બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Scrap scam: High court orders action against Mansingh Patel of Sumul in Surat in 2 months

ભંગાર કૌભાંડ / સુરતમાં સુમુલના માનસિંહ પટેલ સામે 2 મહિનામાં કાર્યવાહીનો હાઈકોર્ટનો આદેશ

Mehul

Last Updated: 11:55 PM, 25 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં સુમુલ ડેરીના માનસિંહ પટેલનો ભંગાર કૌભાંડ મામલો. 76-બીની કાર્યવાહી કરવા માટે હાઈકોર્ટે હુકમ કર્યો છે. રજીસ્ટ્રાર અને ખાંડ નિયામકે કસૂરવાર ઠેરવ્યા હતા.

  • સુરતમાં સુમુલ ડેરીનો ભંગાર કૌભાંડ
  • બે મહિનામાં કાર્યવાહી કરવા હુકમ 
  • માનસિંહ પટેલ સામે થશે કાર્યવાહી 

સુરતમાં સુમુલ ડેરીના માનસિંહ પટેલનો ભંગાર કૌભાંડ મામલો સામે આવ્યો હતો જે મુદ્દે સુમુલના માનસિંહ પટેલ સામે બે મહિનામાં કાર્યવાહી કરવા હુકમ કરી દેવામાં આવ્યો છે. 76-બીની 
કાર્યવાહી કરવા માટે હાઈકોર્ટે હુકમ કર્યો છે. રજીસ્ટ્રાર અને ખાંડ નિયામકે કસૂરવાર ઠેરવ્યા હતા. જે બાદ સમગ્ર મામલે ભીનું સંકેલતા મામલો વધારે બગડયો હતો. વર્ષ 2020ની નોટિસ પુનઃજીવિત થતાં માનસિંહ ઉપર લટકતી તલવાર જેવી પરિસ્થિતી સર્જાઈ છે. ખાંડ નિયામકે તપાસ પડતી મૂકવા કરેલો હુકમ પરત ખેંચવો પડ્યો છે.

માનસિંહ પટેલના રાજીનાંમાની કોપી નહીં મળતાં કોર્ટે ઉધડો લીધો હતો. આગામી બે મહિનામાં મંડળી પિટિશનરને સાંભળશે. 76 - B હેઠળની કારણદર્શક અન્વયે નિર્ણય લેવા ફરમાન જારી કરાયું. ત્રણ મહિનામાં કોર્ટ સમક્ષ જવાબ રજૂ કરવા હુકમ કરવામાં આવ્યો છે .

2020માં માનસિંહ સામે થયા હતા આરોપ 

જાન્યુઆરી -2020 નાં રોજ સુરતના સુમુલના પૂર્વ ચેરમેન માનસિંહ પટેલે હાલના ચેરમેન રાજૂ પાઠક પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. એક હજાર કરોડની લોન, મધમાખી ઉછેર, ડિવાઇન ગીર ગાય સંવર્ધન પ્રોજેક્ટ, સરગવા સિંગ, દાણ પ્રોજેક્ટ, બેકરી પ્રોડક્ટ સહિતના પ્રોજેક્ટમાં કરોડોનું રોકાણ કરી ખોટ કરાવી હોવાના પૂર્વ ચેરમેને રાજૂ પાઠક પર આક્ષેપ કર્યા છે.

ભ્રષ્ટાચારના આક્ષેપ મામલે સર્કિટ હાઉસમાં મહત્વની બેઠક મળી છે. ગણપત વસાવા, ઈશ્વર પરમાર, સી.આર.પાટીલ સહિતના નેતાઓની સર્કિટ હાઉસમાં બેઠક મળી.  આ બેઠકમાં રાજૂ પાઠક અને માનસિંહ પટેલના જૂથના વિવાદમાં સમાધાન પ્રક્રિયા હાથ ધરાશે

ડેરીના પૂર્વ ચેરમેન માનસિંગ પટેલે મોટો આરોપ લગાવ્યો છે. સુમુલ ડેરીના સંચાલકોએ કૌભાંડ કરી પશુપાલકોને ભાવ ફેરના 2 કરોડ 17 લાખ ન ચૂકવ્યાં હોવાનો આરોપ લગાવ્યો છે. પશુ પાલકોને તત્કાલિક ભાવ ફેરની રકમ આપવાની માગ કરી છે.તો બીજી તરફ ડેરીના વર્તમાન ચેરમેને તમામ આક્ષેપ ફગાવ્યાં અને કહ્યું કે ડેરીની ચૂંટણીને લઇ ખોટા આક્ષેપ લગાવવામાં આવી રહ્યાં છે...તમામ આરોપ પાયા વિહોણા છે.

શું છે સમગ્ર મામલો?                 

  • સુમુલ ડેરીના પૂર્વ ચેરમેન માનસિંહ પટેલના ચેરમેન પર આક્ષેપ
  • ચેરમેન રાજૂ પાઠકે કરોડોનું કૌભાંડ આચર્યું હોવાનો આરોપ
  • એક હજાર કરોડની લોન, મધમાખી ઉછેરમાં કૌભાંડનો આક્ષેપ
  • ડિવાઇન ગીર ગાય સંવર્ધન પ્રોજેક્ટ, સરગવા સિંગમાં પણ કૌભાંડનો આક્ષેપ
  • દાણ પ્રોજેક્ટ, બેકરી પ્રોડક્ટ સહિતના પ્રોજેક્ટમાં કરોડોનું રોકાણ કરી ખોટ કરાવીઃ માનસિંહ
  • 4 વર્ષમાં નવા પ્રોજેક્ટો કરી લોનનું ભારણ એક હજાર કરોડ થયું: માનસિંહ
  • ચાર વર્ષમાં લોનનું વ્યાજ 2.25 કરોડનું થયું: માનસિંહ
  • સુમુલ ડેરીના સંચાલકોની બેદરકારીથી પશુપાલકોને ફટકો: માનસિંહ
  • પશુપાલકોને ભાવ ફેરના 2.17 કરોડ ન ચૂકવ્યા: માનસિંહ
  • ચેરમેન રાજુ પાઠકે તમામ આક્ષેપોને પાયવિહોણા ગણવ્યા
  • વર્તમાન ચેરમેને પણ પૂર્વ ચેરમેના સામે કૌભાંડનો કર્યો આક્ષેપ
  • પૂર્વ ચેરમેને ખાંડ અને ભંગાર વેચાણમાં કૌભાંડ કર્યો હતોઃ રાજૂ પાઠક
  • જિલ્લા કોંગ્રેસની ભષ્ટાચારને લઈને SITની રચના કરી તપાસની માગ
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીને જિલ્લા કોંગ્રેસે પત્ર લખીને કરી માગ
  • પશુપાલકોના હિતને ધ્યાને રાખીને કોંગ્રેસ દ્વારા તટસ્થ તપાસની માગ
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ