બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Sabarkantha district LCB nabbed 4 accused of Chikhligar gang involved in robbery

ક્રાઈમ ન્યૂઝ / સાબરકાંઠા: દિવસે રેકી કરી રાત્રે ત્રાટકતી ચીખલીગર ગેંગથી સાવધાન.!, મોડસ ઓપરેન્ડી ભલભલાને બાટલીમાં ઉતારે તેવી, 4 ઝબ્બે

Dinesh

Last Updated: 11:37 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sabarkantha Chikhligar gang : ગુજરાત સહિત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ચોરી તેમજ લુટફાટમાં તરખાટ મચાવનારી ચીખલીગર ગેંગના 4 આરોપીને સાબરકાંઠા જિલ્લા LCBએ ઝડપી પાડ્યા છે

  • સાબરકાંઠા LCBને મળી સફળતા
  • ચીખલીગર ગેંગના 4 આરોપીને ઝડપ્યા 
  • પોલીસે 3.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો


Sabarkantha Chikhligar gang : ગુજરાત સહિત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ચોરી તેમજ લુટફાટમાં તરખાટ મચાવનારી ચીખલી ઘર ગેંગના ચાર આરોપીઓ ઝડપાયા છે. 6 ગુનાનો ભેદ ઉકેલવાની સાથે 30 લાખથી વધારેનો મુદ્દામાલ રિકવર કરવામાં સાબરકાંઠા જિલ્લા પોલીસને સફળતા મળી છે. ગુજરાત સહિત મહારાષ્ટ્ર રાજ્યમાં 41 જેટલા ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે.

બંધ મકાનને ટાર્ગેટ કરતા
સાબરકાંઠા જિલ્લા એલસીબીએ ઘરફોડ ચોરી કરતી ચીખલી ઘર ગેંગના ચાર આરોપીને ઝડપી લઇને છ ગુનોનો ભેદ ઉકેલ્યો છે. ગુજરાત સહિત આંતરરાજ્યોમાં ચીખલીઘર ગેંગના આરોપીઓ બંધ મકાનની નિશાન બનાવીને ચોરી કરતા હતા. જોકે દિવસે જંગલી ભૂંડ પકડવાનો ધંધો કરવાનો અને રાત્રે ઘરફોડ ચોરી કરતા હતા. ચોરી દરમિયાન પીકઅપ ડાલુ અલગ અલગ શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી ભૂંડ પકડવાનું બહાને બંધ મકાનને જોઈને રાત્રે ચોરી કરતા હતા. સાબરકાંઠા સહિત ગુજરાત જ નહીં પરંતુ ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં પણ આ લોકોએ ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો. ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં થોડા દિવસ પહેલા 15 લાખની ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને બાતમીને આધારે વડાલી પાસેથી આ ચોરીની ઘટનાને અંજામ આપનારા ચાર લોકોને જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. 

જંગલી ભૂંડ પકડવાની આડમાં રેકી કરતા
ચીખલી ગેંગના ચાર આરોપીને ઝડપી લઇને પોલીસે વધુ પૂછપરછ કરી હતી. જેમાં સાબરકાંઠામાં એક, મહેસાણામાં ત્રણ મહારાષ્ટ્ર રાજ્યના અકોલા જિલ્લાના એક ગુનોની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી 30 લાખ 38 હજાર 400નો મુદ્દા માલ કબજે કર્યો હતો તેમજ ગુનોમાં વાપરેલી ગાડી એલસીબી કબજે લીધી હતી. ખેડબ્રહ્મા, વિજાપુર સહિત મહારાષ્ટ્રના આકોલામાં થયેલી ચોરી તેમજ લૂંટફાટ પણ સ્વીકારી છે. જોકે તમામ આરોપીઓ દિવસે જંગલી ભૂંડ પકડવાનું કામ કરી ગ્રામ્ય વિસ્તારના બંધ મકાનોને નિશાન બનાવતા તેમજ દિવસે જોયેલા બંધ મકાનને રાત્રે નિશાન બનાવતા હતા. 

અનેક ગુનોના ભેદ ઉકેલાયા
તાજેતરમાં થયેલી છ જેટલી ચોરીનો ભેદ પણ ઉકેલાયો છે. જોકે આ ગુનામાં ઝડપાયેલા આરોપીઓ સહિત અન્ય બે આરોપીઓ સામે પણ હાલ પૂરતી તપાસ શરૂ કરાઈ છે. સાબરકાંઠા એલસીબી પોલીસ આ આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ બાકીના ચીખલીઘર ગેંગના બે આરોપીઓ પોલીસે પકડથી દુર છે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ