બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / salman khan net worth who charges once rs 11000 only now owned farmhouse 114 crore

બોલીવુડ / " '11 હજારમાં કરી હતી પહેલી ફિલ્મ', આજે આ કરોડોની સંપત્તિનો માલિક છે સલમાન ખાન, ભાઈજાન હવે લે છે આટલી ફી"

Manisha Jogi

Last Updated: 07:36 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાન હાઈએસ્ટ પેઈડ એક્ટરમાંથી એક છે. સલમાન ખાન આ ફિલ્મમાં સપોર્ટિંગ રોલ કરી રહ્યા હતા. આ ફિલ્મ માટે સલમાન ખાને 11 હજાર ફી લીધી હતી.

  • સલમાન ખાને વર્ષ 1988માં ડેબ્યુ કર્યું
  • આ ફિલ્મમાં સપોર્ટિંગ રોલ કરી રહ્યા હતા 
  • આ ફિલ્મ માટે સલમાન ખાને 11 હજાર ફી લીધી હતી

બોલીવુડના ભાઈજાન સલમાન ખાને વર્ષ 1988માં ફિલ્મ ‘બીવી હો તો એસી’ બોલીવુડ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં ફારૂખ શેખ અને રેખાએ લીડ ભૂમિકા ભજવી હતી. સલમાન ખાન આ ફિલ્મમાં સપોર્ટિંગ રોલ કરી રહ્યા હતા. આ ફિલ્મ માટે સલમાન ખાને 11 હજાર ફી લીધી હતી. 

સલમાન ખાન હાઈએસ્ટ પેઈડ એક્ટરમાંથી એક છે. એક ફિલ્મ માટે તેઓ 100 કરોડથી વધુ ફી લે છે. રિપોર્ટ્સ અનુસાર સલમાન ખાને ફિલ્મ ‘ટાઈગર 3’ માટે 100 કરોડ રૂપિયા ફી લીધી છે. તેઓ છેલ્લા ઘણા વર્ષથી રિઆલિટી શો ‘બિગ બોસ’ હોસ્ટ કરી રહ્યા છે. તેઓ એક એપિસોડ માટે 12 કરોડ રૂપિયા ચાર્જ લે છે. 

સલમાન ખાન વાર્ષિક 200 કરોડ રૂપિયાની કમાણી કરે છે અને ટોટલ નેટવર્થ 2,850 કરોડ રૂપિયા છે. તેઓ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોઈ બ્રાન્ડને એન્ડોર્સ કરે છે અને એક પોસ્ટ શેર કરવા માટે 50 લાખ રૂપિયા ફી લે છે. 

સલમાન ખાન અનેક સંપત્તિના માલિક છે અને તમામ સંપત્તિની કિંમત એક કરોડ રૂપિયા છે. સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની કિંમત 114 કરોડ રૂપિયા છે. પનવેલમાં તેમનું એક ફાર્મહાઉસ છે, જેની કિંમત 94 કરોડ રૂપિયા છે. ચિમ્બઈ રોડ પર તેમની એક પ્રોપર્ટી છે, જે 17 કરોડ રૂપિયાની છે. ગોરઈ બીચ પર 35 કરોડ રૂપિયાનું ઘર છે. ઉપરાંત મુંબઈ અને દુબઈમાં અન્ય ત્રણ પોપર્ટી છે. 

સલમાન ખાનનું પોતાનું એક પ્રોડક્શન હાઉસ છે, જેનું નામ ‘સલમાન ખાન ફિલ્મ્સ’ છે. ‘ધ બીઈંગ હ્યુમન ફાઉન્ડેશ’ નામની ચેરિટી ટ્રસ્ટ ચલાવે છે. SK-27 નામની જીમ ફ્રેન્ચાઈઝી છે. ‘ધ બીઈંગ હ્યુમન’ ક્લોધિંગ બ્રાન્ડના માલિક છે. તેમણે અનેક સ્ટાર્ટઅપમાં પણ રોકાણ કર્યું છે. 

બોલીવુડના ભાઈજાન સલમાન ખાન અનેક વાર લક્ઝરી કારની સવારી કરતા જોવા મળે છે. તેમની પાસે મર્સિડીઝની એસ ક્લાસ, એએમજી જીએલઈ 43, રેન્જ રોવર Vogue, LX470, ઓડી RS7, લેન્ડ ક્રૂઝર અને બીએમડબલ્યુ એક્સ 6 જેવી શાનદાર લક્ઝરી કાર છે. આ કારની કિંમત કરોડો રૂપિયા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ