બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / saturn transit 2022 to 2023 will change fate of 3 zodiac sign they get rid of sade sati dhaiya
Premal
Last Updated: 11:40 AM, 22 July 2022
ADVERTISEMENT
શનિ ગોચર ત્રણ રાશિઓને આપશે રાહત
શનિએ 29 એપ્રિલ 2022ના રોજ મકરમાં પ્રવેશ કર્યો હતો. આવતા વર્ષે 17 જાન્યુઆરી 2023ના રોજ શનિ ફરીથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિની રાશિ બદલતા જ રાશિ પર મહાદશાની અસર શરૂ અને પૂર્ણ થાય છે. જે રાશિ 29 એપ્રિલના શનિ ગોચર બાદ સાડાસાતી અને ઢૈયાની ઝપેટમાં આવી ગઇ હતી. એવી રાશિને જુલાઈમાં મોટી રાહત મળશે. હવે આગામી શનિ ગોચર ત્રણ રાશિઓને રાહત આપશે.
ADVERTISEMENT
2023માં આ રાશિના જાતકોની હટશે મહાદશા
જ્યારે 12 જુલાઈએ શનિએ મકર રાશિમાં પ્રવેશ કર્યો તો મિથુન, તુલા અને ધન રાશિના જાતક શનિની સાડાસાતી, ઢૈયાની ઝપેટમાં આવી ગયા. જ્યારે આ રાશિના જાતકોને 29 એપ્રિલમાં જ સાડાસાતી અને ઢૈયામાંથી રાહત મળી હતી. જો કે, થોડા સમય બાદ આ રાશિના ફરીથી અચ્છે દિન શરૂ થવાના છે. 17 જાન્યુઆરી 2023ના રોજ શનિના કુંભ રાશિમાં આવતા જ આ ત્રણ રાશિઓ પરથી સાડાસાતી અને ઢૈયા ફરીથી હટી જશે.
મિથુન, તુલા અને ધન રાશિના જાતકોને થશે તગડો લાભ
વર્ષ 2023માં શનિના કુંભમાં પ્રવેશ કરતા જ મિથુન, તુલા અને ધન રાશિના જાતકોને શનિની મહાદશામાંથી છૂટકારો મળી જશે. જેનો તેમના જીવનમાં અનેક રીતે સકારાત્મક અસર જોવા મળશે. આ ત્રણ રાશિના જાતકોને આર્થિક મામલે સફળતા મળશે, આવક વધશે. કામમાં સફળતા મળશે. આરોગ્ય સારું રહેશે. માન-સન્માન વધશે.
આ રાશિના જાતકોની વધશે મુશ્કેલી
જો કે, વર્ષની શરૂઆતમાં શનિનો કુંભમાં ગોચર કર્ક, વૃશ્વિક અને મીન રાશિના જાતકોની મુશ્કેલી વધારશે. આ જાતક શનિની મહાદશાની ઝપેટમાં આવી જશે. મીન રાશિના જાતકો પર સાડાસાતી શરૂ થઇ જશે. તો કર્ક અને વૃશ્વિક રાશિના જાતકો ઢૈયાની ઝપેટમાં આવી જશે. આ સાથે તેમના જીવનમાં સમસ્યાઓ વધી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.