બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / safety tips you should follow while staying in a hotel room with girlfriend or wife

સેફ્ટી ટિપ્સ / કોઈ નહીં કરી શકે અંગત પળોને કેપ્ચર, પકડાઈ જશે હોટલમાં છુપાવેલો ગુપ્ત કેમેરો, કરજો આ 3 કામ

Hiralal

Last Updated: 06:06 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોટલમાં છુપાવેલો હિડન કેમેરો શોધી કાઢવાની 3 રીત અહીં જણાવાઈ છે જેના સહારે તમે આસાનીથી તમારી પ્રાઈવેસીનો ભંગ થતો બચાવી શકશો.

  • હોટલમાં ગુપ્ત કેમેરો શોધવાની 3 રીત
  • ફોનની ફ્લેશલાઈટ ચાલુ કરજો
  • ફોનના કેમેરાથી પણ હિડન કેમેરો શોધી શકાય 
  • મોબાઈલ ફોનનું બ્લૂટૂથ ચાલુ કરીને હિડન કેમેરો ચેક કરી શકાય

મુસાફરી દરમિયાન દરેક વ્યક્તિ હોટલના રૂમમાં જ રહે છે. હોટેલમાં રોકાવું આરામદાયક છે, પરંતુ તમારી પ્રાઇવસી અને સિક્યોરિટીનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે. હોટલો છુપા કેમેરા ગોઠવીને કપલની અંગત પળો કેપ્ચર કરી લેવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, આવી સ્થિતિમાં સેફ્ટી કરી લેવી જરુરી હોય છે. હવેથી જ્યારે પણ તમે પત્ની કે ગર્લફ્રેન્ડ સાથે હોટલમાં રહો ત્યારે નીચેની 3 રીતો ચેક કરી લેજો જેથી કરીને હોટલના રુમમાં કેમેરો છુપાયેલો હશે તો તરત પકડાઈ જશે. 

છુપાવેલો કેમેરો કેવી રીતે શોધવો 
હોટલનો રુમ લીધા બાદ સૌથી પહેલા તેમાં કોઈ કેમેરો છે કે નહીં તે શોધી કાઢો. હિડન કેમેરાને ડિટેક્ટ કરવા માટે હોટલના રૂમમાં જતા જ પહેલા બધી લાઈટો બંધ કરી દો. સાથે જ બારી-બારણાં પર પરદો લગાવી દો જ્યારે રૂમમાં સંપૂર્ણ અંધારું થઈ જાય, ત્યારે ફોનની ફ્લેશલાઇટ ચાલુ કરો અને જો રુમમાં ક્યાંય પણ કેમેરો હશે તો તેની લાઈટ થઈ જશે અને તરત દેખાશે. 

ફોનના કેમેરાથી પણ હિડન કેમેરો શોધી શકાય 
આજકાલ હિડન કેમેરા એટલા નાના હોય છે કે તેને શોધવા મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં, તમે બીજી સરળ રીત અપનાવી શકો છો જેમાં તમારે તમારા ફોનનો કેમેરો ચાલુ કરવો પડશે. ફોનનો કેમેરો ચાલુ કર્યા બાદ બધું ચેક કરી લો. જો તમને ક્યાંય પણ નાના-નાના ટપકાં દેખાય તો તરત જ હોટલ મેનેજરને તેના વિશે પૂછો.

મોબાઈલ ફોનનું બ્લૂટૂથ ચાલુ કરીને હિડન કેમેરો ચેક કરી શકાય
આ સિવાય તમે મોબાઈલ બ્લૂટૂથ દ્વારા પણ રુમમાં છુપાવેલો કેમેરો શોધી શકો છો. હોટલના રૂમમાં લાગેલા કેમેરો બ્લૂટૂથથી ઓપરેટ થાય છે. જો તમને હોટલના રૂમને લઈને કોઈ શંકા હોય તો મોબાઈલ ફોનનું બ્લૂટૂથ ચાલુ કરીને ચેક કરો અને આ રીત દ્વારા છુપાયેલો કેમેરો ઝડપાઈ જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ