બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / sbi state bank of india says how to exchange mutilated notes and soiled currency check
ADVERTISEMENT
SBIએ હાલમાં ફાટેલી અને બેકાર બનેલી નોટને લઈને ખાસ જાણકારી આપી છે. દેશી સૌથી મોટી બેંક SBIએ તેના ટ્વિટર હેન્ડલ પર એક ગ્રાહકની ફાટેલી નોટની ફરિયાદને લઈને જવાબ આપ્યો છે જેને દરેક વ્યક્તિએ જાણવો જરૂરી છે.

ADVERTISEMENT
જાણો શું કહ્યું SBI બેંકે
બેંકે ટ્વિટર હેન્ડલ પર ગ્રાહકના સવાલના જવાબમાં કહ્યું કે બેંકમાં નોટની ગુણવત્તાની તપાસ અત્યાધુનિક નોટ સેટિંગ મશીનથી કરાય છે. ફાટેલી કે ખરાબ નોટ મળવાની સંભાવના ઓછી રહે છે. તેમ છતાં પણ આવી નોટ મળે છે તો તમે કોઈ પણ શાખાએથી નોટને બદલાવી શકો છો.
જાણો ખરાબ, જૂની અને ફાટેલી નોટને લઈને શું કહે છે RBI?
RBI (Reserve Bank Of India)ની તરફથી આવી નોટને લઈને ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. તેના આધારે ગ્રાહક બેંકમાં જઈને આ રીતની નોટને ચેન્જ કરાવી શકે છે. RBIના નિયમ અનુસાર દરેક બેંકે જૂની, ફાયેલી નોટ સ્વીકાર કરવાની રહેશે. શરત એ જ છે કે તે નોટ નકલી ન હોય. આ માટે તમે તમારી નજીકની બ્રાન્ચમાં જઈને તેને ચેન્જ કરાવી શકો છો. તેના માટે કોઈ રૂપિયા લાગતા નથી. સાથે તમારે તે બેંકના ગ્રાહક હોવું જરૂરી છે.
ADVERTISEMENT

નોટ બદલતા પહેલા બેંક ચેક કરે છે આ વાતો
ઉલ્લેખનીય છે કે નોટ બદલતી સમયે બેંક પર નક્કી કરાશે કે તે નોટ બદલશે કે નહીં. તેના માટે કોઈ પણ ગ્રાહક બેંક પર જબરદસ્તી કરી શકશે નહીં. બેંક નોટ લેતી સમયે ચેક કરે છે કે નોટને જાણી જોઈને તો ફાડવામાં આવી નથી ને. આ સિવાય નોટની કંડીશન કેવી છે. આ પછી બેંક તેને બદલે છે. નોટ નકલી નથી અને કંડીશન થોડી સારી છે તો બેક તેને સરળતાથી બદલી આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.