બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / SC permits petitioner to approach U'khand HC with plea to declare it a national disaster

ન્યાયિક / ઉત્તરાખંડના ધસતા જોશીમઠ મામલે આવી ગયો સુપ્રીમનો ચુકાદો, અરજદારને આપ્યો મોટો ઓર્ડર

Hiralal

Last Updated: 03:17 PM, 16 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડના જોશીમઠ મામલે હસ્તક્ષેપ કરવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો છે અને તેને બદલે અરજદારને હાઈકોર્ટનો સંપર્ક સાધવાનો ઓર્ડર આપ્યો.

  • ઉત્તરાખંડના જોશીમઠ મામલે સુપ્રીમમાં થઈ સુનાવણી
  • હસ્તક્ષેપ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર
  • અરજદારને આદેશ- જે કંઈ પણ ફરિયાદ હોય તે માટે હાઈકોર્ટમાં જાઓ 

ઉત્તરાખંડના જોશીમઠમાં ધસી રહેલા ઘરોના મામલે તત્કાળ કાર્યવાહી કરવા માટે અરજદાર સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેની પર આજે સુનાવણી થઈ હતી. 

ઉત્તરાખંડ હાઈકોર્ટમાં જાવ- સુપ્રીમ 
સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સંકટગ્રસ્ત જોશીમઠને રાષ્ટ્રીય આપદા જાહેર કરવા માટે કોર્ટના હસ્તક્ષેપની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો ઈનકાર કરી દીધો હતો. ચીફ જસ્ટિસ  ડી વાય ચંદ્રચુડ અને ન્યાયાધીશ પી એસ નરસિમ્હા અને જે બી પારડીવાલાની ખંડપીઠે અરજદાર સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને તેમની અરજી સાથે ઉત્તરાખંડ હાઈકોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું. સુપ્રીમની ખંડપીઠે એવું પણ કહ્યું કે તમારે જે પણ ફરિયાદ હોય તે લઈને હાઈકોર્ટ પહોંચો. 

કોણ ફરિયાદ લઈને પહોંચ્યું હતું સુપ્રીમમાં 
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ જોશમઠ મામલે સુપ્રીમના હસ્તક્ષેપની માગ કરી હતી. અરજદારે દલીલ કરી છે કે મોટા પાયે ઔદ્યોગિકરણને કારણે જોશીમઠમાં ઘરો ધસી રહ્યાં છે અને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક નાણાકીય સહાય અને વળતરની માંગ કરી છે. તેમણે કહ્યું હતું કે માનવ જીવન અને તેમની ઇકોસિસ્ટમના ભોગે કોઈ વિકાસની જરૂર નથી અને જો આવી કોઈ વસ્તુ થવી હોય, તો તે રાજ્ય અને કેન્દ્ર સરકારની ફરજ છે કે તે યુદ્ધના સ્તરે તેને તાત્કાલિક બંધ કરે.

શું છે જોશીમઠ સંકટ 
બદ્રીનાથ અને હેમકુંડ સાહિબ અને આંતરરાષ્ટ્રીય સ્કીઇંગ ડેસ્ટિનેશન ઔલી જેવા પ્રસિદ્ધ તીર્થસ્થાનોના પ્રવેશદ્વાર એવા જોશીમઠમાં ઘરોમાં તિરાડ પડી રહી છે અને જમીન ધસી રહી છે. અત્યાર સુધી 200થી પણ વધારે ઘરોમાં તિરાડ પડી છે અને તંત્ર દ્વારા જોખમી મકાનોને તોડી પાડવામાં આવી રહ્યાં છે જોકે લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે લોકોની માગ છે કે પહેલા તેમને ઠરીઠામ કરવામાં આવે, વળતર કરવામાં આવે અને પછી મકાનો કે દુકાનો તોડવામાં આવે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ