બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Saving account or current account, know which account is more beneficial to open

તમારા કામનું / સેવિંગ અકાઉન્ટ કે કરંટ અકાઉન્ટ, જાણો કયુ ખાતું ખોલવાથી થાય છે વધુ ફાયદો

Megha

Last Updated: 05:03 PM, 3 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેવિંગ અને કરંટ એકાઉન્ટને લઈને પણ ઘણા લોકો મુંજવણમાં હોય છે કે બંનેમાંથી શેમાં સૌથી વધુ ફાયદો મળશે. ચાલો આજે અમે તમને એ બંને એકાઉન્ટના ફાયદા વિશે જણાવીએ.

  • સેવિંગ કે કરંટ કયુ એકાઉન્ટ બેસ્ટ? 
  • બંને એકાઉન્ટના ફાયદા વિશે જણાવીએ

દેશની દરેક બેંક ઘણા પ્રકારના ખાતા ખોલવાની સુવિધા આપે છે. જેમાંથી સૌથી વધુ સેવિંગ અને કરંટ એકાઉન્ટ ખોલવામાં આવે છે. જો કે આ બે પ્રકારના એકાઉન્ટને લઈને પણ ઘણા લોકો મુંજવણમાં હોય છે કે બંનેમાંથી શેમાં સૌથી વધુ ફાયદો મળશે. ચાલો આજે અમે તમને એ બંને એકાઉન્ટના ફાયદા વિશે જણાવીએ. 

સેવિંગ એકાઉન્ટ 
સેવિંગ એકાઉન્ટમાં લોકોને પૈસા જમા કરવાની સાથે સાથે પૈસા બચાવવા અને સમય જતાં તેમની સંપત્તિ વધારવા મદદ કરે છે. આ સાથે જ સેવિંગ એકાઉન્ટ ધારકોને અન્ય વ્યવહારો કરવામાં અને બેંકિંગ સેવાઓનો લાભ મેળવવામાં મદદ કરે છે. સેવિંગ એકાઉન્ટનો ઉપયોગ મોટાભાગે નોકરિયાત લોકો કરતાં હોય છે. આ ખાતામાં એક નિર્ધારિત સંખ્યામાં ઉપાડ કરી શકાય છે. વધુ ઉપાડ કરવા માટે બેંકને ચાર્જ ચૂકવવો પડે છે. 

બચત ખાતા પર વ્યાજની સુવિધા પણ આપવામાં આવે છે. હાલમાં સરકારી બેંકોમાં 2.75 ટકાથી 4 ટકા અને ખાનગી બેંકોમાં 2.75 ટકાથી 6.75 ટકાની વચ્ચે વ્યાજ આપવામાં આવે છે. આ ઉપરાંત કેટલીક બેંકોએ બચત ખાતાને આરબીઆઈના રેપો રેટ સાથે લિંક કર્યા છે અને તેને કારણે હવે રેપો રેટમાં સુધારો થશે અને વ્યાજ દર પણ વધશે.

કરંટ અકાઉન્ટ 
કરંટ અકાઉન્ટ એટલે કે ચાલુ ખાતું પણ એક પ્રકારનું પૈસા બચત ખાતું જ છે પણ તેને પૈસાની લેણી-દેણી માટે વધુ ઉપયોગ કરવામાં આવે છે. કરંટ અકાઉન્ટ મોટાભાગે વ્યવસાયો, સાહસિકો, સંસ્થાઓ અને અન્ય મોટી સંસ્થાઓ દ્વારા ખોલવામાં આવે છે. અથવા તો એવા લોકો ખોળે છે જેને રોજિંદા ધોરણે વધુ વ્યવહારો જર્વના હોય છે.  બચત ખાતાથી ઊલટું ચાલુ ખાતું ઝીરો-બેરિંગ વ્યાજ ખાતું છે, તેમાં કોઈ વ્યાજ આપવામાં આવતું નથી પણ ખાતાધારકોને ઓવરડ્રાફ્ટ સુવિધા પૂરી પાડવામાં આવે છે.

જાણો કયું એકાઉન્ટ બેસ્ટ? 
બચત ખાતામાં ખાતામાં જમા રકમ પર અલગ-અલગ દરે વ્યાજ મળે છે. ચાલુ ખાતામાં જમા કરાયેલા નાણાં પર કોઈ વ્યાજ ચૂકવવામાં આવતું નથી. ઓછામાં ઓછી બેલેન્સ અને વધારાના ચાર્જ  બચત અને ચાલુ ખાતા બંને પર લાગે છે. આ ચાર્જ બેંકના આધારે વધુ કે ઓછા હોઈ શકે છે. જો કે બચત ખાતામાં ઓછામાં ઓછી બેલેન્સની જરૂરિયાત ઓછી હોય છે અને ચાલુ ખાતામાં તેને જરૂરિયાત વધુ હોય છે. પૈસા બચાવવા હોય તો સેવિંગ એકાઉન્ટ અને વારંવાર પૈસાની જરૂર હોય અને ઓવરડ્રાફ્ટની સુવિધાનો લાભ ઉઠાવવો હોય તો કરંટ અકાઉન્ટ ખોલવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ