બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / Scam of issue of license without test drive in Gandhinagar RTO

પગલાં / ગાંધીનગર RTOમાં ટેસ્ટ ડ્રાઇવિંગ વિના 500 જેટલા લાયસન્સ કાઢવાનું કૌભાંડ, 20 એજન્ટની ધરપકડ, જાણો વિગત

Kishor

Last Updated: 12:01 AM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરના RTOમાં ટેસ્ટ ડ્રાઇવ વગર લાયસન્સ કાઢવાના કૌભાંડમાં સંડોવાયેલ 20 જેટલા એજન્ટને સાયબર ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે.

  • ગાંધીનગરના RTOમાં ટેસ્ટ ડ્રાઇવ વગર લાયસન્સ કાઢવાનું કૌભાંડ
  • સાયબર ક્રાઇમ બ્રાન્ચે 20 જેટલા એજન્ટની કરી અટકાયત કરી
  • 500 જેટલા શંકાસ્પદ લાયસન્સ ટેસ્ટ ડ્રાઇવ વગર નીકળ્યા હોવાનું સામે આવ્યું 

ગાંધીનગરના RTOમાં મોટાપાયે ગેરરીતિની રાવ ઉઠી છે. જેમાં ટેસ્ટ ડ્રાઇવિંગ વિના જ લાયસન્સ કાઢવાનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ પ્રકરણમાં સંડોવાયેલ 20 જેટલા એજન્ટને સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઉઠાવી લીધા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં 500 જેટલા શંકાસ્પદ લાયસન્સ ટેસ્ટ ડ્રાઇવિંગ વિના નીકળ્યા હોવાનું સામે આવ્યું છે. જેને લઈને ઉચ્ચ અધિકારીઓ ચોંકી ગયા છે. નોંધનીય છે કે સાયબર ક્રાઇમ બ્રાન્ચે અગાઉ 5 જેટલા એજન્ટની ધરપકડ કરી હતી. ખાસ વાત  એ છે કે કૌભાંડમાં RTOના અધિકારીઓની પણ સંકળાયેલ હોવાની શંકા ઉભી થતા હડકંપ મચી ગયો છે.

RTOના આ નિયમના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટમાં લોકો થાય છે ફેલ | RTO Rules Driving  Test People fail

સાયબર ક્રાઇમ બ્રાન્ચે  અગાઉ 5 જેટલા એજન્ટની કરી હતી ધરપકડ

તાજેતરમાં જ ગાંધીનગર RTOમાં ડ્રાઈવિંગ ટેસ્ટ કૌભાંડનો પર્દાફાશ થયો હતો..જેમાં RTO ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ઝાલાએ ઇન્ચાર્જ ARTOના હોદ્દા પર રહીને સોફ્ટવેરમાં ચેડા કરીને ડ્રાઈવિંગ ટેસ્ટ વિના જ લાયસન્સ ઈશ્યુ કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ગાંધીનગરના કેટલાક એજન્ટ્સ સાથે તેમની સાંઠગાંઠ હોવાનો ખુલાસો થયો હતો. તેમના મોબાઈલ ફોનની ચકાસણીમાં કેટલાંક એજન્ટોની વિગતો મળી છે. હાલ સાયબર ક્રાઈમ દ્વારા ગાંધીનગર RTOના આરટીઓ ઇન્સપેક્ટર જયદીપસિંહ ઝાલા, સમીર રતનધારીયા અને એજન્ટ ભાવિન શાહની ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી.

લાયસન્સ મેળવવાની પરીક્ષામાં લોકો નાપાસ ન થાય તે માટે નિવૃત્ત RTO કર્મચારીએ  નજીવી કિમંતમાં શરૂ કર્યું ગજબનું કામ | AHMEDABAD: Retired RTO employee sets  track to ...
 તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા 

સાયબર ક્રાઈમની તપાસમાં સામે આવ્યું કે વર્ષ 2022માં ગાંધીનગર આરટીઓના આરટીઓ ઇન્સ્પેક્ટર જયદિપસિંહ ઝાલા ઈન્ચાર્જ એઆરટીઓ હતા. આ દરમિયાન તેમણે સત્તાનો દુરઉપયોગ કરીને સમગ્ર કૌભાંડ આચર્યું હતું. તેમણે અમદાવાદ અને ગાંધીનગરમાં ડ્રાઈવિંગ ટેસ્ટમાં કૌભાંડ આચર્યું છે. ડ્રાઈવિંગ ટેસ્ટ વિના જ સોફ્ટવેરમાં ચેડા કરીને આ કૌભાંડ આચરવામાં આવતું હતું. તપાસમાં ગાંધીનગરના કેટલાક એજન્ટ્સ સાથે તેમની સાંઠગાંઠ હોવાનો ખુલાસો થયા બાદ આ કાર્યવાહી કરાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ