત કેદની સજા થઈ શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot News Sessions court fake note case રાજકોટ ન્યૂઝ વકીલને સજા સેશન્સ કોર્ટ Rajkot court

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ