બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Salman Khan himself said The more womens bodies are covered the better gave this reason

મનોરંજન / સલમાન ખાને ખુદ કહ્યું- 'મહિલાઓનું શરીર જેટલું ઢંકાયેલું રહે તેટલું સારું', આપ્યું આ કારણ

Megha

Last Updated: 09:13 AM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલીવાર સલમાન ખાને કહ્યું કે સેટ પર છોકરીઓ માટે કેમ નિયમો છે. સલમાને કહ્યું કે તે પારિવારિક ફિલ્મો બનાવે છે, તેથી તે સેટ પર સમાન વાતાવરણ જાળવી રાખવાનો પ્રયાસ કરે છે.

  • સલમાન ખાને કહ્યું કે સેટ પર છોકરીઓ માટે કેમ નિયમો છે
  • મહિલાઓએ પૂરા કપડાં પહેરવા જોઈએ
  • કારણ કે કેટલાક છોકરાઓના ઈરાદા ખરાબ હોય છે

પલક તિવારીનું નિવેદન ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે તેણે કહ્યું કે સલમાન ખાનની ફિલ્મના સેટ પર છોકરીઓ માટે કપડા પહેરવા અંગેના નિયમો છે. સલમાન ખાનને સેટ પરની છોકરીઓ પૂરા કપડાંમાં હોવી જોઈએ અને ડીપ નેકલાઈન ન હોવી જોઈએ. આ નિવેદન આપતા પલકે જણાવ્યું હતું કે એ સમયે તે સલમાનની ફિલ્મ 'અંતિમ'ને આસિસ્ટ કરી રહી હતી. આ નિવેદન બહાર આવતાની સાથે જ ચર્ચાનો વિષય બન્યો હતો અને ધીરે ધીરે મામલો ઉગ્ર બન્યો ત્યારે પલકે સ્પષ્ટતા કરી કે તેની વાતને ખોટી રીતે સમજવામાં આવી હતી.

હવે આ બધા બાદ પહેલીવાર સલમાન ખાને કહ્યું કે સેટ પર છોકરીઓ માટે કેમ નિયમો છે. સલમાને કહ્યું કે તે પારિવારિક ફિલ્મો બનાવે છે, તેથી તે સેટ પર સમાન વાતાવરણ જાળવી રાખવાનો પ્રયાસ કરે છે. મહિલાઓએ પૂરા કપડાં પહેરવા જોઈએ કારણ કે કેટલાક છોકરાઓના ઈરાદા ખરાબ હોય છે અને મારા સેટ પર હું એવા છોકરાઓને આવી તક આપવા માંગતો નથી.

મહિલાઓનું શરીર મૂલ્યવાન છે એટલે ઢાંકીને રાખવું જોઈએ 
એક વાતચિત દરમિયાન સલમાનને પૂછવામાં આવ્યું હતું કે શું તેની હિરોઈનોને સેટ પર એવી સૂચના આપવામાં આવે છે કે તેમણે યોગ્ય કપડાં પહેરીને આવવું જોઈએ અને કોઈની પાસે ડીપ નેકલાઈન ન હોવી જોઈએ?આના પર સલમાને કહ્યું, 'જ્યારે તમે સારી ફિલ્મ બનાવો છો ત્યારે દરેક વ્યક્તિ આખા પરિવાર સાથે તેને જુએ છે.' વધુમાં તેને કહ્યું કે 'મહિલાઓનું શરીર ખૂબ જ મૂલ્યવાન છે, તેથી મને લાગે છે કે તે જેટલું વધારે ઢાંકવામાં આવશે તેટલું સારું રહેશે'.

છોકરાઓને કારણે આવો નિયમ બનાવ્યો છે 
સલમાન કહે છે, 'આજકાલ વાતાવરણ થોડું એવું છે... આ છોકરીઓનું ચક્કર નથી, છોકરાઓનું ચક્કર છે, છોકરાઓ છોકરીઓને જે રીતે જુએ છે, તમારી બહેનો, પત્નીઓ, માતાઓ એ મને નથી ગમતું. ક્યારેક લોકોનો ઈરાદો બગડી જાય છે, તેથી અમે પ્રયાસ કરીએ છીએ કે જ્યારે અમે કોઈ ફિલ્મ બનાવીએ ત્યારે અમે તેમને એ મોકો નથી આપવા માંગતા કે એ લોકો અમારી મહિલાઓનેએ રીતે જુએ. .'

'OTT પર લાગવું જોઈએ સેન્સર '
સલમાને તાજેતરમાં OTT પર બતાવવામાં આવતી સામગ્રી વિશે કહ્યું હતું કે તેને સેન્સર કરવું જોઈએ.OTT કન્ટેન્ટના સવાલ પર સલમાને કહ્યું કે, "ફિલ્મોમાં એક્સ્ટ્રા પંચ હોય તો A સર્ટિફિકેટ આવે છે, પરંતુ અહીં તે અલગ પ્રકારનું છે અને અહીં A, B સર્ટિફિકેટ નથી."  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ