sbi customers alert do not share these numbers with anyone check
અલર્ટ /
જો તમારુ ખાતુ SBIમાં હોય તો બેંકે 44 કરોડ ગ્રાહકો માટે જાહેર કર્યો છે આ ખાસ મેસેજ, તમે પણ જાણી લો
Team VTV05:04 PM, 20 Nov 21
| Updated: 05:09 PM, 20 Nov 21
જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહક છો તો તમારા માટે ખુબ જ જરૂરી માહિતી છે. દેશના સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક એટલે SBIએ પોતાના 44 કરોડ ગ્રાહકો માટે એક અલર્ટ મેસેજ જાહેર કર્યો છે. SBIએ બતાવેલા કોઈ પણ નંબરને શેર કરવાની મનાઈ કરી છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહક રહેજો સાવધાન
છેતરપિંડી કરનારાઓને ન આપશો તમારી માહિતી
SBIએ 44 કરોડ ગ્રાહકો માટે એક અલર્ટ મેસેજ જાહેર કર્યો
બેંકે ટ્વિટર દ્વારા પોતાના ગ્રાહકોને આનાથી સાવધાન રહેવા માટે કહ્યું છે. બેંકે પોતાની પોસ્ટના માધ્યમથી કહ્યું કે, છેતરપિંડી કરનારા ફ્રી ગિફ્ટના નામ પર કસ્ટમરને લિંક મોકલી તેની પર્સનલ ડિટેઈલ ચોરી કરી રહ્યા છે.
આ જરૂરી નંબરને કોઈની પણ સાથે શેર ન કરો
તમે પોતાની જન્મ તારીખ, ડેબિટ કાર્ડ નંબર, ઇન્ટરનેટ બેકિંગ યૂઝર આઈડી અને પાસવર્ડ, ડેબિટ કાર્ડ પિન, સીવીવી અને ઓટીપી જેવા નંબર કોઈને પણ શેર ન કરો.
આ સિવાય એસબીઆઈ, આરબીઆઈ, સરકાર, ઑફિસ, પોલીસ અને કેવાઈસી ઓથૉરિટીના નામ પર જે ફોન કોલ આવે છે તેનાથી સાવધાન રહો. આ સિવાય ફોન પર કોઈના કહેવાથી કોઈ પણ એપ કે પછી કોઈ અજ્ઞાત સોર્સ દ્વારા કોઈ એપ પોતાના ફોનમાં ડાઉનલોડ ન કરો. અજ્ઞાત લોકો તરફથી મોકલવામાં આવેલા મેઈલ અને મેસેજમાં કોઈ પણ લિંક પર ક્લિક ન કરો. આ સિવાય કોઈ પણ રીતે ફેક ઑફર્સ જેમકે તમને સોશિયલ મીડિયા કે પછી મેસેજ અને ફોન પર મળે છે તેનાથી સાવધાન રહો.
ભૂલથી પણ આ કામ ન કરતા
તમને જણાવી દઇએ કે, આ સિવાય બેંકે કહ્યું છે કે, બેંક એકાઉન્ટ નંબર, પાસવર્ડ, એટીએમ કાર્ડ નંબર કે પછી તેનો ફોટો પાડીને રાખવાથી તમારી માહિતી લીક થવાનો ખતરો રહે છે. આ સાથે જ તમારા એકાઉન્ટ પણ તમામ રીતે ખાલી થઇ શકે છે.
સ્ટેટ બેંકના અનુસાર, દેશમાં તમામ ગ્રાહકોને આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પબ્લિક ઇન્ટરનેટનો ઉપયોગ તમારા પૈસાની લેવડદેવડ કરવામાં ન કરો. તેમાં તમારી પર્સનલ માહિતી લીક થવાનો ડર હંમેશા બન્યો રહે છે. તમને જણાવી દઇએ કે, ગત વર્ષ લગાવવામાં આવેલા લૉકડાઉન બાદથી છેતરપિંડીના કેસમાં ઘણો વધારો થયો છે. તેના માટે બેંક સમય સમયે પોતાના ગ્રાહકોને અલર્ટ રહેવાની સલાહ આપતી રહે છે.