બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Salman Khan house firing accused startling revelations

મુંબઈ / સલમાન ખાનના ઘર બહાર કેમ કર્યું ફાયરિંગ? આવી ગયું સામે, હુમલાખોરોએ ખોલ્યો ભેદ

Hiralal

Last Updated: 06:24 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ એક્ટર સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કરનાર 2 આરોપીઓએ આખરે ભેદ ખોલી નાખ્યો છે.

સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કરનારા બે આરોપીઓ  વિક્કી ગુપ્તા અને સાગર પાલે આખરે ગોળી ચલાવવાને લઈને ભેદ ખોલી નાખ્યો છે. આરોપીઓએ પોલીસ પૂછપરછમાં એવો ઘટસ્ફોટ કર્યો કે તેમનો ઈરાદો સલમાન ખાનને ડરાવી નાખવાનો હતો, તેની હત્યા કરવાનો નહોતો.  બંનેને સલમાન ખાનને ડરાવવા માટે એક લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા અને બાકીના ત્રણ લાખ રૂપિયા કામ પૂરું થયા બાદ આપવાના હતા. ગેંગસ્ટર લોરેન્શ બિશ્નોઈના ભાઈ અણમોલ બિશ્વોઈએ બન્નેને સલમાનના ઘર બહાર ફાયરિંગનું કામ સોંપ્યું હતું. બન્નેએ એવું કહ્યું કે અનમોલે કહ્યું હતું કે, સલમાન ખાનના ઘરે બંને બુલેટ ચલાવવામાં સફળ થશે તો તેઓ માત્ર ફેમસ જ નહીં થાય, પરંતુ યોગ્ય ઈનામ પણ આપવામાં આવશે. 

1998ના કાળા હરણના શિકારમાં સજા આપવાનો ઈરાદો 
આરોપીઓએ જણાવ્યું છે કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના ભાઈ અનમોલે બંનેને નોકરી પર રાખ્યા હતા. તેઓ સલમાન ખાનને 1998ના જોધપુરના કાળા હરણના શિકાર કેસમાં સજા આપવા માગે છે. 

3 વાર સલમાનના ઘરની કરી હતી રેકી 
બંને આરોપીઓએ ફાયરિંગ કરતા પહેલા ત્રણથી ચાર વખત ઘટનાની રેકી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. બંને બાંદ્રાના તાજ લેન્ડ એન્ડ પાસે પણ જોવા મળ્યા હતા. બંનેને સલમાન ખાનના ઘરે ગોળીઓના ઓછામાં ઓછા બે મેગેઝિન ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. એક મેગેઝિનમાં પાંચ ગોળીઓ હોય છે. બંનેનો હેતુ માત્ર ડરાવવાનો હતો, કોઈને નુકસાન પહોંચાડવાનો નહીં. બંને આરોપીઓ આખી રાત બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં ફરતા રહ્યા હતા અને ત્યારબાદ 4.51 વાગ્યે સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં પહોંચ્યા હતા અને બાઇક પરથી ગોળીબાર કર્યો હતો. આરોપીઓએ દાવો કર્યો હતો કે તેઓ 28 ફેબ્રુઆરીથી મુંબઈમાં હતા અને સલમાન ખાનના પનવેલ ફાર્મહાઉસ અને ગેલેક્સી એપાર્ટમેન્ટ્સની રેકી કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ