બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / Scissors on arbitrariness of officials: The number of elected representatives must be saved and the phone must be answered, a clear instruction in the circular

ગાંધીનગર / અધિકારીઓની મનમાની પર કાતર: ચુંટાયેલા પ્રતિનિધિઓનો નંબર સેવ રાખી ફોનનો જવાબ આપવો જ પડશે, પરિપત્રમાં સ્પષ્ટ સૂચના

Vishal Khamar

Last Updated: 09:28 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પ્રજાનાં ચૂંટાયેલા પ્રતિનિધિનું કોઈ અધિકારી સાંભળતા ન હોવાથી જનપ્રતિનિધિઓ નારાજ થયા હતા. જે બાદ રાજ્ય સરકારનાં સામાન્ય વહીવટી વિભાગ દ્વારા ત્વરીત નિર્ણય લઈ પરિપત્ર જાહેર કરીને અધિકારીઓને જનપ્રતિનિધિઓનાં ફોન નંબર સેવ રાખવા સૂચન કર્યું છે.

  • સામાન્ય વહીવટી વિભાગે અધિકારીઓને મોબાઈલ નંબર સેવ રાખવા સ્પષ્ટ સૂચના
  • અધિકારીઓએ ફરજીયાત ચૂંટાયેલા પદાધિકારીઓના મોબાઈલ નંબર રાખવા પડશે સેવ
  • વ્યસ્તતાનાં કારણે ફોન ન ઉપાડી શકે તો વ્યસ્તતામાંથી ફ્રી થયા બાદ તરત ફોન કરવાનો રહેશે

છેલ્લા ઘણા સમયથી ચૂંટાયેલા પદાધિકારીઓનું સરકારી બાબુઓ સાંભળતા ન હોઈ પદાધિકારીઓ બેબાકળા બન્યા છે. ત્યારે તાજેતરમાં જ મહુવા ધારાસભ્ય મોહન ઢોડિયા દ્વારા આ બાબતે સંકલનની બેઠકમાં મુદ્દો ઉઠાવતા આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો.  જેને લઈને આજે સામાન્ય વહીવટી વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં જણાવ્યું છે કે, તમામ સરકારી અધિકારીઓએ ચૂંટાયેલા પ્રજાનાં પ્રતિનિધિઓ, સાંસદ તેમજ વિધાનસભાનાં સભ્યોનાં મોબાઈલ નંબર મોબાઈલમાં સેવ રાખવાનો આદેશ કર્યો છે.

 અધિકારીઓએ ચુંટાયેલા પદાધિકારીઓના મોબાઈલ નંબર સેવ રાખવા પડશે
ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે,  સંસદ તથા વિધાનસભા સભ્ય કે પ્રજાનાં ચૂંટાયેલા અન્ય પદાધિકારીઓ જેવા કે તાલુકા પંચાયતનાં પ્રમુખો, નગરપતિ કે મેયરનો સંપર્ક નંબર સેવ રાખવાનો રહેશે. તેમજ તેમનાં દ્વારા સરકારી અધિકારીઓને કચેરી સમયે લેન્ડ લાઈન ફોન પર સંપર્ક કરે અને જો સંજોગોમાં સબંધિત અધિકારી જે તે સમયે ઉપસ્થિત ન હોય અથવા તો મીંટીંગમાં કે અન્ય રીતે વ્યસ્ત હોય અને જનપ્રતિનિધિઓ સાથે વાતચીત ન થઈ શકે તો વ્યસ્તતામાંથી છૂટા થયા બાદ તરત જ ચૂંટાયેલા પદાધિકારીને સામેથી ફોન કરવો. 

ગેરહાજરીમાં ફોન ઉપાડનારે યાદી તૈયાર કરવી
ચૂંટાયેલા પદાધિકારી જ્યારે સરકારી અધિકારીઓને ફોન કરે ત્યારે તેમની ગેરહાજરીમાં ફોન ઉપાડનાર કર્મચારી ફોનની નોંધ કરી તેની યાદી રાખશે. અને જે તે સબંધિત અધિકારી કચેરીમાં આવે કે તરત જ તેમનાં ધ્યાન પર યાદી મુકવાની રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ