બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Sensex closed at 66,527 with an increase of 367 points on the last day of July

Share Market Updates / શેર માર્કેટ છપ્પરફાડ: સેન્સેક્સ ફરી આટલા અંક ચડયો, રોકાણકારોની આ શેરોએ તિજોરી ભરી

Kishor

Last Updated: 04:21 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે અને જુલાઈ મહિનાના છેલ્લા દિવસે સેન્સેક્સ 367 પોઇન્ટના વધારા સાથે 66,527 તથા નિફ્ટી 107 પોઇન્ટ વધીને 19,753 પર બંધ રહ્યા હતા.

  • જુલાઈ મહિનાના અંતમાં શેર બજારમાં આવકારદાયક તેજી
  • મુખ્ય સૂચકઅંકો લીલા નિશાન સાથે બંધ થયા
  • સેન્સેક્સ 367 પોઇન્ટ વધીને 66,527  પર અટક્યો

જુલાઈ મહિનાના અંતમાં શેર બજારમાં આવકારદાયક તેજી જોવા મળી હતી. શેરબજાર આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે અને જુલાઈ મહિનાના છેલ્લા દિવસે લીલા નિશાન સાથે બંધ થયું હતું અને બજારના મુખ્ય સૂચકઅંકો મજબૂતી સાથે ક્લોઝ થયા હતા. જેમાં BSE સેન્સેક્સની વાત કરવામાં આવે તો તે 367 પોઇન્ટ વધીને 66,527 ના આંક પર અટક્યો હતો. બીજી બાજુ નિફ્ટીમાં પણ તેજીના પ્રાણ પુરાયા હતા અને નિફ્ટી 107 પોઇન્ટ વધીને 19,753 પર બંધ રહેતા રોકાણકારો રાજીના રેડ થયા હતા.

સતત ત્રીજા દિવસે શેર બજાર ગ્રીન ઝોનમાં, 115 પોઈન્ટની મજબૂતી સાથે માર્કેટ  બંધ, કાલે રજા | stoke market in green zone for third day strength of 115  points

શુક્રવારે સેન્સેક્સમાં 106 નો કડાકો નોંધાયો હતો
ઓટો સેક્ટર અને આઇટી સેક્ટર તથા મેટલ શેરોએ શેરબજારમાં તાકાત ભરી દીધી હતી. નિફટીમાં પાવ સ્ટોકસ મા વધુ તેજી દેખાઈ હતી. જેમાં NTPC ટોપ ગેનર રહ્યા હતાં. આ અગાઉ બજાર જ્યારે બંધ રહી તે શુક્રવારે સેન્સેક્સમાં 106 નો કડાકો નોંધાયો હતો અને તે 66,160 ના અંક પર અટકી ગયો હતો. 

શેર બજારમાં કમાણી કરવા ઇચ્છુક લોકો આ રીતે ખોલો ખાતુ, જાણી લો સરળ સ્ટેપ્સ |  People who want to make money in the stock market, open an account this  way, know the

આ શેરમાં નોંધાયો ઉતારચઢાવ

NTPCમાં 4 ટકા નો વધારો તો ONGC માં 3.30 ટકાનો વધારો અને power grid, 3.20 ટકા અને Hindlcoમાં 2.55 ટકાનો વધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ  apollo hosp માં 3.03 ટકા ઘટાડો તો 2.10 ટકા ઘટાડા સાથે bitannia બંધ રહ્યો હતો. બીજી બાજુ એચડીએફસી લાઇફ બે ટકા અને bajaj finance 1.20% નો ઘટાડો નોંધાયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ