બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
નાણાંમંત્રીની જાહેરાત બાદ બે દિવસમાં શેરબજાર (Share market) માં અંદાજે 3000 અંકોનો ઉછાળો આવી ચૂક્યો છે. જેના કારણે રોકાણકારો (Investors) ની સંપત્તિમાં બે દિવસમાં 10.50 લાખ કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી છે. સોમવારનાં રોજ વેપારનાં અંતમાં સેન્સેક્સ 1075 અંકોનાં અથવા 2.83 ટકાનાં વધારા સાથે 39,090.03 પર બંધ થયો.
ADVERTISEMENT
નિફ્ટી પણ 329 અંકોનાં વધારા સાથે 11,603 પર બંધ થયો. 1604 શેરોમાં વધારો અને 971 શેરોમાં ઘટાડો જોવામાં આવ્યો છે. વધનારા પ્રમુખ શેરોમાં BPSL, બજાજ ફાઇનાન્સ, આયશર મોટર્સ, આઇઓસી વગેરે રહ્યાં. જ્યારે નુકસાનવાળા પ્રમુખ શેરોમાં જી એન્ટરટેઇનમેન્ટ, ઇન્ફોસિસ, ટાટા મોટર્સ, પાવર ગ્રિડ વગેરે રહ્યાં.
આ પહેલા શુક્રવારનાં રોજ સેન્સેક્સ 1921 અંક ઉછળીને બંધ થયો હતો. સોમવારનાં રોજ સવારે સેન્સેક્સ અંદાજે 1300 અંકોનાં વધારા સાથે 39,312.94 પર ખુલ્યો. નેશનલ સ્ટૉક એક્સચેન્જ નિફ્ટી 276.60 અંક વધીને 11550.80 સુધી પહોંચી ગયો. વિદેશી સંસ્થાગત રોકાણકારો અને ઘરેલૂ રોકાણકારોએ બરાબર ખરીદી કરી. બપોરનાં 12.45 સુધી સેન્સેક્સ અંદાજે 1415 અંકોનાં વધારા સાથે 39432 પર પહોંચી ગયો. બે સેશનની તેજીમાં NIFTYનાં માર્કેટ કેમ્પમાં અંદાજે 7 લાખ કરોડનો નફો થયો છે. માર્કેટ કેમ્પનાં મામલામાં HDFC સમૂહે બાજી મારી છે.
ADVERTISEMENT
ઇતિહાસનો સૌથી મોટો ઉછાળો
ADVERTISEMENT
નિર્મલા સીતારમણની પ્રેસ કોન્ફરન્સ બાદ શેરબજારમાં જે જોર પકડ્યું, તેણે એક નવો રેકોર્ડ બનાવ્યો. હકીકતમાં, શુક્રવારનાં રોજ વેપાર દરમ્યાન એક સમયે સેન્સેક્સ 2250 પોઇન્ટથી વધુના વધારા સાથે વેપાર કરતો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટીમાં પણ 650 પોઇન્ટનો વધારો નોંધાયો હતો. આ પહેલા 18 મેં, 2009નાં રોજ સેન્સેક્સમાં 2,110 પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. ત્યાર બાદ બજારે ફરી એક વખત યુપીએ સરકારની સત્તા પરત આવવાની ઉજવણી કરી હતી.
સેકટર ઇન્ડેક્સ પર નજર નાંખીએ તો...
ADVERTISEMENT
સેકટર ઇન્ડેકસ પર નજર નાંખીએ તો આઇટી સિવાય બધા સેકટર ગ્રીન ઝોન પર ખુલ્યાં છે. જેમાં FMCG, ઇન્ફ્રા, બેંક, મેટર અને એનર્જી સામેલ છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે કોર્પોરેટ ટેક્સમાં રાહતને લઇને જેવી જાહેરાત કરી કે તરત શેરબજારે વધાવી લીધી હતી. જેને લઇને શેરબજારમાં એક દાયકાની સૌથી મોટી એક દિવસની તેજી જોવા મળી. ઘરેલી સંસ્થાગત નિવેશકો (DII)એ શુક્રવારના કારોબારના સેશન દરમિયાન 3,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું.
છેલ્લા થોડા સમયથી સુસ્ત ચાલી રહેલી અર્થવ્યવસ્થાને શુક્રવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ જ્યારે બૂસ્ટ આપવા હાજર થયા હતા. જેમાં નાણામંત્રીએ કોર્પોરેટ સેકટરને લઇને ઘણા મોટા એલાન કર્યા હતા. જેનું શેરબજારે ભવ્ય સ્વાગત કર્યું.
ADVERTISEMENT
સરકારના બૂસ્ટ ડોઝના કારણે કારોબર દરમિયાન શેરબજારમાં ઇતિહાસની એક દિવસીય સૌથી મોટી તેજી જોવા મળી. જેમાં એક સમયે સેન્સેક્સમાં 2250 પોઇન્ટ વધેલો જોવા મળ્યો હતો. જો કે અંતમાં સેન્સેક્સ 1921 પોઇન્ટ ઉછળીને 38,014 પર જ્યારે નિફ્ટી 569 પોઇન્ટ વધીને 11,274 પોઇન્ટ પર બંધ જોવા મળી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.