બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Sachin Tendulkar gifted a special item to PM Modi Jai Shah was also present

વાયરલ / VIDEO : સચિન તેંડુલકરે PM મોદીને ગિફ્ટ કરી એક વિશેષ ચીજ, જય શાહ પણ રહ્યાં હાજર, જુઓ વીડિયો

Kishor

Last Updated: 04:45 PM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વારાણસીમાં શિવ - થીમવાળા ક્રિકેટ સ્ટેડિયમના શિલાન્યાસ વેળાનો વડાપ્રધાન મોદી અને પૂર્વ ક્રિકેટર સચિનનો વીડિયો વાયરલ થયો છે.

  • વારાણસીમાં શિવ - થીમવાળા ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ
  • ક્રિકેટર સચિને નરેન્દ્ર મોદીને એક વિશેષ જર્સી ગિફ્ટ કરી
  • વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 23 સપ્ટેમ્બરના રોજ વારાણસીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ભગવાન શિવ - થીમવાળા ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે વારાણસીમાં આયોજિત કરવામાં આવેલા આ મેગા ઇવેન્ટમાં સ્ટેજ પર યોગી આદિત્યનાથ, પીએમ મોદી, સચિન તેંડુલકર, બીસીસીઆઈ સચિવ જય શાહ સહીત અન્ય ક્રિકેટર્સ પણ હાજર હતા. મહત્વનું છે કે 121 કરોડ રૂપિયાની જમીન  આ સ્ટેડિયમ નિર્માણ થશે. જે માટે 330 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. આ ઇવેન્ટ દરમિયાનનો એક વીડિયો સામે આવી રહ્યો છે.

આ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર સચિને નરેન્દ્ર મોદીને એક વિશેષ જર્સી ગિફ્ટ કરી હતી. જેમાં આગળ ટીમ ઇન્ડિયા લખેલુ હતું અને પાછળ નમો પ્રિન્ટ હતું. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ સમારોહમાં ભાગ લેવા માટે સુનિલ ગાવસ્કર અને કપિલ દેવ પણ હાજર હતા.ક્રિકેટ સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બેઠક ક્ષમતા આશરે 30,000 ની બનાવાઈ રહી છે સાથે  તેમાં અર્ધચંદ્રાકાર આકારનું છત આવરણ, ત્રિશૂળ આકારની ફ્લડલાઇટ્સ અને વેલાના પાંદડા અને ડમરુ જેવી ડિઝાઇન ઉભી કરાશે. જે લગભગ કામ ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થઇ જશે. શિલાન્યાસ ઉપરાંત પીએમ મોદીએ વારાણસીમાં મહિલા સમર્થકોની રેલીને પણ સંબોધિત કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ