બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Save the crop so that it does not get wet Rain forecast for two days alert given in market yard too

આગાહી / પાક પલળે નહીં તે માટે સાચવજો! બે દિવસ વરસાદની આગાહી, માર્કેટયાર્ડમાં પણ અપાયું ઍલર્ટ

Vishal Dave

Last Updated: 08:00 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા મારફતે ખેડૂતો અને વેપારીઓને વરસાદની આગાહીના બે દિવસ દરમિયાન તેમની જણસ સુરક્ષિત જગ્યાએ રાખવા માટે એલર્ટ કરાયા

ડીસામાં હવામાન વિભાગ દ્વારા ફરી બે દિવસ દરમ્યાન વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે  ડીસા માર્કેટ યાર્ડ દ્વારા તમામ ખેડૂતો અને વેપારીઓને એલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે જોકે આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ બનતા ખેડૂતો ચિંતિત બન્યા છે. આજે ડીસા માર્કેટયાર્ડ દ્વારા વેપારી અને ખેડૂતોને પોતાનો પાક સુરક્ષિત રાખવા માટે સૂચના આપી હોવા છતાં મોટા ભાગનો માર્કેટયાર્ડમાં તમામ પાક બહાર જોવા મળ્યો હતો. 

જણસ સુરક્ષિત જગ્યાએ રાખવા માટે એલર્ટ કરાયા

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે તારીખ 1 અને 2 માર્ચના રોજ હવામાન પલટાશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ થઇ શકે છે..   અને બનાસકાંઠા જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા પણ આગાહીને પગલે તમામ સરકારી કચેરીના કર્મચારીઓ અને અધિકારીઓને એલર્ટ રહેવા અને લોકોને સાવચેત કરવા માટે સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત ડીસા માર્કેટયાર્ડના સંચાલકોએ પણ સોશિયલ મીડિયા મારફતે ખેડૂતો અને વેપારીઓને વરસાદની આગાહીના બે દિવસ દરમિયાન તેમની જણસ સુરક્ષિત જગ્યાએ રાખવા માટે એલર્ટ કરાયા છે તેમજ માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલા અનાજની બોરીઓ પણ સુરક્ષિત જગ્યાએ રાખવા તેમજ પ્લાસ્ટિકથી ઢાંકીને રાખવા માટે સૂચના અપાઇ છે.

આ પણ વાંચોઃ  ગુડ ન્યુઝ: હવે કચ્છીઓ ડાયરેક્ટ ભુજથી મુંબઈ જઇ શકશે, એ પણ બાય ફ્લાઇટ, આજથી સર્વિસનો શુભારંભ

                   

તમામ ખેડૂતો અને વેપારીઓને સચેત રહેવા સૂચના 

આ અંગે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમરત જોશીએ જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લા ડિઝાસ્ટર વિભાગ અને મામલતદારે અમને પત્ર દ્વારા જાણ કરી હતી. જે મુજબ અમે તમામ ખેડૂતો અને વેપારીઓને વરસાદની આગાહીના દિવસો દરમિયાન સચેત રહેવા માટેની સૂચના આપી છે તેમજ તેમની અનાજની બોરીઓ પણ ખુલ્લામાં ન રાખે તે માટે સાવચેત કર્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ