બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Sanjay Singh ED presents 60 page charge sheet in court

મુશ્કેલી / દિલ્હી એક્સાઇઝ કૌભાંડ: AAP નેતા સંજય સિંહનું ટેન્શન અચાનક હાઇ, EDએ કોર્ટમાં 60 પેજની ચાર્જશીટ કરી દાખલ

Kishor

Last Updated: 05:26 PM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહની મુશ્કેલીઓ વધી છે ED દ્વારા કોર્ટમાં 60 પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ છે.

  • દિલ્હી એક્સાઇઝ કૌભાંડ મામલો
  • સંજય સિંહની મુશ્કેલીઓ વધી
  • EDએ કોર્ટમાં 60 પાનાની ચાર્જશીટ રજૂ કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ વિરૂદ્ધ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.  ED દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ 60 પાનાની છે. આ સાથે જ સંજયસિંહ પર અનેક આરોપો પણ લગાવવામાં આવ્યાં છે. અહેવાલ મુજબ ED પર આ કેસમાં કાવતરું મની લોન્ડરિંગ અને આરોપીઓને મદદ કરવાનો આરોપ છે. ત્યારે આ મામલે દિલ્દીની રાઉઝ એવન્યુ કોર્ટમાં 4 ડિસેમ્બરના સુનાવણી હાથ ધરવામાં આવશે. 

BIG NEWS : AAPના મોટા નેતા અને સાંસદ સંજય સિંહની ધરપકડ, દારુ કૌભાંડમાં EDની  કાર્યવાહી I AAP's Sanjay Singh Arrested By Enforcement Directorate In Money  Laundering Case

4 ઓક્ટોબરના સંજયસિંહની ધરપકડ કરવામાં આવી હતી

લાંબી પૂછપરછ બાદ 4 ઓક્ટોબરના સંજયસિંહની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને તિહાર જેલમાં કેદ રાખવામાં આવ્યો છે. તમને જણાવી દયે કે મનીષ સિસોદિયા જ્યારે આબકારી મંત્રી હતા ત્યારે આ નીતિ બનાવવામાં આવી હતી જેમાં કેટલાક ખાસ લોકોને આર્થિક મદદ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો..જે બાદ ઉપ રાજ્યપાલે આ મામલે સીબીઆઈ તપાસની રજુઆત કરી હતી. જેને બાદમાં સરકારે રદ કરી દીધી હતી.

સંજય સિંહની જામીન અરજી નામંજૂર થતી રહે છે
આ પહેલા સંજય સિંહે રાઉઝ એવન્યુ કોર્ટ દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અનેક વખત જામીન માટે અરજી કરી હતી પણ કોર્ટ દ્વારા તેની અરજીને ફગાવી દેવામાં આવતી હતી. રાઉઝ કોર્ટ દ્વાાર 24 નેવમ્બર 2023ના સંજય સિંહની જેલ કસ્ટડી 4 ડિસેમ્બર સુધી લંબાવી હતી. આ પહેલા આપ નેતા સંજય સિંહને કોર્ટે 10 નવેમ્બરના 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. 24 નવેમ્બરે જ્યારે સંજયસિંહની કસ્ટડી પૂર્ણ થઈ તે બાદ તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો.

આપ દ્વારા લગાવવામાં આવ્યો હતો આ આરોપ
આમ આદમી પાર્ટી સતત તેના પર હેરાન કરવાનો આરોપ લગાવી રહી છે. આમ આદમી પાર્ટનો આરોપ છે કે રાજકીય કારણોસર તેમના નેતાઓ વિરૂદ્ધ કેન્દ્રીય એન્જસીઓનો તેનો દુરપરોયગ કરી રહી છે.AAP સમર્થકોએ દેશભરમાં વિરુદ્ધ પ્રદર્શન પણ કર્યો હતો.આમ આદમી પાર્ટીનો આરોપ છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતાથી ડરીને ભાજપ કેન્દ્રીય એજન્સીઓનો ખોટી રીતે ઉપયોગ કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ