10 જુલાઈ એટલે કે આજે રાતના 10.45 વાગ્યાથી 11 જુલાઈની સવારે 12.15 વાગ્યા સુધી મેન્ટેનન્સના કારણે SBI ઈન્ટરનેટ બેંકિંગ YONO, UPI, YONO Lite ની સેવા કામ કરશે નહીં
SBI ઈન્ટરનેટ બેંકિંગ YONO, UPI, YONO Lite ની સેવા કામ કરશે નહીં
SBIના 44 કરોડ ગ્રાહકો માટે જરૂરી સૂચના બેંકે આપી છે. બેંકની તરફથી કરાયેલા ટ્વિટમા કહેવાયું છે કે 10 જુલાઈ એટલે કે આજે રાતના 10.45 વાગ્યાથી 11 જુલાઈની સવારે 12.15 વાગ્યા સુધી મેન્ટેનન્સના કારણે SBI ઈન્ટરનેટ બેંકિંગ YONO, UPI, YONO Lite ની સેવા કામ કરશે નહીં. એવામં જો કોઈ જરૂરી કામ થે તો તમે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવાના છે તો તેને જલ્દી જ પૂરા કરી લો તે જરૂરી છે.
— State Bank of India (@TheOfficialSBI) July 9, 2021
ચીની હેકર્સ બનાવી રહ્યા છે SBI એકાઉન્ટને નિશાન
આ સમયે SBI એકાઉન્ટ હોલ્ડર્સને ચીની હેકર્સ નિશાન બનાવી રહ્યા છે. એક રિપોર્ટના આઘારે ચાઈનીઝ હેકર્સ SBI ગ્રાહકોને ફિશિંગનો શિકાર બનાવીને તેમના ખાતામાંથી રૂપિયા લૂંટી રહ્યા છે. ગ્રાહકોને હેકર્સની તરફથી એક લિંક શેર કરવામાં આવી રહી છે અને પછી કેવાયસી અપડેટ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. આ સાથે જ ગ્રાહકોને 50 લાખ રૂપિયાની ગિફ્ટની ઓફર પણ આપવામા આવી રહી છે.
Frequent change of password for your online accounts acts like a vaccine for viruses.
Stay safe against frauds & cyber crimes with an alert mind & appropriate precautions.
— State Bank of India (@TheOfficialSBI) July 9, 2021
સતત પોતાના પાસવર્ડને બદલતા રહોઃ બેંકની અપીલ
SBIએ પોતાના ગ્રાહકોને સતત થઈ રહેલા સાઈબર ફ્રોડથી બચવાની સલાહ આપી છે. એક અન્ય ટ્વીટમાં SBI ગ્રાહકોને અપીલ કરી રહ્યું છે તે સતત પોતાના પાસવર્ડને બદલતા રહે છે. આ ટ્વિટમાં કહેવાયું છે કે ઓનલાઈન પાસવર્ડને ચેન્જ કરવું વાયરસના વિરોધમાં વેક્સિન જેવું છે. એવામાં પોતે સાઈબર ફ્રોડથી પોતાને બચાવવું જરૂરી છે.
આ રીતે હેકર્સ કરી રહ્યા છે ગ્રાહકોનો સંપર્ક
ચાઈનીઝ હેકર્સની વાત કરીએ તો SMS, WhatsAppની મદદથી તેઓ ગ્રાહકોનો સંપર્ક કરે છે. તેમને મેસેજની એક લિંક શેર કરાય છે. તેમાં કેવાયસી અપડેટની સલાહ આપવામાં આવે છે. આ લિંક પર ક્લિક કરીને યૂઝર્સ એક ફેક વેબસાઈટના પેજ પર લેન્ડ કરે છે. અહીં તમે પાસવર્ડની સાથે લોગિન કરો તેમ કહેવાય છે. જો કોઈ અહીં ભૂલથી પણ લોગઈન કરે છે તો તેના એકાઉન્ટની ડિટેલ ચોરી થઈ જાય છે. પહેલા તે પાસવર્ડ બદલી લે છે અને પછી એકાઉન્ટને ખાલી કરી દે છે.