બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Security agencies take big decision on 28 accused released in Ahmedabad bomb blast case

બાજ નજર / અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં છૂટેલા 28 આરોપીઓને લઇને સુરક્ષા એજન્સીએ લીધો મોટો નિર્ણય

Mehul

Last Updated: 09:46 PM, 24 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

26 જુલાઈ 2008 ના રોજ અમદાવાદમાં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં નિર્દોષ છૂટેલા તમામ આરોપીઓ વિરુદ્ધ રાજ્ય સરકાર હાઇકોર્ટમાં અપીલ કરે તે માટે તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે

  • ચુકાદો આવી ગયા બાદ રાજ્ય સરકાર કરશે અપીલ 
  • છૂટેલા આરોપીઓને સજા  માટે હાઈકોર્ટમાં અપીલ
  • સુરંગકાંડનો કેસ પેન્ડિંગ- 22 આરોપીઓ હજુ જેલમાં

26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસનો ચુકાદો 8 ફેબ્રુઆરીએ સ્પેશિયલ કોર્ટના જજ એ.આર. પટેલે આપતાં 77 આરોપીઓ પૈકી 28 આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા, જ્યારે 49 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે જે 28 આરોપીઓને નિર્દોષ છોડ્યા છે તેમાંથી 10 આરોપીઓ જ જેલની બહાર આવ્યા છે. બાકીના 18 આરોપીઓ વિરુદ્ધ સુરંગકાંડનો કેસ ચાલતો હોવાથી જેલમાં છે. નિર્દોષ છૂટીને જેલની બહાર આવેલા છ આરોપીઓ પર સુરક્ષા એજન્સીઓ તેમજ આઇબીએ વોચ ગોઠવી દીધી છે. તેમની તમામ ગતિવિ‌િધઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે, જ્યારે નિર્દોષ છૂટેલા તમામ આરોપીઓ વિરુદ્ધ રાજ્ય સરકાર હાઇકોર્ટમાં અપીલ કરે તે માટે તખ્તો પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદમાં 20 જગ્યા પર માત્ર 70 ‌મ‌િનીટમાં થયેલા બોમ્બ વિસ્ફોટના ચકચારી કિસ્સામાં સ્પેશિયલ કોર્ટે 49 આરોપીઓ પૈકી 38 દોષિતોને ફાંસીની સજા અને 11 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ પહેલાં 8ફેબ્રુઆરીના રોજ 77 આરોપીઓ પૈકી 28 આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા. ચુકાદો આવી ગયા બાદ નવેદ ઉર્ફે નઇમુદ્દીન કાદરી, સલીમ સાપીહી, અશોક ઉર્ફે ઉમર કબીરા, મોહંમદ હબીબ ફાલાહી, મોહંમદ જહાંગીર પટેલ, મોહંમદ સમી નાગોરી, મોહંમદ ઇરફાન ઉર્ફે વકીબ, શકીલ અહેમદ માલી, મોહંમદ શમી બાગેવાડી અને મોહંમદ યુનુસ મ‌િણયાર જેલમાંથી મુક્ત થઇ ગયા હતા. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર જેલમાંથી મુક્ત થઇ ગયા બાદ પણ આઇબી તેમજ સુરક્ષા એજન્સીઓ તેમની ગતિવિ‌ધિઓ પર નજર રાખીને બેઠી છે ત્યારે બ્લાસ્ટ કેસનું જજમેન્ટ આવી ગયા બાદ નિર્દોષ છૂટેલા 28 આરોપીઓને સજા મળે તે માટે રાજ્ય સરકાર હાઇકોર્ટમાં અપીલ પણ કરવાની છે. ઉલ્લેખનીય છે કે 26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદીઓ સમી સાંજે પોતાનું કામ પતાવીને ઘરે જવાની તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે તેમને અંદાજ પણ હતો નહીં કે થોડા સમયમાં અમદાવાદના રસ્તા લોહીથી ખરડાઇ જશે.

વર્ષ 2002માં થયેલા ગોધરાકાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલાં તોફાનોનો બદલો લેવા માટે ઇન્ડિયન મુજા‌હિદ્દીન સંગઠન અને ‌સિમી (સ્ટુડન્ટ્સ ઇસ્લા‌મિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા)એ અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા. હાટકેશ્વર, બાપુનગર સહિતની જગ્યા પર એક પછી એક બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં 56 લોકોનાં મોત થયાં હતાં અને 238 લોકો ઘાયલ થયા હતા.

બ્લાસ્ટના થોડા સમય પહેલાં ઇન્ડિયન મુજા‌હિદ્દીને ઇ-મેઇલ કર્યો હતો કે રોક શકો તો રોક લો અને ત્યારબાદ ઉપરા-છાપરી બોમ્બ વિસ્ફોટ થતાં અમદાવાદ હચમચી ગયું હતું. બ્લાસ્ટ બાદ ઇન્ડિયન મુજા‌હિદ્દીને ઇ-મેઇલ કરીને બ્લાસ્ટની જવાબદારી સ્વીકારી હતી. સમગ્ર બોમ્બ બ્લાસ્ટના માસ્ટર માઇન્ડ ભટકલબંધુઓ હતા, જેમાંથી યાસીન ભટકલ પકડાઇ ચૂક્યો છે, જ્યારે રિયાઝ ભટકલ અને ઇકબાલ ભટકલ પાકિસ્તાન નાસી છૂટ્યા છે. ભટકલબંધુઓએ ભેગા થઇને અમદાવાદમાં સ્લીપર સેલની મદદથી બોમ્બ બ્લાસ્ટ કરાવ્યા હતા.

પુરાવાના અભાવે શંકાનો લાભ મેળવી નિર્દોષ છૂટનારા

નાવેદ નઈમુદ્દીન કાદીર, રઝીયુદ્દીન નાસીર ઉર્ફે રિયાઝુદ્દીન નાસીર, સલીમ ઉર્ફે ઉમર સિપાઈ, મહંમદ જાકીર અબ્દુલહક શેક, મુબીન ઉર્ફે સલમાન ઉર્ફે સલ્લુ કાદર શેખ, મહંમદ મન્સુર ઉર્ફે મુન્નાવર પીરભોઈ, ડો. અનવર અબ્દુલગની બાગવાન, મોહમદ યાસીન ફરીદખાન ઉર્ફે ગુલરેજ હમીદખાન, ડો.અશુદુલ્લાહ એચ.કે.ઉર્ફે અસ્લમ અબુબકર, એચ. મોહંમદ ઝહીર ઐયુબ પટેલ, મોહંમદ યુનુસ ઉર્ફે ઉમર ઉર્ફે ખાલીદ મોહંમદ શાબ્બીર મણિયાર, અબ્દુલસત્તાર પી. ઉર્ફે મન્સુર અબ્દુલ રઝાક મુસ્લિમ, અફાક ઈકબાલ ઉર્ફે ઈકવાલ ઉર્ફે દાનીશ સૈયદ અને મંજરઈમામ ઉર્ફે આલમ ઉર્ફે જમીન અલીઈમામ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ