ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
બોલિવૂડ સુપરસ્ટાર અને એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં દબંગ ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર બે યુવકો ફાયરિંગ કરતા જોવા મળી રહ્યા છે. આંખના પલકારામાં 5 રાઉન્ડ ફાયર કરીને હુમલાખોરો બાઈક પર ફરાર થઈ ગયાં હતા. રવિવારે વહેલી સવારે સલમાન ખાનના ઘરની બહાર અચાનક ગોળીબાર શરૂ થઈ ગયો હતો, જેના કારણે આસપાસના લોકો ડરી ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ADVERTISEMENT
सलमान खान के घर पर फायरिंग का वीडियो आया सामने। pic.twitter.com/S7lzEFlfVG
— Deepak Pandey (@deepakpandeynn) April 14, 2024
ADVERTISEMENT
13 સેકન્ડમાં 5 રાઉન્ડ ફાયર
બાઇક પર બેઠેલા બે હુમલાખોરોએ માત્ર 13 સેકન્ડમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. બાઇક પાછળ બેઠેલા હુમલાખોરે ગોળીબાર કર્યો હતો. આ પછી, બંને નાસી છૂટ્યા હતા.
મુંબઈ પોલીસે આ ઘટનાની તપાસ કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે ઘરની દિવાલ પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. એક ગોળી ઘરની બાલ્કનીની જાળીને વીંધી ગઈ.
ADVERTISEMENT
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આ કેસની તપાસ કરશે
સલમાન ખાનના ઘરે ફાયરિંગનો મામલો મુંબઈ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવ્યો છે. હુમલાખોરોની બાઇક પણ મળી આવી છે.
VIDEO : સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કરનાર શખ્સોનો વીડિયો આવ્યો, બાઈક પર જતાં દેખાયાં#SalmanKhanhousefiring #LawrenceBishnoihttps://t.co/rlsHXUGPAw
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 14, 2024
ADVERTISEMENT
સલમાનના ઘરથી 1 કિમી દૂર મૂક્યું બાઈક
બન્ને હુમલાખોરોએ સલમાનના ઘરથી એક કિલોમીટર દૂર બાઈક પાર્ક કર્યું હતું અને ત્યાંથી કદાચ બીજા કોઈ સાધનમાં આવીને સલમાનના ઘર બહાર ચાર રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયાં હતા. આ દરમિયાન મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ સલમાન ખાન સાથે વાત કરી હતી અને તેમને ફૂલ સપોર્ટ આપવાની વાત કરી હતી.
ADVERTISEMENT
So these mfs shot gunshots outside #SalmanKhan residency. Spread this post/pic as much as you can so that it reaches to somebody who recognize them. RT & Spread! pic.twitter.com/9lrP3chi6w
— Nᴀᴠ Kᴀɴᴅᴏʟᴀ ☬ (@SalmaniacNav) April 14, 2024
ADVERTISEMENT
અનમોલ બિશ્નોઈએ લીધી જવાબદારી
સલમાન ખાનના ઘર બહાર વહેલી સવારે ફાયરિંગ થતાં ચકચાર મચી હતી. સલમાનના ઘર બહાર કોણે ફાયરિંગ કર્યું તે વ્યક્તિનું નામ સામે આવ્યું છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ કથિત રીતે સોશિયલ મીડિયા પર પોસ્ટર લખીને ફાયરિંગની જવાબદારી લીધી હતી. અનમોલે સલમાન ખાનને ધમકી આપતા કહ્યું કે આ માત્ર ટ્રેલર છે. આગલી વખતે ઘરની બહાર ગોળીઓ નહીં લાગે. અનમોલે ફેસબુક પોસ્ટમાં કથિત રીતે લખ્યું છે કે, "ઓમ જય શ્રી રામ, જય ગુરુજી જાંભેશ્વર, જય ગુરુ દયાનંદ સરસ્વતી, જય ભારત." અમે શાંતિ ઈચ્છીએ છીએ. જો જુલમ સામેનો ચુકાદો યુદ્ધ દ્વારા આવે છે, તો પછી યુદ્ધ યોગ્ય છે. સલમાન ખાન, અમે માત્ર તને ટ્રેલર બતાવવા માટે આ કામ કર્યું છે, જેથી તમે સમજો, અમારી તાકાતને વધુ ટેસ્ટ ન કરો. આ પહેલી અને છેલ્લી ચેતવણી છે. આ પછી ખાલી ઘર પર ગોળીઓ ચાલશે નહીં. પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે, "અમારી પાસે દાઉદ ઇબ્રાહિમ અને છોટા શકીલના નામ પર બે કૂતરા છે, જેમને તમે ભગવાન માન્યા છો." મને વધારે વાત કરવાની આદત નથી. જય શ્રી રામ, જય ભારત." અંતમાં લખ્યું છે કે, "(લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ) ગોલ્ડી બ્રાર, રોહિત ગોદારા. બ્લેક જેઠેડી.
સંકળાયેલા મુદ્દાઓ