બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Science City in Ahmedabad has become a free-wifi campus

ડિજિટલ દુનિયા / વાહ! હવેથી અમદાવાદમાં અહીં મુલાકાતીઓ મન મૂકીને ઉઠાવી શકશે ફ્રી Wi-Fi નો આનંદ, જાણો કેમ લેવાયો આ નિર્ણય

Malay

Last Updated: 03:41 PM, 29 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના હેબતપુરમાં આવેલું સાયન્સ સિટી ફ્રી-વાઈફાઈ કેમ્પસ બન્યું છે. હવેથી મુલાકાતીઓ કેમ્પસમાં ફ્રી વાઈફાઈ મેળવી શકશે.

  • અમદાવાદમાં સાયન્સ સિટી બન્યું ફ્રી-વાઈફાઈ કેમ્પસ
  • સમગ્ર પરિસરમાં ફ્રી-વાઈફાઈનો મુલાકાતીઓ કરી શકશે ઉપયોગ
  • મુલાકાતીઓ ઇન્ટરેન્ટ સુવિધા મળે તે હેતુ સાથે ફી વાઇફાઇ સુવિધા

અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલા સાયન્સ સિટીમાં મુલાકાતીઓ માટે વધુ એક સુવિધા ઉમેરવામાં આવી છે. ડિજિટલ ઈન્ડિયાના ભાગરૂપે સાયન્સ સિટી હવે ફ્રી વાઈફાઈ કેમ્પસ બન્યું છે. સાયન્સ સિટીમાં મુલાકાતીઓ ફ્રી-વાઈફાઈનો ઉપયોગ કરી શકશે. મુલાકાતીઓ તેમના નામ, ફોન નંબર અથવા ઈમેલ આઈડી વડે લોગઈન કરીને વાઈફાઈનો ઉપયોગ કરી શકશે. 

મે 2001માં થઈ છે ગુજરાત સાયન્સ સિટીની સ્થાપના
ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી (GCSC) દેશમાં મોટાપાયે વિજ્ઞાનને લોકપ્રિય બનાવવાના પ્લેટફોર્મ તરીકે ઉભરી રહી છે. સાયન્સ સિટી મનોરંજન અને અનુભવના જ્ઞાનના ઉપયોગ સાથે સામાન્ય નાગરિકના મનમાં વિજ્ઞાન અંગેની જિજ્ઞાસા ઊભી થાયે તે માટેનો ગુજરાત સરકારનો મહત્વકાંક્ષી પ્રયાસ છે. તેની સ્થાપના મે 2001 કરવામાં આવી છે. 

મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે કરી રહ્યું છે સતત કામ 
ગુજરાત સાયન્સ સિટી મુલાકાતીઓ માટેની સુવિધાઓમાં સતત વધારા સાથે સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવી એક મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે સતત કામ કરી રહ્યું છે. ગુજરાત સાયન્સ સિટીના વિવિધ આકર્ષણો યુવાનોથી લઈને વડીલો અને બાળકોને આકર્ષે છે. સાયન્સ સિટીમાં સામાન્ય દિવસમાં 2 હજાર આસપાસ લોકો મુલાકાત લે છે. જ્યારે તહેવાર સમયે 10 હજાર આસપાસ મુલાકાતીઓ સાયન્સ સિટીની વિઝીટ કરે છે. 

ડિજિટલ ઈન્ડિયાના વિઝનને જીવંત કરવાનો પ્રયાસ
ત્યારે સાયન્સ સિટીના વહિવટી તંત્ર દ્વારા ડિજિટલ ઈન્ડિયાના વિઝનને જીવંત કરવાનો પ્રયાસ કરાયો છે. અમદાવાદમાં સાયન્સ સિટી ફ્રી-વાઈફાઈ કેમ્પસ બન્યું છે. સમગ્ર પરિસરમાં ફ્રી-વાઈફાઈનો મુલાકાતીઓ ઉપયોગ કરી શકશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ