બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Sanjay Raut's big statement after the Central Election Commission order

આરોપ / '2000 કરોડમાં થઈ છે ડીલ': શિવસેના શિંદેની થતાં ઠાકરે લાલચોળ, સંજય રાઉતે કહ્યું મોટો ખુલાસો કરીશ

Malay

Last Updated: 11:53 AM, 19 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ચૂંટણી પંચે મોટો આદેશ જારી કરી મહારાષ્ટ્રની શિવસેના પાર્ટીનું નામ અને પાર્ટીનું પ્રતિક એકનાથ શિંદે જૂથ પાસે રાખવા જણાવ્યું છે. જેને લઈને સંજય રાઉતે મોટો આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે આ માટે 2000 કરોડમાં ડીલ થઈ છે.

  • શિવસેનાનું નામ અને નિશાન બંને છીનવાયા બાદ સંજય રાઉતનું મોટું નિવેદન
  • 'ચૂંટણી ચિન્હ અને નામ મેળવવા માટે 2000 કરોડની ડીલ'
  • ટૂંક સમયમાં ઘણી બાબતોનો ખુલાસો થશેઃ સંજય રાઉત

શિવસેનાના ચૂંટણી ચિહ્નને લઈને ઉદ્વવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો છે. બાળાસાહેબની શિવસેના હવે શિંદેનાં જૂથની થઈ ગઈ છે. ચૂંટણી આયોગે આદેશ આપ્યો કે શિવસેના નામ અને પાર્ટીનું પ્રતિક હવે એકનાથ શિંદેનાં જૂથનું રહેશે. આ નિર્ણયને પગલે ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ફટકો પડ્યો છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી પંચના નિર્ણય બાદ રાજકીય માહોલ ગરમાયો છે. ઠાકરે જૂથ ચૂંટણી પંચના આ નિર્ણયનો સતત વિરોધ કરી રહ્યું છે. આ વચ્ચે શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે મોટો આરોપ લગાવતા કહ્યું છે કે, તેમને ખાતરી છે કે ચૂંટણી ચિન્હ અને નામ મેળવવા માટે અત્યાર સુધીમાં 2000 કરોડના સોદા અને લેવડ-દેવડ થઈ ચૂકી છે.

સંજય રાઉતે કહ્યું, અમે ઇચ્છીએ 5 નહીં આગામી 25 વર્ષ સુધી શિવસેનાનો CM રહે |  We wish for Shiv Sena CM for next 25 years Sanjay Raut
સંજય રાઉત (શિવસેનાના નેતા)

આ આંકડો 100 ટકા સાચો છેઃ રાઉત
સંજય રાઉતે કહ્યું કે, 'આ આંકડો 100 ટકા સાચો છે. ટૂંક સમયમાં ઘણી બાબતોનો ખુલાસો થશે. દેશના ઈતિહાસમાં આવું પહેલા ક્યારેય નથી બન્યું.' અગાઉ રાઉતે કહ્યું હતું કે ''અમારી પાર્ટીને લૂંટવામાં આવી છે. અમે તેની તપાસ કરીશું. ચોરને પકડવો પડશે. આખરે ધનુષ અને તીરનો ચોર કોણ છે? અમે બધા ફક્ત ધનુષ અને તીર ચોરી કરનારાઓની જ તપાસ કરી રહ્યા છીએ. આ ચોરી તેમને મોંઘી પડશે." 


અમિત શાહ પર રાઉતનો વળતો પ્રહાર
અમિત શાહ પર વળતો પ્રહાર કરતાં રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રે શાહની વાતને ક્યારેય ગંભીરતાથી નથી લીધી. કોણ જીત્યું અને કોણ હાર્યું, તે રાજ્યની જનતા નક્કી કરશે. અમે પેગાસસ વિશે પણ પ્રશ્નો પૂછ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં જઈને ક્લીન ચીટ પણ લઈ આવ્યા હતા. અહીં શું થાય છે તે બધા જાણે છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના પ્રશ્નો દેશના પ્રશ્નો છે. ઈઝરાયેલની કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો છે, ઈવીએમ મશીનો હેક થઈ રહ્યા છે. આ તમામ મુદ્દાઓ પર સરકારે જવાબ આપવો જોઈએ. 

પુણેમાં ઉદ્ધવ જૂથ પર કર્યા હતા આકરા પ્રહાર
વાસ્તવમાં મહારાષ્ટ્રમાં ચૂંટણી પંચના નિર્ણય બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન શિવસેનાના નામ અને નિશાન પર જણાવ્યું કે, ચૂંટણી પંચે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે. તેમણે કહ્યું હતું કે, યુપીએના સમયમાં દરેક મંત્રી પોતાને વડાપ્રધાન માનતા હતા પરંતુ વડાપ્રધાનને જ વડાપ્રધાન માનતા ન હતા. તેમણે કહ્યું હતું કે, યુપીએના કાર્યકાળમાં 12 લાખ કરોડના કૌભાંડો થયા હતા. જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી ધૂળ ધાણી થઈ ગઈ હતી.

Union Home Minister Amit Shah statement on Shiv Sena issue
અમિત શાહ (કેન્દ્રીય ગૃહમંત્રી)

'મોદીજીનો મોટો ફોટો લગાવીને વોટ માંગ્યા હતાં'
ગૃહમંત્રી અમિત શાહે ઉમેર્યું હતું કે, ગઈકાલે મોટો નિર્ણય લેવાયો છે, અસલી શિવસેના અને અમારા મિત્ર પક્ષને સાચું પ્રતીક મળ્યું છે. એ લોકોએ મોદીજીનો મોટો ફોટો લગાવીને વોટ માંગ્યા હતાં અને ચૂંટણી બાદ મુખ્યમંત્રી બનવાના અભરખામાં કોંગ્રેસ-એનસીપીએ પગે પડી ગયાં.

 

આ આધારે નિર્ણય લેવાયો! 
ચૂંટણી પંચે આ નિર્ણય લેતા પહેલા કેટલાક આધાર પુરાવા તપસ્યા હતા. જેમાં વિધાનસભામાં કુલ 67 માંથી 40 ધારાસભ્યોનું શિંદે જૂથને સમર્થન છે. તો 13 સાંસદો શિંદે જૂથના ટેકામાં અને 7 સંસદો ઉદ્ધવ ઠાકરે સાથે છે ત્યારે. કેન્દ્રીય ચૂંટણી પંચ આ આધારને ધ્યાને લઈને શિંદે જૂથની તરફેણમાં આદેશ આપ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ