બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Scams sending Gujaratis to America illegally: Shocking revelations in VTV's investigation

VTV EXCLUSIVE / ગુજરાતીઓને ગેરકાયદે અમેરિકા મોકલનારા છૂમંતર: VTVની તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા

Vishal Khamar

Last Updated: 03:16 PM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાંથી લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવા મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલનાર 14 એજન્ટો ફરાર હોવાનો ખુલાસો થવા પામ્યો છે. VTV NEWS કલોલ ખાતે એજન્ટનાં નિવાસ સ્થાને પહોંચી હતી. જ્યાં એજન્ટ તેમજ તેનો પરિવાર ગાયબ થઈ ગયાનો ખુલાસો થયો હતો.

  • ગુજરાતથી ગેરકાયદે લોકોને અમેરિકા મોકલવાના કેસના એજન્ટ ફરાર 
  • કૌભાંડમાં સામેલ કલોકના એજન્ટ બીરેન પટેલના ઘરે પહોંચ્યું VTV NEWS
  • પરિવારના સભ્યોએ કેમેરા સામાં કંઇ પણ બોલવાનો કર્યો ઇન્કાર 

 ગુજરાતથી ગેરકાયદે લોકોને અમેરિકા મોકલવાનાં કેસમાં એજન્ટ ફરાર થઈ જવા પામ્યા છે. ત્યારે કૌભાંડમાં સામેલ કલોલનાં એજન્ટ બિરેન પટેલનાં ઘરે VTV NEWS પહોંચ્યું હતું. કલોલ ખાતે આવેલ અક્ષર પાર્ક સોસાયટીમાં બિરેન પટેલનો પરિવાર રહે છે.  ત્યારે એજન્ટ બિરેન પટેલ ઘરે હાજર નહી હોવાનો પરિવારજનો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. તેમજ પરિવારનાં સભ્યોએ કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઈન્કાર કર્યો હતો. તેમજ દીકરો નિર્દોષ હોવાને અને નોકરીએ ગયો હોવાનું પરિવારજનો દ્વારા દાવો કર્યો હતો.  ફ્રાન્સથી વિમાન મુંબઈ પરત મોકલાયા બાદ મોટા કૌભાંડનો પર્દાફ્રાશ થયો હતો. ગુજરાતનાં 8 સહિત 15 એજન્ટ ગેરકાયદે લોકોને USA  મોકલતા હતા. 

કલોલમાં એજન્ટ તેમજ તેનો પરિવાર ઘરે તાળુ મારી ફરાર થયો
ફ્રાન્સથી ગેરકાયદે રીતે અમેરિકા જઈ રહેલા વિમાનની તપાસમાં ખુલાસો થવા પામ્યો હતો. જેમાં લોકોને ગેરકાયદે અમેરિકા મોકલનારા 14 એજન્ટો ફરાર હોવાનો ખુલાસો થયો છે. કલોલમાં એજન્ટ સંદીપ પટેલનાં નિવાસ સ્થાને VTV NEWS ની ટીમ પહોંચી હતી. ત્યારે એજન્ટનો પરિવાર ઘરે તાળુ મારીને ગાયબ થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સંદીપ પટેલ કલોલની વસંત વિહાર સોસાયટીમાં રહે છે. ત્યારે દુબઈથી નીકારાગુવા થઈ અમેરિકા જતી લેજન્ડ એરવેઝનું વિમાન પાછુ મોકલાયા બાદ ખુલાસો થયો હતો. 

પરિવારે મીડિયા સામે બોલવાનો કર્યો ઇન્કાર
કલોલનાં ત્રીજા એજન્ટ પિયુષ બારોટ પણ લોકોને ગેરકાયદે રીતે લોકોને ગેરકાયદે ફ્રાન્સ મોકલતા વધુ એક એજન્ટનાં ઘરે VTV NEWS પહોંચ્યું હતું. વખરીયા નગરનાં વિભાગ-2 માં પિયુષ બારોટનો પરિવાર રહે છે. પરિવારે મીડિયા સામે બોલવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારે દીકરો ઘરે નહી હોવાનો પરિવારજનો દ્વારા દાવો કર્યો હતો. અમદાવાદ, ગાંધીનગર,  કલોલ, મહેસાણાનાં એજન્ટ ફરાર થયા હતા. 

વધુ વાંચોઃ 'રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇ તેઓ કેટલાં પ્રસન્ન હશે', મઢડામાં સોનલ માની જન્મ શતાબ્દી પર શું બોલ્યા PM મોદી

મહેસાણા જિલ્લાના બે કબૂતરબાજોના નામ સામે આવ્યા
કબૂતરબાજી મામલે મહેસાણા જીલ્લાનાં વધુ બે એજન્ટોનાં નામ સામે આવ્યા છે. જેમાં કડીનાં ચંદ્રેશ પટેલ અને સાલડીનાં કિરણ પટેલનું નામ ખુલ્યું છે. કિરણ પટેલ અને ચંદ્રેશ પટેલનાં ઘર બંધ છે. કિરણ પટેલ વર્ષોથી ગામ બહાર રહે છે. જ્યારે મૂળ આખજનો વતની ચંદ્રેશ પટેલ કડી ખાતે રહેતો હતો. ત્યારે ચંદ્રેશ પટેલનાં પરિવારનાં લોકો પણ ઘર બંધ કરી ગાયબ થયા હતા. ત્યારે આ સમગ્ર મામલે પાડોશીઓ પણ ચૂપકીદી સેવી રહ્યા છે. ચંદ્રેશ પટેલનાં ઘરમાં ત્રણ જેટલા વાહનો પણ જોવા મળ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ