બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / sawan 2022 starting from 14 jully do these things and mahadev bring joy in your life

ધાર્મિક / શ્રાવણ મહિનામાં કરો મહાદેવની આરાધના, મળશે મન માગ્યું વરદાન

MayurN

Last Updated: 02:25 PM, 13 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન શિવ ક્યારેય પોતાના ભક્તોને નિરાશ કરતા નથી. આથી શ્રાવણમાં વ્રત રાખતા ભક્તોને ભગવાન શિવના આશીર્વાદ મળે છે.

  • આ વર્ષે શ્રાવણ મહિનો 14 જુલાઈથી શરૂ થશે
  • શ્રાવણ મહિનામાં શિવની આરાધના કરવાથી પુણ્ય મળે છે
  • શ્રાવણનો પહેલો સોમવાર 18 જુલાઈ

મહાદેવનો તહેવાર
અષાઢ મહિનાની પૂર્ણિમા પછીના દિવસથી જ શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે. આ વખતે શ્રાવણ મહિનો 14 જુલાઈ એટલે કે ગુરુવારથી શરૂ થઈ રહ્યો છે. 14 જુલાઈથી શરૂ થયા બાદ 12 ઓગસ્ટે તેનું સમાપન થશે. હિંદુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં મહાદેવને પ્રસન્ન કરવામાં આવે છે. આ દરમિયાન ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. પરણિત અને કુંવારી મહિલાઓ શ્રાવણમાં વ્રત રાખે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ તેમના ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી. આથી શ્રાવણમાં વિધિઓ સાથે વ્રત રાખતા ભક્તોને ભગવાન શિવના આશીર્વાદ મળે છે. અને સાથે તેમની ઈચ્છાઓ પૂરી થાય છે. કુંવારી છોકરીઓ ખાસ કરીને સારા વર માટે આ વ્રત રાખે છે.

શ્રાવણ 2022 કેટલો સમય ચાલશે?
14 જુલાઈથી શરૂ થશે.
12 ઓગસ્ટના રોજ શ્રાવણ પૂર્ણિમા સાથે સમાપ્ત થશે

શ્રાવણ નો પહેલો અને છેલ્લો સોમવાર
શ્રાવણનો પહેલો સોમવાર 18 જુલાઈએ રહેશે
શ્રાવણનો છેલ્લો સોમવાર 8 ઓગસ્ટે રહેશે

મહાદેવની કૃપા
દેવોના દેવ મહાદેવની પૂજા આ મહિનામાં તેમની વિધિ વિધાનથી કરવી જોઈએ. તેમની પૂજા માટે ભગવાનને તાજું દૂધ, કાળા તલ, ભાંગના પાન, બિલીપત્ર, ધતૂરા અને ગોળ ચઢાવવામાં આવે છે. માન્યતા છે કે આ રીતે પૂજા કરવાથી શિવ શંકર પોતાના આશીર્વાદ અવિરત આપતા રહે છે.

શ્રાવણ મહિનામાં શું ન કરવું જોઈએ
- શાસ્ત્રો અનુસાર વ્યક્તિએ શ્રાવણ દરમિયાન પોતાના શરીર પર તેલ ન લગાવવું જોઈએ.
- એટલું જ નહીં શ્રાવણ મહિનામાં દિવસે સૂવું પણ ન જોઈએ.
-શ્રાવણમાં રીંગણનું સેવન પણ ન કરવું જોઈએ.
- ભગવાન શિવને કેતકીના ફૂલ ન ચઢાવવા જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ