બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / Sake Bharati phd in chemistry from Andhra Pradesh inspiring story

જય હો / ઘરનું કામ, દીકરીને સાચવવાની, મજૂરી કામ સાથે મહિલાએ કેમેસ્ટ્રીમાં કરી નાંખી PhD, સંઘર્ષ જાણીને તમારી અંદર પણ જુસ્સો આવી જશે

Vaidehi

Last Updated: 03:58 PM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવસે મજૂરી અને રાત્રે ભણતરમાં અથાગ મહેનત કરીને ભારતી, કેમેસ્ટ્રીમાં Phd થઈ ગઈ...કહાણી જાણીને ગર્વ અનુભવશો.

  • આંધ્રપ્રદેશની સાકે ભારતીની પ્રેરણાદાયી કહાણી
  • માં, વિદ્યાર્થી અને મજૂર- બધી ફરજ એકસાથે બજાવી
  • અથાગ મહેનત બાદ ભારતી કેમેસ્ટ્રીમાં Phd થઈ

આંધપ્રદેશની સાકે ભારતીએ સાબિત કરી દીધું કે શિક્ષણ મેળવવાની કોઈ ઉંમર નથી હોતી. ગમે તેટલી મુશ્કેલીઓ વેઠવી પડે પરંતુ જિંદગીમાં જે કંઈ કરવું છે તેના માટે સંઘર્ષથી ગભરાયા વગર પરિશ્રમ કરવાથી સફળતા મળે જ છે. સાકે ભારતી એક માં છે અને પોતાના પરિવારનું પેટ ભરવા માટે મજૂરી કરે છે. ભારતીની આ કહાણી વાંચીને તમે પણ કહેશો, ' વાહ, ભારતની દીકરી, વાહ'

કેમેસ્ટ્રીમાં Phd થઈ ગઈ
ભારતી દિવસભર પરસેવો પાડીને મજૂરી કરીને પરિવારનું પેટ ભરે છે. ઘણાં વર્ષોથી સાકે ભારતીનું જીવન આવી જ રીતે ચાલી રહ્યું હતું પરંતુ પછી તેણે ભણવાનું નક્કી કર્યું. મજૂરીની સાથે શિક્ષણ મેળવીને આજે તે કેમેસ્ટ્રીમાં Phd થઈ ગઈ છે. તેની આ સફળતા તેની દ્રઢતાનું પરિણામ છે. સાકે ભારતી આંધ્ર પ્રદેશનાં અનંતપુરમાં રહે છે. ઝોપડીમાં રહેતી આ મહિલા આજે દુનિયાની દરેક મહિલાનાં પ્રેરણાનું સ્ત્રોત બની છે.

12માં ધોરણ પછી થઈ ગયાં હતાં લગ્ન
સાકે ભારતીએ 12માં ધોરણ સુધીનો અભ્યાસ સરકારી શાળામાં કર્યો હતો. ત્યારબાદ તે આગળ ભણવા ઈચ્છતી હતી પરંતુ તેના પરિવારજનોએ તેના લગ્ન નક્કી કરી દીધાં. તેના લગ્ન શિવપ્રસાદ સાથે થયાં અને લગ્નનાં થોડા સમયમાં જ તે ગર્ભવતી થઈ અને દીકરીને જન્મ આપ્યો.

SSBN Degree and PG College, Anantpur

માં, ગૃહિણી, વિદ્યાર્થી અને મજૂર- તમામ કામ એકસાથે
તેના પતિ મજૂરી કરે છે. સાકે ભારતી આગળ ભણવા ઈચ્છતી હતી પરંતુ પરિવારની નાણાકીય સ્થિતી યોગ્ય ન હોવાને લીધે તે ન ભણી શકી. દીકરી થોડી મોટી થઈ તો સાકે ભારતીએ પોતે કામ કરવાનું નક્કી કર્યું. તે ખેતરમાં મજૂરી કરવા લાગી. 

દરરોજ 10 કિમી પગે ચાલવું પડતું હતું
ભારતીએ SSBN ડિગ્રી એન્ડ PG કોલેજ અનંતપુરથી રસાયણ વિજ્ઞાનમાં સ્નાતક થઈ. ત્યાર બાદ માસ્ટર્સ પૂર્ણ કર્યું. કૉલેજ જવા માટે બસ પકડવા તેને 10 કિમી પગે ચાલવું પડતું હતું. કોલેજથી તેનું ગામ 30 કિમી દૂર છે. તેમણે જણાવ્યું કે તેમની પાસે એટલા રૂપિયા નહોતા કે તે પ્રાઈવેટ વ્હિકલમાં જઈ શકે. શિક્ષકોએ ભારતીની મહેનતને જોઈને તેને Phd નામાંકન માટે પ્રોત્સાહિત કર્યું. દિવસે મજૂરીને રાત્રે વાંચીને ભારતી Phd બની.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ